SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ > ગૌર વર્ણ, તેજસ્વી ચહેરો અને પારદર્શક આંખોવાળાં કસ્તૂરબહેનના વ્યક્તિત્વની આભા સૌને પ્રભાવિત કરનારી હતી. નીડર અને સાહસિક પ્રવૃત્તિનાં કસ્તૂરબહેનના વ્યક્તિત્વની વિશેષતા એ હતી કે સામાજિક કુરિવાજો અને અન્યાય સામે તેમનો પુણ્ય પ્રકોપ પ્રગટ થતો હતો. જ્યારે દુ:ખી અને પીડિત લોકો પ્રત્યે તેમના હૃદયમાં અપાર કરણા હતી. ગૃહસ્થાશ્રમના પ્રારંભનાં વર્ષો સુખ સમૃદ્ધિમાં પસાર થયાં. પણ જીવનનું લક્ષ્ય નિર્ધારિત થયું નહોતું. પાલીતાણા જૈનોનું તીર્થધામ, જૈનમુનિઓના સંપર્કને કારણે જોરસિંહભાઈ જૈનધર્મથી પ્રભાવિત હતા. એક વખત મુનિશ્રી વિજયસૂરિ મહારાજ સાથે જૂનાગઢ ગયેલા. ત્યાં તેમની પાસે દીક્ષા લેવાની ઇચ્છા દર્શાવી. પરંતુ તેઓ ગૃહસ્થાશ્રમી હોવાને કારણે મહારાજશ્રીએ દીક્ષા ન આપી. પરંતુ આઝાદીની લડત માટે દેશને યુવાનોની બહુ જરુર છે એમ કહીને શ્રી. ફૂલચન્દ્રભાઈ શાહ પાસે વઢવાણ જવા સૂચવ્યું. ફૂલચન્દ્રભાઈ પાસેથી તેમને જીવનની દીક્ષા મળી. જોરસિંહ ભાઈએ લગભાઈને ગુરુસમાન માન્યા. એક નવા લક્ષ્ય સાથે તેઓ પાલીતાણા પાછા ફર્યા. શ્રી ફૂલચન્દ્રભાઈએ ‘સત્યાગ્રહ દળ’ની સ્થાપના કરેલી. જોરસિંહભાઈ અને કસ્તૂરબહેન તેમાં જોડાયાં. જોરસિંહભાઈ સાબરમતી આશ્રમમાં જઈને પૂ. ગાંધીજીને મળ્યા. તેમની પ્રેરણાથી પાલીતાણામાં સેવાકાર્યનો પ્રારંભ કર્યો. ઇ. સ. ૧૯૨૧માં પૂ. ગાંધીજીએ ‘એક વર્ષમાં સ્વરાજ્ય’ની હાકલ સાથે ચાર શરતો મૂકેલી (૧) દારૂ નિષેધ (૨) ખાદી અને ગ્રામોદ્યોગ (૩) કોમી એક્તા અને અસ્પૃશ્યતા નિવારણ (૪) રાષ્ટ્રિય શિક્ષણ, જોરસિંહભાઈને દારૂનાં પીંા ઉપરનાં પિકેટિંગના અને વિદેશી કાપડના બહિષ્કારના કાર્યક્રમો હાથ ધર્યા. એરસિહભાઈ અને કસ્તૂરબહેને ખાદી અપનાવી. કસ્તૂરબહેને સાસરિયામાં લાજ કાઢવાનો રિવાજ છોડ્યો. એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજમાં આ ક્રાંતિકારક પગલું હતું. જોરસિંહભાઈ અને કસ્તૂરબહેને સૌરાષ્ટ્રનાં રજવાડાં સામેની લડતો અને રાષ્ટ્રવ્યાપી આંદોલનોમાં સક્રિયપણે ભાગ લીધેલો. ઇ. સ. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ઝેરસિંહભાઈ કાઠિયાવાડના સત્યાગ્રહીઓની ટુકડી સાથે ગયેલા. ઇ. સ. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ વખતે જોરસિંહભાઈ અને કસ્તૂરબહેન નાનાં બે બાળકોને વાળુકડ મોસાળમાં મૂકીને વીરમગામ વીમાં છેડાયેલા. જોરિસંહભાઈએ મીઠાની લતમાં ખુબ માર સહન કર્યો, તેમની ધરપકડ થઈ અને સખતકેદની સજા થતાં સાબરમતી જેલમાં પૂરેલા. જેલમાંથી છૂટ્યા પછી પોલિસીના ક્રમન સામે ફરી ફરીને સત્યાગ્રહ કરતાં તેમની બીજી વાર ધરપકડ થઈ અને જેલમાં પુરાયા. ગાંધી-ઇરવિન કરાર પછી વિરામકાળમાં Jain Education International બૃહદ્ ગુજરાત જોરસિંહભાઈએ ડાંગરવામાં પોતાનું મુખ્ય મથક રાખીને આસપાસના ગામડાંઓમાં લોકજાગૃતિનું કાર્ય કર્યું. ઇ. સ. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ વખતે કસ્તૂરબહેનની ધરપકડ થઈ અને છ માસની સજા થયેલી. ઇ. સ. ૧૯૩૨માં મહેમદાવાદમાં દારૂના પીઠા ઉપર પિકેટીંગ કરતાં પકડાયાં ત્યારે ચાર માસની સજા થયેલી. ઇ. સ. ૧૯૩૩માં વીરમગામમાં સત્યાગ્રહ કરતાં પકડાયાં અને ત્રણ માસની સજા થઈ. ઇ. સ. ૧૯૩૪-૩૪ના સમયગાળામાં ફૂલચન્દ્રભાઈએ રજવાડાઓના અન્યાય અને જોહકમી ભર્યા વલણ સામે પ્રોળ, મોરબી, વણોદ અને ધ્રાંગધ્રામાં લડત આપી. જોરસિંહભાઈ અને કસ્તૂરબહેન પણ તેમાં જોડાયેલાં. ધ્રોળના ઝંડા સત્યાગ્રહ વખતે બહેનો પણ સખત લાઠીચાર્જનો ભોગ બનેલાં. ધ્રાંગધ્રાની લડત વખતે જોરસિંહભાઈ સત્યાગ્રહ સમિતિના આગેવાન સભ્ય હતા. ધ્રાંગધ્રાની લડતને સંપૂર્ણ બલિદાનની ગાથા' તરીકે ઓળખાવવામાં આવેલી. ઇ. સ. ૧૯૩૪માં મુંબઈમાં કોગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે નાનાં બહેન નર્મદાબહેનને લઇને કાયાવાડનાં ભાઈ-બહેનો સાથે કસ્તુરબહેન અધિવેશનમાં ગયેલાં. ત્યાં તેઓએ સ્વયંસેવકો તરીકે કામ કરેલું. ઇ. સ. ૧૯૩૫-૩૬માં કસ્તૂરબહેન બાળકોને લઈને ગાંધી આશ્રમ, પોરબદર જઈને રહેલાં ત્યાં આશ્રમના છાત્રાલયની વ્યવસ્થા સંભાળેલી. ઇ. સ. ૧૯૩૭-૩૮ના વર્ષોમાં પાંચતલાવડા, વલ્લભીપુર અને મોટા ચારોડિયામાં ખેડૂતોના હક્કો માટે સત્યાગ્રહો થયા. ચારોડિયાના આંદોલનમાં બળ પૂરવા માટે ક્ષયભાઈ અને શારદાબહેન, સિંહભાઈ કસ્તૂરબાન વગેરેની પાસે આવીને રહેલાં. સત્યાગ્રહમાં કસ્તુરબહેન અને બહેનો પણ લાઠીમારના ભોગ બનેલાં. આ સત્યાગ્રહમાં આશરે સોએક જણાએ સક્રિય ભાગ લીધેલો. કોઈને માર પડ્યો, કોઇન જમીન-ખોરડાં જમ થયાં, દંડ થયો તો વળી કોઈ હદપાર થયા. સત્યાગ્રહીઓ બમણા ઉત્સાહથી અન્યાય સામે લડતા રહ્યા. ઇ. સ. ૧૯૩૮માં હરિપુરામાં કોંગ્રેસ અધિવેશન વખતે કસ્તૂરબહેન નાન એક માસની દીકરીને લઈને ગયેલાં. ત્યાં સ્વચ્છતા વિભાગમાં સેવા આપેલી. ત્યાંથી આવ્યા પછી કસ્તૂરબહેન વર્તના હરિજન આશ્રમની વ્યવસ્થા સંભાળવા માટે થોડાં વર્ષો રહેલાં. જોરિસંહભાઈ ગામડાંઓમાં રચનાત્મક કાર્ય કરતા હતા. ઇ. સ. ૧૯૩૯-૪૦માં રાજકોટ સત્યાગ્રહ વખતે જોરસિંહભાઈએ એક કસાયેલા સૈનિક તરીકે કણકોટમાં થાણું નાખેલું. નબળા ગ્રામજનોને જાગ્રત કરી સબળા બનાવવા માટેની કામગીરી શરૂ કરેલી. રાજકોટ રાજ્યની દમનનીતિના તેઓ પણ ભોગ બનેલા. થોડો વખત અટકાયતમાં પણ રાખેલા. ઇ. સ. ૧૯૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં જોરસિંહભાઈ અને કસ્તુરબાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy