SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫૪૦. વિશ્વગુર્જરી દ્વારા ગૌદ્ધ પુચ્છાથી વિભૂષિલ મહાશુભાવો બિપિનચંદ્ર ત્રિવેદી, કિશોરચંદ્ર ત્રિવેદી નવખંડ પૃથ્વીના કોઈપણ ભાગમાં જઈને જોઈએ તો ગુજરાતી પ્રજાનાં સત્ત્વ અને સંસ્કારિતાએ જ વિશ્વમાનવ બનવાની ગુજરાતીએ પહેલ કરી છે. દુનિયાનો એવો કોઈ ખંડ બાકી નહિ હોય જ્યાં ગુજરાતની અસ્મિતાનાં અજવાળાં ન પથરાયાં હોય! પોતાની વૈયક્તિક અને પ્રાદેશિક મુદ્રાને કારણે ગુજરાતની આગવી અસ્મિતાનું વાતાવરણ સર્જી, પોતાનાં સાંસ્કૃતિક ગૌરવને જાળવી રાખવા જે જે કર્મવીર ગુજરાતીઓ-દેશમાં અને વિદેશમાં સમાજે જેને સન્માન્યા છે તેવા પ્રતિભાસંપન્ન મહાનુભાવો વિશ્વગુર્જરી-અમદાવાદ દ્વારા ગૌરવ પુરસ્કારથી ભારે ઠાઠમાઠથી વિભૂષિત થયા છે. તે સૌના ટૂંકા પરિચયો અત્રે રજૂ કરે છે શ્રી બિપિનચંદ્ર ત્રિવેદી અને શ્રી કિશોરચંદ્ર ત્રિવેદી. પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન (ગલસાણા, તા. ધંધુકા, જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, તા. લીંબડીમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી સમગ્ર અર્થશાસ્ત્ર સાથે ઇ. સ. ૧૯૭૩માં એમ. એ. થયાબાદ કવિશ્રી બોટાદકર કોલેજ-બોટાદ, સી.એન. કોમર્સ કોલેજ - વિસનગરમાં અને ત્યાર પછી જે.એમ. શાહ આર્ટસ-કોમર્સ કોલેજ - જંબુસરમાં અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વગેરેના લેખો માટે કલમ ચલાવી. યોજના, અર્થસંકલન,પથિક, ઊર્મિનવરચના, રંગતરંગ, બુદ્ધિપ્રકાશ સહિત સંખ્યાબંધ સામયિકોમાં લખ્યું. હિન્દીમાં “વેદવાણી” તથા “પરોપકારી” જેવા ઉચ્ચ સામયિકોમાં લેખ પ્રકાશિત થયેલ જેના ફળસ્વરૂપે ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના “આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે વિવિધ સંસ્થાઓમાં વ્યાખ્યાનો તથા છ જેટલાં રેડિયો પ્રવચનો આપેલાં છે. દક્ષિણ ગુજરાત માટે કેન્દ્ર સરકારે આયુક્ત કરેલ આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશન પરના (૧૯૯૦ - ૯૨) સભ્ય હતા. હાલ ભરૂચ જિલ્લા પર્યાવરણ સમિતિ તથા આદિજાતિના વિકાસને લગતા મંડળમાં બિનસરકારી સભ્ય તરીકે તેમને લેવામાં આવેલા છે. શિક્ષણ સાથે સમાજસેવા અને લેખન પ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. ત્રિવેદીના નાનામોટા સોળેક પુસ્તકો બહાર પડેલ છે. તેમની પાસે વિવિધ વિષયોનું માતબર અંગત પુસ્તકાલય છે. શ્રી દેવલુકના મોટાભાગનાં સંપાદનોમાં પ્રા. ત્રિવેદીના લેખો છે. તેમનું સરનામું : પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી, ૨૫જય મહાદેવ-નગર, જંબુસર, જિ. ભરૂચ - ૩૯૨૧૫૦ શ્રી કિશોરચંદ્ર ૨. ત્રિવેદી - આ સંકલિત લેખના અન્ય લેખક શ્રી કિશોરચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા, તા. ધંધુકા છે. જન્મ તા. ૬-૫-૧૯૫૪ના રોજ મોસાળના શિયાણી (જિ. સુરેન્દ્રનગર)માં થયેલો. એમ. એ. (ગુજરાતી) બી.એ., ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ઉત્તીર્ણ. કિશોરભાઈ ત્રિવેદી પાસે સુંદર કંઠ છે જે લોકગીતો અને ભજનોની રજૂઆતમાં ક્યારેક જ ઉપયોગમાં લે છે. લોકકથાઓ, નવલિકાઓ, કાવ્યો અને ગઝલો જુદાજુદા સામયિકોમાં અવારનવાર આપતા ભાઈ શ્રી ત્રિવેદીએ “કુંકાવાવના ભગત પરિવારનો ૩૦૦ વર્ષનો ઇતિહાસ” લખેલ છે. હાલ તેઓ શ્રી એન.એમ. શેઠ કુમાર વિદ્યાલય, કંકાવાવ, જિ. અમરેલીમાં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપે છે. વિશ્વગુર્જરી દ્વારા ગૌરવ પુરસ્કાર (એવોર્ડ મેળવનાર અન્ય કેટલાક મહાનુભાવોના પરિચયો આ ગ્રંથમાં જ અન્ય વિભાગમાં પ્રગટ થયા હોવાથી અત્રે સમાવેશ કરાયા નથી જેની વાંચકો ખાસ નોંધ લ્ય. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy