SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ‘જનમટીપ' પછી લેખનને વ્યવસાય બનાવી એમણે ચરોતરના ગ્રામજીવનના, ખાસ કરીને પાટીદાર સંસારના વિવિધ પ્રશ્નોની છણાવટ કરતી ઓગણીસેક નવલકથા લખી. ‘જનમટીપ', ધરતીનો અવતાર’, ‘લોહીની સગાઈ' અને ‘તરણાં ઓથે ડુંગર' તેમની પ્રથમ પંકિતની રચનાઓ ગણાય છે. તળપદી ભાષા અને ગ્રામ સંસારનું તેમનું પર્યાલોચન આપણા પર વધુ પકડ જમાવે છે. તેમની વાણીમાં રહેલ એ તળપદી બોલીની મીઠાશે તથા તેમના હૃદયની નિખાલસતા અને સારથે ઘણા વિદ્યાર્થીઓને, વાચકોને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. સમાજદર્શન કરાવતી નવલિકાઓ અને ગ્રામચિત્રો લખ્યા હોવા છતાં મુખ્યત્વે પેટલીકરે ગ્રામજીવનની નવલકથાઓ લખી છે. એમની નવલકથાઓમાં મોટેભાગે ગામડાંના જનસમાજનું, તેની રહેણીકરણીનું અને વ્યવહારનું ચિત્રણ આવે છે. એમની નવલકથાઓમાં કોઈ નાયક કરતાં જનસમાજ જ વાર્તાનું કેન્દ્ર બને છે. પરિણામે એમની નવલકથાઓમાં પાત્રો ચિરસ્મરણીય બની વાચકના મનમાં રહેતાં નથી. નવલકથાઓમાં પ્રસંગની હારમાળાઓ આવે છે અને આ પ્રસંગો કલ્પવામાં એમની સિદ્ધિ મોટી ગણાય શકાય. છતાં પેટલીકરમાં ભાવનાશીલતા અને કલાનું ભાન ચોક્કસ ઓછાં છે. એમની કલામાં સર્વત્ર ચિરંજીવ અંશ દેખાતો નથી. ગ્રામ જીવતતો ગાયક શ્રી પન્નાલાલ પટેલ જન્મ ઇ.સ. ૧૯૧૩. સાબરકાંઠા જિલ્લાના મેઘરજ ગામના વતની. નિરક્ષર એવી ખેડૂત જ્ઞાતિમાં જન્મેલા અને કુમારાવસ્થામાં જ મજૂરી કરવા શહેરમાં ભટકતા અને જેને સાહિત્ય અને અભ્યાસ સાથે કશો સંબંધ નથી એવો માનવી ગુજરાતી વાર્તા સાહિત્યમાં લોકપ્રિય સાહિત્ય સર્જક બને એ વાત જ આશ્ચર્યજનક છે. ‘માનવીની ભવાઈ', ‘વળામણાં’, ‘મળેલા જીવ' ‘ભીરુ સાથી’ ભા. ૧,૨. ‘સુરભિ’, ‘પાછલેબારણે’, ‘ના છૂટકે', ‘સુખ દુઃખનાં સાથી’, ‘લખચોરાસી’, ‘જીવો દાંડ’, ‘જિંદગીના ખેલ', ‘પાનેતરના રંગ’, ‘ઓરતા’ ‘વાત્રકને કાંઠે', ‘જમાઈરાજ’ વગેરે શ્રી પટેલની સાહિત્ય સમૃદ્ધિ છે. સામાન્યરીતે શ્રી પન્નાલાલની કૃતિઓમાં ઉત્તરપૂર્વ Jain Education International ૪૦૫ ગુજરાતનું ગ્રામજીવન વિવિધ રીતે આલેખાયું છે. એમાં જ તળપ્રદેશનાં પાત્રો ને લોકબોલીનો એવો સુંદર અને સચોટ ઉપયોગ થયો છે કે એનાથી લેખક-વાંચક માટે નવો જ રસપ્રદેશ ખુલ્લો થયો છે. તેમની શ્રેષ્ઠ નવલકથા ‘માનવીની ભવાઈ’ છે. તે તેમની લેખનકળાનો ઉત્તમ નમૂનો છે. શ્રીમદ્ કૃષ્ણશંકર શાસ્ત્રીજી મહારાજ નડિયાદ પાસેના સાધી ગામમાં જન્મેલા શ્રી કૃષ્ણશંકર દલસુખરામ શાસ્ત્રી સાધી, નડિયાદમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મેળવી વારાણસી ગયા અને વિશારદ બન્યા. નડિયાદ અને આસપાસના ગામોમાં શ્રીમદ્ ભાગવત્ અને રામાયણની કથાઓ કરતા શાસ્ત્રીજી સ્વપુરુષાર્થે અને શ્રી ઠાકુરજીના અનુગ્રહે આંતરરાષ્ટ્રીય ખ્યાતિના વિદ્વાન પંડિત તરીકે સુખ્યાત થયા. તેમણે અમદાવાદ પાસેના સોલા ગામમાં શ્રીમદ્ ભાગવત વિદ્યાપીઠ સ્થાપી. અહીં કર્મકાંડ, દર્શનો, જ્યોતિષ, પુરાણો અને પ્રાચીન પરંપરા પ્રમાણે કર્દમઋષિ અને વરતન્ત્ વિદ્યાલયમાં શીખવાય જ છે પણ તે ઉપરાંત શાલેય શિક્ષણ, કંપ્યુટર અર્વાચીન શિક્ષણની પણ વ્યવસ્થા છે. બાળકોને નિઃશુલ્ક તો ભણાવાય જ વગેરે છે. પણ એમને વસ્ત્ર, પુસ્તકો વગેરેની મદદ પણ વિદ્યાપીઠ આપે છે. તા. ૩-૬-૨૦૦૨ સોમવારે શાસ્ત્રીજી પરમધામમાં પધાર્યા ત્યારે ૪૦૦ થી ૫૦૦ ગાયોની ગૌ-શાળા, અતિથિ નિકેતન, અન્નપૂર્ણા ગૃહ, વાનપ્રસ્થ ભવન, રસરાજ ભગવાનનું કલ્પતરુ પ્રાસાદ નામનું મંદિર-અને તેમાં એમણે સેવેલા સ્વપ્ર પ્રમાણેના સેંકડો પ્રવૃત્તિઓથી ધમધમતા તીર્થને જોઈ તેઓ ગયા. તેમને વિદ્યાવાચસ્પતિ ઉપાધિ, પૂ. શ્રી મોરારીબાપુ અને સંસ્કૃત અકાદમી દ્વારા ગૌરવ એવોર્ડ, રાષ્ટ્રપતિજી દ્વારા સંસ્કૃત પંડિતનું સન્માન, શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈ)ની સાન્દિપની વિદ્યાપીઠ તરફથી ‘બ્રહ્મર્ષિવર્ય'નું સન્માન મળ્યાં છે. ‘‘ભક્તિ નિકુંજ” પર ‘‘વિણાશ્રી’” નામની ગુર્જર ટીકા, શ્રીમદ્ ભાગવતના મૂળ શ્લોકો પરની આઠથી વધુ સંસ્કૃત ટીકાઓના મોટા દળદાર ૨૦ જેટલા ગ્રંથ, શ્રીમદ્ ભાગવતના શ્લોકો પર ગુજરાતીમાં ‘તત્ત્વસુધા'નામની ટીકા, એ એમનું પ્રકાશન પ્રદાન. પ.પૂ. ડોંગરેજી મહારાજે લોક સમુદાય સુધી ભાગવતકથા પહોંચાડી ત્યારે કૃષ્ણશંકર દાદાજી ‘કલાસ’ના કથાકાર, પંડિતો માટેના કથાકાર હતા. બન્ને પોતપોતાની રીતે અનુપમ અને મહાન હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy