SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૯૫ ગુન્શતી સાહિત્યંના ગધસ્થાનીઓ અને આખ્યાનકાણે –પ્રો. જતાઈત જ. દવે વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યત્તિ, મધ્યમ અને વૈખરી. વૈખરી સૌથી સ્થૂળ રૂપ છે, પણ એમાં સરસ્વતીની વીણાનો રણકાર ભળે ત્યારે એ વાણીને મમ્મટ કહે છે તેમ, નવરસરુચિરા કવિ-ભારતી બની રહે છે. એ બ્રહ્માની ષડ્રસ સૃષ્ટિ કરતાં પણ ઘણી અનોખી હોય છે. મહાકવિ દંડી કહે છે તેમ, અમે કાંઈ નવરા નથીઃ અમે લખીએ-બોલીએ ત્યારે ઈશ્વરની પ્રેરણા અમને જગાડે છે. અને અમારા ચિત્તની વીણા રણઝણી ઊઠે છે. એમાં પદ્યમાં તો સર્જકને છંદ, રાગ, લયનો સધિયારો હોય છે. પણ ગદ્યની વિશિષ્ટ ભાત તો જે-તે સર્જકની સમર્થ પ્રતિભાને આભારી હોય છે. ગદ્યકારો તો પોતાની પ્રતિભાબળે જ પ્રભાવશાળી વાણીનું સર્જન કરે છે. જે શ્રોતાના ચિત્ત પર અમીટ પ્રભાવ મૂકી જાય છે. એમાં ગદ્યલેખન કરતાંય ગધવષ્કૃત્વ અનોખી કળા છે. તત્ક્ષણ શ્રોતાને અભિભૂત કરનારું તત્ત્વ વક્તાની વસ્તૃત્વતા છે. ધર્મક્ષેત્રે અને રાજકારણના ક્ષેત્રે કેટલાક પ્રભાવક વક્તાથી માનવસમુદાય અંજાતો આવ્યો છે. એનો લાંબો ઇતિહાસ છે. આખ્યાનકારો એ પરંપરાના વારસદારો છે. શું ભારતમાં કે શું પશ્ચિમમાં વસ્તૃત્વ (ઓરેટરી)ની ઉજવળ પરંપરા વિકસી હતી. પાછળના પાનાં એ પરંપરાના ગુજરાતના ઉત્તમ ગદ્યકારો-આખ્યાનકારો-વ્યાખ્યાતાઓનો કેટલોક ઇતિહાસ દર્શાવે છે. આ લેખના લેખક પ્રા. જનાર્દનભાઈ જ. દવે ગુજરાતમાં સમર્થ વ્યાખ્યાતા તરીકે સુખ્યાત છે. એમનો જન્મ ઇ.સ. ૧૯૩૬માં વલ્લભીપુરમાં. પિતા સંસ્કૃતના જ્ઞાતા અને આચાર્ય, માતા જબરા વાચનશોખ ધરાવતાં સંસ્કારી સન્નારી. પુત્રને શૈશવથી જ આવું ધાર્મિક-સાહિત્યિક વાતાવરણ મળ્યું. યુવાનવયે ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રો.રવિશંકર જોષી સાહેબ જેવા વિદ્વાન ગુરુનો પ્રભાવ ઝીલ્યો. જોષી સાહેબ જેવા વિદ્વાન, એવા કુશળ વક્તા પણ હતા. જનાર્દનભાઈએ જાણે એ વારસો જાળવી રાખ્યો. બી. એ. અને એમ. એ.માં સંસ્કત, ગજરાતી, હિન્દી વિષય સાથે ઉત્તમ દરજ્જ પદવી તો મેળવીઃ પણ ૨૩ વર્ષની વયે શ્રી વિજયરાજ વૈદ્યના “માનસી”માં “કલ્યાણગ્રામનો ઋષિવર્ય એ લેખ પ્રકાશિત થયે તેઓ લેખક તરીકે પણ પ્રસ્થાપિત થયા. એ રેખાએ શ્રી હનુમાન ચાલીસા ચિંતન', “રાસ પંચાધ્યાયીનું અધ્યાત્મ”, “મહામૃત્યુંજય પ્રસાદ ચિંતન', “આનંદ આશ્રમમાં દર્શન અને વેદાંત પરની વેદમાળાઓ અને બ્રહ્મનાદ, ગુજરાત સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર વગેરે સામયિકોમાંના લેખો તેમને ચિંતક તરીકે પ્રસ્થાપિત કરે છે. તો ભાવનગર યશોનાથ સત્સંગ મંડળમાં ૧૭ વર્ષ સુધી ઉપનિષદો પરનાં વ્યાખ્યાનો, યોગેશ્વર ધ્યાન કેન્દ્ર-મોરબી, પ્રણવાનંદ સંસ્કૃત ભવન-રાજકોટ, પ્રેમપુરી આશ્રમ-મુંબઈ, આનંદ-આશ્રમ બીલખા, યુવક-કેન્દ્ર બીલખા, રામદાસ આશ્રમ ભાવનગર, દિવ્યજીવન સંઘ-ભાવનગર, થીઓસોફિકલ સોસાયટી-ભાવનગરના આશ્રયે એમણે આપેલા યોગ, વેદાંત, તંત્ર, જૈન દર્શન, ભાગવત, ગીતા ઉપનિષદો પરના અસંખ્ય વ્યાખ્યાનો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેનારાં રહ્યાં છે. વિષયનું તલાવગાહી અવલોકન કરતાં પ્રા. દવે સ્પષ્ટ અને પ્રાસાદિક વાણીના સ્વામી છે. આકાશવાણી, સામયિકો, સભાઓમાં પ્રા. દવે પ્રભાવશાળી વક્તા તરીકે ૩૦ વર્ષથી પંકાયા છે. શ્રીધરી, વંશીધરી, સુબોધિની, ટીકાઓના પંડિત વક્તાઓમાંના એક તરીકે એમની ગણના થાય છે. –સંપાદક For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy