SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન થઈ હતી. બાલમંદિરમાં ગિજુભાઈનું સ્વરુપ સાવ જૂદું જ રહેતું. ‘બાળકોના વ્યક્તિત્વ પાછળ લુપ્ત થવાની ગિજુભાઈની કળા અદ્ભુત હતી.’’ બાલનાટકોની રંગભૂમિ રચીને બાલશિક્ષણની દુનિયામાં એક નવી ભાત પાડી. શ્રી રામનારાયણ ના. પાઠકે લખ્યું છે કે ‘‘ગિજુભાઈએ પોતાની આપસૂઝથી વૈજ્ઞાનિક ઢબે બાલનાટકો રચ્યાં, તેના શણગાર સજ્યા અને રંગભૂમિ પર ઊતરીને આકાશનાં ફૂલ પૃથ્વી પર લાવી બતાવ્યાં.’’ નાટ્યપ્રયોગોની બાળકો પર થતી સૂક્ષ્મ અસરોને અવલોકી, એક સામાજિક સંસ્કાર રૂપે બાળકોને નાસ્તો આપતી વખતે પણ તાલીમની દૃષ્ટિ રહી. તો નાની પાવડીઓ, કોદાળીઓ આપીને બાગકામની પ્રવૃત્તિ કરાવી. નૂતન બાલશિક્ષણનો પ્રયોગ ગિજુભાઈને મન જીવનની સાધના હતી. ગિજુભાઈની નામના સૌરાષ્ટ્રમાં પ્રસરવા લાગી. તેમની બાલશિક્ષણની તાલીમ લેવા પહેલાં બે શિક્ષકો આવ્યા : રાષ્ટ્રીય શાળા વઢવાણના વજુભાઈ દવે અને ભોગીભાઈ પરીખ. શિયાળાની ઠંડીમાં વહેલી સવારે ઊઠીને ગોદડું ઓઢીને ગિજુભાઈ વ્યાખ્યાન આપતા. તેથી આ પ્રાથમિક વર્ગને ‘ગોદડા અધ્યાપન મંદિર' એવું બહુમાન મળેલું. ઇ. સ. ૧૯૨૫માં બાલશિક્ષણનો લાભ હજારો બાળકોને મળે એ માટે અધ્યાપન મંદિર શરૂ કરવામાં આવ્યું. એ જ વર્ષે દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં આંગણે, શ્રીમતી સરલાદેવી સારાભાઈના અધ્યક્ષપદે, પ્રથમ મોન્ટેસોરી સંમેલન ભરાયું. બાલશિક્ષણના કાર્યને વેગ આપવા ‘નૂતન બાલ શિક્ષણ સંઘ'ની સ્થાપના થઈ, અને તેના મુખપત્ર તરીકે ‘શિક્ષણ પત્રિકા' માસિક શરૂ કરવામાં આવ્યું. તેના તંત્રીઓ હતાં શ્રી ગિજુભાઈ અને શ્રીમતી તારાબહેન. મોન્ટેસોરી પદ્ધતિ એ કેવળ શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની ફિલસૂફી છે.” એ વિચા૨ને અનુસરીને બાલશિક્ષણના સાહિત્યના પ્રકાશન અર્થે સંસ્થાએ પ્રકાશન મંદિર ખોલવાનું નક્કી કર્યું. તેની જવાબદારી ગોપાલરાવ વિક્રાંસે ઉપાડી લીધી. ગિજુભાઈ એટલે ‘બાળ કેળવણીની જંગમ વિદ્યાપીઠ'. તેમના શિષ્યોએ ગુજરાતભરમાં બાળકેળવણીનો ડંકો વગાડ્યો. બાળકો માટેનું વિપુલ સાહિત્યસર્જન એ બાલશિક્ષણક્ષેત્રે ગિજુભાઈનું નવપ્રસ્થાન. જુગતરામભાઈ દવે ઇ. સ. ૧૯૨૧-૨૨માં ભાવનગર આવેલા. તેમણે દક્ષિણામૂર્તિ બાલમંદિર પર કાવ્યની ધજા ચડાવી. બાલમંદિરિયું, બાલમંદિરિયું, અમારું સુંદર સોહાય, વહાલું મારું બાલમંદિરિયું. જુગતરામભાઈ અને ગિજુભાઈએ ‘ચાલણ ગાડી'નાં છું. પ્ર. ૬૬ Jain Education Intemational > ૫૨૧ સર્જનથી બાલસાહિત્યસર્જનનાં શ્રીગણેશ માંડ્યા. એ પછી આવ્યાં ‘મોટીબેન’, ‘સુંદરપાઠો’, ‘ભેરુ' અને ‘આંબાવાડિયું’. આમ બાલસાહિત્યનું અનેકવિધ સર્જન થવા લાગ્યું. બાલસાહિત્યમાળા, બાલસાહિત્ય ગુચ્છ અને વાટિકા, બાળવાર્તાઓ અને બાળલોકગીત સંગ્રહ, કિશોરકથાઓ, ટૂંકા ટૂંકા વાક્યોની ફૂલજેવી કોમળ અને હળવી શૈલી. દક્ષિણામૂર્તિ ‘બાળસાહિત્યમાળા’ની ૮૦ પુસ્તિકાઓ અને ‘બાળસાહિત્ય ગુચ્છ'નાં ૨૫ પુસ્તકો પ્રકાશિત થયાં. બાલસાહિત્યમાં વિષયવૈવિધ્ય અને સ્વરુપવૈવિધ્ય છે. બાળકને રસ પડે, મંત્રમુગ્ધ કરી દે તેવી ભાષાશૈલી છે. પદ્યમાં નાદમાધુર્ય, લયાત્મક્તા અને ગેયતા છે. અભિવ્યક્તિની આગવી છટા છે. વાર્તામાં ગીતો અને જોડકણાં પણ આવે છે. વાર્તામાં માનવસૃષ્ટિ, માનવેતરસૃષ્ટિ, વાસ્તવિક અને કાલ્પનિક દુનિયા અને જીવંત ગ્રામ પરિવેશ નિરુપાયો છે. શ્રી સુન્દરમે નોંધ્યું છે કે ‘બાળ જોડકણાનાં ૧૬૦ જેટલાં કાવ્યો સાચી કલ્પનાસભર કાવ્યસૃષ્ટિ છે.' એમનાં બાળનાટકોમાં વિષયવૈવિધ્ય અને દશ્યબાહુલ્ય છે. આનંદ આપે તેવા કલ્પનોત્તેજક, ભજવી શકાય તેવાં નાટકો આપ્યાં. ‘દલા તરવાડી', ‘સસાભાઈ સાકળિયા’ વગેરે. ગિજુભાઈમાં ભરપુર વિનોદવૃત્તિ છે. વાર્તાઓમાં હાસ્યરસની છોળો ઊડે છે, તેમનું બાલસાહિત્ય વાંચીને કાકાસાહેબે તેમને બાલસાહિત્યના બ્રહ્મા' કહ્યા છે. ગિજુભાઈએ મા બાપો અને શિક્ષકો માટે શિક્ષણ સાહિત્ય રચ્યું છે. ‘‘આ તે શી માથાફોડ?’’, ‘‘મા બાપ થવું આકરું છે’’ અને ‘‘મા બાપોના પ્રશ્નો’’ એ વાલીશિક્ષણ માટે સર્જેલું સાહિત્ય છે. ‘‘વાર્તાનું શાસ્ત્ર’” અને ‘કલાકારીગરીનું શિક્ષણ' સંશોધનગ્રંથો તરીકે શિક્ષણક્ષેત્રમાં નવી ભાત પાડનારાં પુસ્તકો છે. ‘પ્રાથમિક શાળામાં શિક્ષણ પદ્ધતિઓ' અને ‘‘ભાષા શિક્ષણ'' એ ગિજુભાઈના અનુભવનો નિચોડ આપતા વ્યવહારુ ગ્રંથો છે. ‘મોન્ટેસોરી પદ્ધતિ', બાલ શિક્ષણ મને સમજાયું તેમ' વગેરે શિક્ષણશાસ્ત્ર વિશેનાં પુસ્તકો છે. ‘પ્રાસંગિક મનન’ અને ‘શાંત પળોમાં' વિચાર-ચિંતનનો પરિચય કરાવે છે. ‘દિવાસ્વપ્ન' એ ગિજુભાઈનું શ્રેષ્ઠ સાહિત્યિક પ્રદાન ગણાયું છે. ગિજુભાઈના સાહિત્યને ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘રણજીત રામ સુવર્ણચંદ્રક' એનાયત થયો.' ગિજુભાઈના અધ્યક્ષપદે અમદાવાદમાં શારદામંદિ૨માં બીજું મોન્ટેસોરી સંમેલન યોજાયું. આ સંમેલન વધુ ગંભીર, વધુ સમૃદ્ધ, ઊંડાણભર્યું અને કાર્યક્ષમ નીવડ્યું. ગિજુભાઈએ પોતાના પ્રત્યક્ષ અનુભવની વાતો કહી. તેઓ આદર્શવાદીની સાથે વ્યવહારકુશળ પણ હતા. સૌથી વિશેષ તો તેઓ બાળકેળવણીના આર્ષદ્રષ્ટા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy