SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫કo વંદનીય હૃદયસ્પર્શી પ્રતિભાઓ –ડૉ. રમણલાલ સી. શાહ માનવીને પોતાના પરિવાર, સમાજ કે રાષ્ટ્ર એ પ્રત્યેક પરત્વે કેટલુંક ઋણ અદા કરવાનું હોય છે. એ ઋણમાંથી મુક્ત થવા કેટલાક પોતાને કુદરતે આપેલી વિશિષ્ટ શક્તિઓ, જ્ઞાન, કળા કે બેશુમાર ધન સંપત્તિનો ઉપયોગ જનહિતાર્થે કરીને પાયાના પત્થર બની જગત સામે એક ઉમદા આદર્શ રજૂ કરી દેતા હોય છે. પોતાની વૈયક્તિક સંપદાને સમાજને ચરણે ધરી દેતી આવી વ્યક્તિઓ એક સમયે અસાધારણ બની જતી હોય છે. અને અનેકના હૈયામાં ચિરંજીવ યશ પ્રાપ્ત કરી લે છે. સેવાભાવના એ ચરિત્રજીવનનું એક પવિત્ર સોપાન છે. સેવાજીવનની એ પગદંડી ઉપર એક સ્વસ્થ સમાજની નવરચના માટે નિરંતર સેવાયજ્ઞ ચલાવનાર અનેક વંદનીય વિભૂતિઓએ જગતની કોઈ કીર્તિ-કામના વગર દિલથી જે કામ કર્યું છે તે ખરેખર તો અનુપમ અને અદ્ભુત છે. સરસ્વતીના અખંડ આરાધકો અને પાંડિત્યમાં પારસમણિ જેવા હૃદયસ્પર્શી પાત્રોનાં ટૂંકાં જીવનકવન પ્રેરક અને પવિત્ર છે. આ લેખમાળાનાં શીલ, સંસ્કાર અને સદાચારના પોષક પ્રસંગો ગુજરાતની સાંસ્કૃતિક ગરિમા અને ખમીરનો પરિચય કરાવે છે. સમાજસેવાના ક્ષેત્રમાં ભલે જુદા ઉપક્રમો, જુદા ધ્યેય સંકલ્પો, કે જુદી રીતરસમો હોય છતાં મહામાનવધર્મના વિચારછત્ર હેઠળ આ વંદનીય પ્રતિભાઓ એક સમાન આદરપાત્ર બની છે. આ ફૂલગુલાબી પરિચયો હદયને જે સ્પર્શી જાય તો ખરેખર કામ થઈ જાય તેમ છે. અસ્મિતાના વિધાયકોના રૂપમાં આ પ્રકાંડ પ્રેરણામૂર્તિઓને બહુ નજીકથી જેમણે જોઈ છે અને સંપર્કમાં આવ્યા છે તે પ્રબુદ્ધ જીવનના તંત્રી શ્રી રમણલાલભાઈના હાથે આલેખાયેલા હૃદયસ્પર્શી પરિચયો એકવીસમી સદીને દીવાદાંડીરૂપ બની રહેશે. ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહનો જન્મ વડોદરા જીલ્લાના પાદરા ગામે થયો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઇ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા બાદ મુંબઈમાં જ ઉચ્ચ અભ્યાસ કરવા સભાગી બન્યા. કોલેજમાં પોતાના વિષયમાં પ્રથમ આવતાં બે વર્ષ માટે તેઓ ફેલો નિમાયા. ઇ. સ. ૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક અને સેન્ટઝેવિયર્સ શૌપ્ય ચંદ્રક મેળવ્યા. ઇ.સ. ૧૯૬૧માં ‘નળ દમયંતિની કથાનો વિકાસ” એ વિષય પર પી.એચ.ડી. કર્યું. ઇ. સ. ૧૯૪૮ થી ૧૯૫૦ દરમ્યાન સાંજ વર્તમાન તથા જનશક્તિ દૈનિકમાં તંત્રી વિભાગમાં કામ કર્યું. ઇ. સ. ૧૯૫૧માં તેઓ મુંબઈની સેન્ટઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને તે દરમ્યાન એન.સી.સી.માં વીસ વર્ષ કામ કર્યું. ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ૧૯૬૩થી પી.એચ.ડી.ના ગાઈડ બન્યા. ઉપરાંત બ્રજ યુનિવર્સિટી ઇસ્ટ આફ્રિકન કાઉન્સીલ જેવી અનેક સમિતિઓમાં સેવા આપતા રહ્યા. મુંબઈ જૈન યુવક સંઘ તથા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે તેમની સેવા અજોડ છે. જૈનધર્મ ઉપરનાં વ્યાખ્યાનો આપવા માટે દુનિયાના સંખ્યાબંધ દેશોનો પ્રવાસ કર્યો. અનેક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં યશસ્વી ફાળો આપ્યો. લગભગ એકસો જેટલાં પુસ્તકોનું આલેખન કે સંશોધનસંપાદન કર્યું જે તેમની પ્રખર બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવે છે. દરવર્ષે જે તે સ્થળે યોજાતા જૈન સાહિત્ય સમારોહના અગ્રણી આયોજક તરીકે ખ્યાતિપ્રાપ્ત છે. આવા બહુશ્રુત સાક્ષર દંપતિ ડૉ. રમણભાઈ અને પ્રા. તારાબેન ગુજરાતી સમાજનું ગૌરવ છે. સંપાદક Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy