SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ‘એર ઇન્ડિયા’ની દેશ-વિદેશની ઓફિસો માટે તેમજ રાષ્ટ્રીય સંસ્થાઓ માટે મ્યુરલચિત્રો-ભીંતચિત્રોનું અદ્ભુત સર્જન કરેલ છે. જેને આજે પણ લોકો યાદ કરે છે. શ્રી દવે વડોદરા છોડ્યા બાદ ઘણા વર્ષોથી દિલ્હી સ્થાયી થયા છે. તેમનાં વિવિધ પ્રદર્શનો વખતે તેમના કેટલોગ-કલા અને સર્જનાત્મક ખાસિયતો વિશેનાં ઘણાં લખાણો દૈનિકપત્રમાં પ્રગટ થયેલાં છે. તેમણે બધી જ શૈલીઓ, માધ્યમો અને પદ્ધતિઓમાં સર્જન કર્યાં છે, જેને કહી શકાય કે કલા માટે જ તેઓ જીવ્યા છે. આજે ૭૨ વર્ષની જૈફ ઉંમરે પણ કાર્યરત શ્રી દવેને પોતાની ચિ૨કાળની સેવા બદલ નવી દિલ્હીની કલા પરિષદે ઇ.સ. ૧૯૮૬માં એવોર્ડ પ્રદાન કરેલ છે. તથા ૧૯૮૫માં રાષ્ટ્રપતિએ પણ ‘પદ્મશ્રી’થી નવાજ્યા છે. એક અલગારી કલાકાર શ્રી કનૈયાલાલ યાદવ ઇ.સ. ૧૯૩૨માં મધ્યપ્રદેશના રતલામમાં જન્મી કાળેકરીને અમદાવાદ આવી શ્રી રસિકલાલ પરીખ પાસે ડ્રોઈંગ ટીચ૨નો અભ્યાસ કરી, મુંબઈની જે. જે. આર્ટસ સ્કૂલના ડિપ્લોમા દ્વારા આર્ટ માસ્ટર બનનાર, અલગારી અને ખૂબ ધૂની પ્રકૃતિ અને પોતાને ‘વૉનગોંગ' સમજી તેવા ખ્યાલમાં રાચતા આ કલાકાર બ્રિટીશ જમાનામાં શાળાઓમાં શીખવાડાતું રેખાંકન, જળરંગી, પશુપંખીઓના અભ્યાસ, પ્રોર્ટ્રેઇટ વગેરે કામ સુંદર રીતે કરતા. સરસપુર જેવા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી જેવી ચાલીમાં જીવન વ્યતીત કરનાર અને ભાંગી-તૂટી સાયકલ અને ત્રણે ઋતુમાં લાંબા કાળા કોટના પહેરવેશ અને સાથે હાથમાં સ્કેચબુક એવા સદૈવના દાર્શનીક શ્રી યાદવે સી. એન. ફાઈન આર્ટ કોલેજના કલા-શિક્ષક તરીકે કામ કર્યું. પરંતુ ગાંડપણનો હુમલો થતાં નોકરી છોડી શાકભાજીની લારી કરી પણ તેમાં પણ લોકોને પૈસા લીધા વગર શાકભાજી આપી દેતા, તેથી લાંબુ ન ચાલ્યું. અલબત્ત દિમાગ ઠેકાણે આવતાં પુનઃ કલાવિદ્યાલયમાં જોડાયા, ચિત્રો કર્યાં અને લગભગ ૧૮ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા. મિત્રોએ તેમના માનમાં પ્રદર્શનનું આયોજન કર્યું. એક નાની પુસ્તિકા, પોર્ટફોલીઓ અને કાર્ડ, તેમનાં સુંદર ચિત્રોનો ઉપયોગ કરીને કર્યાં. કોમ્યુનિસ્ટ વિચારધારાની જબરજસ્ત અસર તેમના પર Jain Education Intemational <> ૪૨૧ આજીવન રહી. ધનિક કે સુખી ધંધાદારીઓ પત્રકા૨ વર્ગને વખોડવામાં કશું બાકી રાખતા નથી. પોતાના સામાન્ય વખાણમાં કે ચા-પાણી-ભોજનના બદલામાં પોતાનાં ચિત્રો આપી દેતા. પરિણામે ધનસંચય કરી શકયા નહીં. તેથી ઘર, બાળકો, પત્ની અને વ્હાલસોયાં ચિત્રો બધું રફેદફે થઈ ગયું. અને આખરે એક અલગારી કલાકારની અમીટ છાપ મૂકી ખૂબ જ દયનીય સ્થિતિમાં પાછલું જીવન વિતાવી દિવંગત થઈ ગયા. લલિત કલાના સર્વ માધ્યમોતે દેશવિદેશમાં રજૂ કરતાર શ્રી દશરથ પટેલ ચરોતરના સુખી પટેલ પરિવારમાં જન્મેલા અને અમદાવાદના જૂના શારદામંદિર પાસે મણિભુવન નામે મોટા મકાનમાં ઉછરેલા શ્રી પટેલે સી. એન. વિદ્યાલયમાં માધ્યમિક સુધી શિક્ષણ લીધું. પરંતુ ચિત્રમાં વધુ રસને કારણે ચિત્રકાર રસિકલાલ પરીખની નિશ્રામાં કલાભ્યાસ કર્યો. શક્તિશાળી પ્રતિભાને કારણે ઘણાના સૂચનથી વધુ કલાભ્યાસ માટે મદ્રાસ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે ગયા. ત્યાં ચિત્ર ઉપરાંત શિલ્પ અને ગ્રાફિક્સમાં પણ સારું કામ કર્યું. પુનરાગમન બાદ સી. એન. વિદ્યાલયના પ્રાંગણ માટે ‘ફેર ફુદરડી' ફરતી બાળાઓનું મોટું શિલ્પ બનાવ્યું. જે આજે પણ મોજુદ છે. આ દરમિયાન તેમનો પરિચય કેલિકો મિલના માલિક અને નેશનલ ડિઝાઈન ઇન્સ્ટિટ્યુટ ઓફ અમદાવાદની સ્થાપનાના પ્રણેતા અને ડિરેક્ટર એવા ગીરાબ્વેન અને ગોત્તમ સારાભાઈ સાથે થયો. તેઓએ પ્રતિભા પારખીને કલાવિભાગના વડા તરીકે પટેલની નિમણૂંક કરી અને પરિશ્રમી કલાકારોને અનુકૂલ મેદાન અને ખર્ચની ચિંતા વિના સર્જન ક૨વા ફલક મળી ગયું. ૩૦ વર્ષના ગાળા દરમિયાન ચિત્રકલા, સીરામીક્સ, ફોટોગ્રાફી, ડિઝાઈન, વિશાળ સર્કકામ, દશ્ય શ્રાવ્ય ચિત્ર દર્શન, દેશ-વિદેશોના પ્રવાસમાં ભારતી કલા કૃતિઓ રજૂ ક૨વાનો અવસ૨, વિવિધ પ્રદર્શનો વગેરેને કારણે તેમની કલા પ્રતિભાનો બહોળો વિકાસ થયો. પોતાના પ્રિયપાત્ર ડાન્સર ચંદ્રલેખાના સંબંધોના ભાવાત્મક પ્રતિભાવરૂપ આ સંસ્થામાંથી નિવૃત્તિ લઈ ઘણો સમય મદ્રાસ રહ્યા. હાલ પણ થોડો સમય અમદાવાદ તો થોડો સમય મદ્રાસ રહે છે. આ એક જ એવા કલાકાર છે કે જેમને ‘ડિઝાઈન’ વિષય માટે ‘પદ્મશ્રી’ જેવા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy