SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૬૭ સંગીત ૨ો -ધરમશીભાઈ શાહ નાદબ્રહ્મના સ્વરસાધકો માટે એવું કહેવાય છે કે વિશ્વની ઉત્પત્તિ ઓમકારના નાદથી શરૂ થઈ. નાદ અથવા સ્વરને બ્રહ્મરૂપ કહેવાય છે. સરસ્વતી, નારદજી, ચિત્રસેન આ બધા દેવલોકના સ્વરસાધક-સિદ્ધો છે. સામવેદથી સંગીત પ્રગટ્ય. સંગીતમાં કંઠ્ય અને વાદ્ય આ બે પ્રકારો મખ્ય. રાગ-રાગિણીઓ દેવ-દેવીઓ ભારતીય સંગીતની વ્યાખ્યા ગાયન, વાદન અને નર્તનથી જ સંપૂર્ણ બને છે. આધુનિક જગત સુધી આ વ્યાખ્યાને સૌ કોઈ સ્વીકારે છે અને અનુસરે છે. સંગીત એ જીવનનો આનંદ છે, પરમાત્માને પ્રસન્ન કરવાનું મૂલ્યવાન સાધન અને સાચો સાથી છે. સાચું ધન છે. સ્વ. રમણલાલ વ. દેસાઈએ એક જગ્યાએ નોંધ્યું છે કે “સંગીત એ તપશ્ચર્યા, સંયમ, શિક્ષણ અને સમૃદ્ધિ છે. જેની તુલનામાં સોનું, ચાંદી, હીરા, માણેક કે મોતી મૂકી શકાય નહિ.” એક સમયે સમર્થ ગુજરાતની વિશાળકાય હવેલીઓમાં શિષ્ટ સંગીતજ્ઞો હતા. તેમ આજે પણ જુની પદ્ધતિથી ગાનારા ઘણા માલુમ પડે છે. સોમનાથ એ પશ્ચિમ ભારતનું સમર્થ મહાનતીર્થ હતું, – ત્યાં ઉત્તમ કોટિના સંગીતજ્ઞો હતા. પછી પંદરમી શતાબ્દિમાં નરસિંહ મહેતાએ કાવ્ય, સંગીત અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચી કેદાર, મલ્હાર, સારંગ, દેશિકા, વેલાવલી, માલકોશ વગેરે રાગો દ્વારા ભજનો લખ્યાં અને ગાયાં. ગુજરાતમાં શૈવ, વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયે આ સંગીતકળાને પોષણ આપ્યું તો જૈન મંદિરોમાં પણ ભોજક ભાઈઓ દ્વારા ભારે મોટું પ્રોત્સાહન મળ્યું. સંગીતની દિવ્યજ્યોતિ પ્રગટાવનારા બૈજુ, આદિત્યરામ, ઓમકારનાથજી જેવા મહાન સંગીત જ્યોતિર્ધરો તો જરૂર જોવામાં આવે છે. જેમની કલાનાં તેજસ્વી કિરણો સદીઓના અંધારાં વચ્ચે આજ સુધી ગુજરાતની ધરતીને પ્રકાશમાન અને દેદીપ્યમાન બનાવે છે. સંગીતશાસ્ત્રમાં સૌ કોઈ રસ લેતા થાય તે આશયથી ગુજરાતમાં અનેક મનનીય ગ્રંથો રચાયા છે. રસ કૌમુદી, સંગીતાદિત્ય, સંગીતકલાધર, આ ગ્રંથો ધ્યાન ખેંચે તેવા છે. સંગીતકારોની આ પરિચયાત્મક લેખમાળામાં કેટલાંક પરિચયો માટે ઇ. સ. ૧૯૭૨માં પ્રકાશિત થયેલ નંદલાલ દેવલુક સંપાદિત ભારતીય અસ્મિતા ગ્રંથમાંથી ડૉ. મુળજીભાઈ પી. શાહની લેખમાળાનો આધાર લીધો છે. ગુજરાતના કેટલાક ગણમાન્ય સ્વરસાધકોનો સુપેરે પરિચય પ્રસ્તુત કરનાર નૃત્યાલંકાર શ્રી ધરમશીભાઈ શાહ ઇન્ટર સુધીનો અભ્યાસ કરી સંગીત તથા નૃત્યકલાની સાધના તરફ તેનું મન જાગૃત થયું. નૃત્યાભ્યાસનું પ્રારંભિક શિક્ષાદર્શન શાંતિનિકેતનથી શરૂ કરી, ત્યારપછી મલબારમાં રહી “કથકલી નૃત્ય” માટે નૃત્યાચાર્યથી કુંજુનાયર પાસે એક વર્ષની નૃત્ય શિક્ષા લીધી. ઈ.સ. ૧૯૪૭માં ભારતના ખ્યાતિપાત્ર નૃત્યાચાર્ય શ્રી ઉદયશંકર પાસે શિક્ષા લઈ નૃત્યશેલીમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ભરતનાટ્યમની ઉચ્ચ શિક્ષા મદ્રાસમાં રહી શ્રીમતી રૂખમણી દેવીના શિષ્ય રાજગોપાલ પાસે ગ્રહણ કરી, ભરતનાટ્યમાં સારી પ્રતિષ્ઠા મેળવી. કથકનૃત્યની સાધના સુંદરલાલ ગાંગાની પાસે વડોદરા યુનિવર્સિટીમાં લઈ કથકનૃત્યમાં પારંગત બન્યા. સંગીતમાં દિલરૂબાના વિશારદ છે. શ્રી શાહ ભારતીય નૃત્યના એક મહાન સાધક છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy