SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન તેમના વિવેચન ગ્રંથોમાં જે તે વિષયનું વિશદ, પ્રૌઢ અને ગંભીર નિરુપણ કરતી સ્વપ્રતીતિના રણકારવાળી સ્વચ્છ ગદ્યશૈલી, કવિ અને અધ્યાપકના વ્યક્તિત્વની મુદ્રા ઉપસાવે છે. તેમણે તેમનાં પોતાના કાવ્ય ‘વળાવી બા આવી' કાવ્યનું વસ્તુલક્ષી દૃષ્ટિએ રસદર્શન કરાવ્યું છે. એ ખાસ ઉલ્લેખ માગી લે છે. રમણલાલ જોષી વિવેચક અને સંપાદક રમણલાલ જોશીનો જન્મ વિજાપુર તાલુકાના હીરાપુરા ગામે ૨૨-૫-૧૯૨૬ના રોજ થયો હતો. ઇ. સ. ૧૯૫૦માં બી.એ., ઇ. સ. ૧૯૫૪માં એમ.એ. અને ઇ. સ. ૧૯૬૨માં પી.એચ.ડી. થયા. ‘ગોવર્ધનરામ. એક અધ્યયન’, ‘અભીપ્સા’, ‘પરિમાણ’, ‘શબ્દસેતુ', ‘પ્રત્યય', ‘ભારતીય નવલકથા-૧', ‘સમાન્તર', ‘વિનિયોગ’, ‘ગુજરાતી સાહિત્યસભાની કાર્યવાહી, ૧૯૬૩નું ગ્રંથસ્થ વાડ્મય', ‘ગોવર્ધનરામ (અંગ્રેજીમાં), ‘વિવેચનની પ્રક્રિયા’, ‘પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ', ‘નિષ્પત્તિ', ‘પરિવેશ’, ‘વિવેચનની આબોહવા' વગેરે એમના વિવેચનગ્રંથો છે. ગોવર્ધનરામ એમના પ્રિય લેખક છે. તેમના વિશે બોલવું કે લખવું તેમને ખૂબ જ ગમે છે. ઉપરાંત મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે લખવું પણ ગમે. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, બંગાળી અને મરાઠી સાહિત્યમાંથી ખૂબ વાંચે છે. તેમની એક ખાસિયત કે તેઓ ઊગતા સર્જકને નિરાશ ન કરે. તેની પીઠ થાબડીને તેની ભૂલ બતાવે. તેમના પાશ્ચાત્ય કાવ્યતત્ત્વવિચારકો વિષયક સિદ્ધાંતલેખો અને એક ચોક્કસ અભિગમથી કૃતિની આલોચના કરતા વિવેચનલેખોમાં તુલનાત્મક દૃષ્ટિકોણ છે. પોતાને અભિપ્રેત વિચારને તેઓ પશ્ચિમના વિવેચકોનાં વિધાનોથી પ્રમાણિત કરે છે. તેમની શૈલી પ્રાસાદિક છે. આ ઉપરાંત સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃતાંત અને કવિજીવન, શબ્દલોકના યાત્રીઓ-૧ અને ૨, એ ચરિત્રાત્મક ગ્રંથો પણ આપ્યા છે. વળી તેઓ ગુજરાતી સર્જકોનો લઘુપરિચય આપતી ગ્રંથકાર શ્રેણીનું સંપાદન કરે છે અને તેમાં જુદા જુદા અભ્યાસીઓ દ્વારા ૪૦ જેટલા ગ્રંથો પ્રગટ કર્યા છે. મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના સ્વાધ્યાયના પરિચયાત્મક ‘અખેગીતા', ‘અખાની કવિતા', ‘કાવ્યસંચય’, ‘ઉત્તમલાલની ગદ્યસિદ્ધિ’, ‘ગોવર્ધન પ્રતિભા', વગેરે તેમના સંપાદિત અને સહસંપાદિત ગ્રંથો છે. જયંત કોઠારી વિવેચક, સંશોધક અને સંપાદક જયંત કોઠારીનો જન્મ ૨૮-૧-૧૯૩૦ના રોજ રાજકોટમાં થયો હતો. ઇ. સ. ૧૯૫૭માં Jain Education International ❖ 826 ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૫૯માં એમ. એ., ઇ. સ. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્સનો ડિપ્લોમા થયા. ભણતાં ભણતાં રાજકોટમાં કટલેરીની દુકાન અને રેલ્વે ક્લેઇમ્સ એજન્ટ પછી અમદાવાદમાં અધ્યાપક. સાહિત્યવિવેચનાનાં વિવિધ ક્ષેત્રોમાં ઊંડી ગતિ દાખવનાર જયંત કોઠારીએ અનુક્રમ, અનુષંગ, આસ્વાદ, અષ્ટાદશી, ઉપક્રમ, કવિલોકમાં, કાવ્યછટા, ગુજરાતી સાહિત્યવિવેચન, નવલલોકમાં, પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા, વાંકદેખાં વિવેચનો, વિવેચનનું વિવેચન, વ્યાસ, વ્યાસંગ, સંશોધન અને પરીક્ષણ, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તૃતા, સાહિત્યિક તથ્યોની માવજત વગેરે અનેક ગ્રંથો દ્વારા પોતાની વિદ્વત્તા, સંશોધન દૃષ્ટિ, સમતોલ દૃષ્ટિ, કડક પરીક્ષણવૃત્તિ વગેરેનો પરિચય કરાવ્યો છે. તેમણે ભારતીય કાવ્યસિદ્ધાંત, પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા, લેખન સાહિત્યના વ્યાપક પ્રશ્નો તથા સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિ વિવેચનમાં પ્રસ્તુત સંદર્ભે સૈદ્ધાંતિક વિચારણા આપી છે. ઉપરાંત ગાંધીયુગના અને અનુગાંધીયુગીન કેટલીક સાહિત્યિક સમસ્યાઓ (સૌષ્ઠવરાગી અને કૌતુકરાગી વિવેચન પ્રવાહો, ગૃહીતોને પડકારતી નવ્ય વિવેચના, અધ્યતન વિવેચનના અભિગમો, વગેરે) નો વિચાર કર્યો છે. તેમના વિવેચનમાં કવિતા સમીક્ષા, કવિતા આસ્વાદ, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર વગેરે વિષયના જે તે લેખકના ગ્રંથની સમીક્ષા, તેમજ એ જ વિષયની સ્વરુપ વિષયક તેમજ જે તે કૃતિમાં જણાતી વિશેષ લાક્ષણિક્તાના સંદર્ભમાં તપાસઃ લોકસાહિત્ય, સંવાદ, પ્રવાસ, વિવેચન-સંશોધન, ભાષાવિજ્ઞાન, વગેરે વિષયક સમીક્ષા અને અભ્યાસો એમ અનેક પ્રકારનો વ્યાપ જોવા મળે છે. તેમના વિવેચનમાં તર્કનિષ્ઠા અને એ કારણે આપોઆપ જ તથ્યની માવજત, વિગતોની ઝીણવટ અને શાસ્ત્રીય ચોક્સાઈ જણાય છે. તેમણે ‘રસાળ વિવેચન‘ને બદલે વૈજ્ઞાનિક સ્વરૂપે કે પૃથ્થકરણાત્મક પદ્ધતિએ વિવેચન કર્યું છે. કળા એટલે શું?, નાટકમાં રસ અને ક્રિયા, ગુજરાતી નવલકથા વિશે વિચારવિમર્શ, સરસ્વતીચંદ્રના એક પ્રકરણને આધારે કરેલ સમાજમીમાંસા, વગેરે લેખો તેમની પદ્ધતિનાં ઉદાહરણ ગણાવી શકાય. ગુજરાતી વિવેચન પ્રવાહની ઝલક દર્શાવતો લેખ ‘વિવેચનનું વિવેચન' અગત્યનો છે. તેમાં તેઓ નર્મદથી વિવેચનનો પ્રારંભ થયો એમ યોગ્ય રીતે ગણાવી અદ્યતન વિવેચન અભિગમો સુધીની વિચારણાને તપાસે છે. નવી વિવેચનાએ દર્શાવેલ સૂક્ષ્મતા, ઊંડાણ અને કૃતિના સાક્ષાત્ સંપર્ક તરફની ગતિને અભિનંદી તે બૃહત્તા, સમૃદ્ધતા અને અખંડતા તરફ ગતિ કરે એવી આશા પણ વ્યક્ત કરે છે. આ અવલોકન અને નિરીક્ષણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy