SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૧૫ | લોક સંસ્કૃતિના મશાલથીઓ -કેશુભાઈ બારોટ લોકસંસ્કૃતિના વારસાને ઉજાગર કરનારામાંના એક કેશુભાઈ બારોટ સંપાદિત લોક સંસ્કૃતિના આધાર સ્થંભો ગ્રંથ સાહિત્યકારોનાં જીવનની પ્રભાવક અને મહત્ત્વની વિગતો તેમના દ્વારા થયેલ સર્જનની હૃદયસ્પર્શી અને ચોટદાર અભિવ્યક્તિ છે. એ ગ્રંથોમાં ૧૦૪ જેટલા કવિઓના ફોટા સાથેના પરિચયો અપાયા છે. એ પરિચયો દ્વારા નેક, ટેક, દાતારી, મર્દાનગી, વચનપાલન, સતીત્વ, આતિથ્ય સત્કાર, આશરાધર્મ અને દેશભક્તિ જેવા ગુણો દાખવનાર વ્યક્તિઓની છબી ઉપસાવાઈ છે. ૨૦૦૨માં સ્વ. શેઠશ્રી દેવજીભાઈ મૂળજીભાઈ પટ્ટણી (ભાણવડવાળા)ના સહયોગથી સ્મૃતિગ્રંથ સાથે “લોકસંસ્કૃતિના આધાર સ્થંભો” નું પ્રકાશન થયું. તેમાંથી ઠીકઠીક રીતે ટૂંકાવીને અમુક જ પરિચયો સાથે “લોક સંસ્કૃતિના મશાલચીઓ” નામની લેખમાળામાં અત્રે જે તે સર્જકની જીવનલક્ષી વિગતો લોકવાર્તા કથનની વિશિષ્ટ શૈલીથી રસપ્રદ વર્ણનાત્મક ઢબે રજૂઆત જોવા મળે છે. અહીં ભાલણ,પાનાભ, નરસિંહ, મીરાંથી માંડીને દયારામ જેવા ગુજરાતી સર્જકો, હિંદી કવિતાના આદિ કવિ ચંદબારોટ, કબીરપંથી કવિઓ, પ્રાચીનકાળના ચારણ કવિઓ, મેઘાણી, રાયચૂરા અને ચંદરવાકર જેવા સંપાદિત ગુજરાતી સાહિત્યના સર્જકો, લોકસાહિત્યના આરાધકો, બારોટ કવિઓ તેમજ લોકસંસ્કૃતિને જાળવવામાં કરેલ સહાયના અનુસંધાને કર્નલ ટોડ અને ફાર્બસ સાહેબ જેવા પરભાષીઓને પણ આ લેખમાળામાં સમાવી લીધા છે. અહીં કનકકુશળથી માંડીને કેટલાંક સર્જકો તો હજુ સાહિત્યના ઇતિહાસના અભ્યાસીઓથી અપરિચિત છે પણ કેશુભાઈની પારખુ નજરે એ ચડ્યા અને આપણને તેના પરિચયો પણ સાંપડ્યા. અહીં સર્જકોના સર્જનનો સદૃષ્ટાંત પરિચય અને તે દ્વારા ઉપસતી સર્જકની છબી વાચકને મંત્રમુગ્ધ કરે છે. એ સર્વ પરિચિત / અપરિચિત સર્જકો લોકસંસ્કૃતિ સરવાણીને વહેતી રાખનારા બન્યા છે. ' અહીં સંપાદકને ખ્યાલ છે કે કલાપી કે બોટાદકર જેવા કવિ લોકકવિ નથી. પણ તેમાં તેમનો અંગત પક્ષપાત છે. એમ તેઓ નોંધે છે. વળી તેઓ એમ પણ નોંધે છે કે ચંદબારોટના સમગ્ર સાહિત્યનું ભાટ સાહિત્ય કે બારોટ સાહિત્ય નામાભિધાન હોવું જોઈએ. એને બદલે ચારણી સાહિત્ય એ પ્રકારે નામાભિધાન કેમ અને કેવી રીતે થયું હશે? એ અંગે નોંધ કરી આ પ્રકારનો શબ્દપ્રયોગ બરાબર નથી એમ સ્પષ્ટ કરે છે. ઉપરાંત ચંદ વગેરેના સાહિત્યને બારોટ સાહિત્ય તરીકે ઓળખાવવાનો તેમનો આગ્રહ નથી. અને એ અંગે સ્પષ્ટતા કરતા નોંધે છે કે આ પ્રકારનું સાહિત્ય રચવામાં અનેક જાતિઓના કવિઓનો ફાળો છે. આથી આ પ્રકારના સાહિત્યને ડિંગળ સાહિત્ય, પિંગળ સાહિત્ય કે લોકસાહિત્ય જ કહેવું જોઈએ. શ્રી કેશુભાઈને મન લોકસાહિત્ય એટલે સામાન્ય જનસમાજ સમજી શકે, બોલી શકે, રચી શકે તેમજ લોકજીવનમાંથી પ્રગટે છે. તેમને મન નરસિંહ, મીરાં, સૂર, કબીર, ગંગાસતી, મહાત્મા મૂળદાસ વગેરે અનેક સર્જકોની રચનામાં નામચરણ આવતું હોવા છતાં તેમાં લોકજીવન અને સમાજનું દર્શન હોવાથી તેમજ તે સર્જકના લોકજીવનમાંથી પ્રગટ્યું હોવાથી લોકસાહિત્ય જ છે. તેઓ તો મેઘાણીને પણ લોકકવિ ગણે છે. અહીં આપણને શ્રી કેશુભાઈની વ્યાપક અને વિશાળ દષ્ટિનો પરિચય સાંપડે છે. તેમણે માત્ર ગુજરાતી સર્જકો જ નહિ પણ હિંદી સર્જકો, મુસ્લિમ સંતો, જૈન સર્જકો, ચારણ કવિઓ વગેરે પણ સમાવિષ્ટ કર્યા છે. એ દ્વારા લોકસમાજ જાતિપાતિના ભેદભાવથી પર છે. અને એ જ લોકસંસ્કૃતિનું ઉજળું પાસું છે. નિજ આત્માને ઢંઢોળી અન્યને ઢંઢોળનાર આવા ભજનિકો, સંતો અને સર્જકોનો પરિચય અહીં રસળતી અને પ્રવાહી શૈલીમાં અપાયો છે. ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy