SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ કરેલો સમશ્લોકી અનુવાદ ‘ગીતાધ્વનિ’ રૂપે પ્રસિદ્ધ થયો છે. ધર્મ વિશેના તેમના વિચારો આજે ક્રાંતિકારક લાગશે. યુવાવસ્થાથી કિશોરલાલભાઈને દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. દમનો હુમલો આવે ત્યારે ઉધરસ ખાઈને શરીર ક્ષીણ બની ગયું હોય છતાં સ્વસ્થ બન્યે તરત કામે લાગી જતા. ‘હરિજન’ પત્ર ઉપરાંત ‘ઊર્મિનવરચના' માસિકમાં તેમનાં ઘણાં લખાણો પ્રસિદ્ધ થયાં હતાં. ગાંધી વિચારના સમર્થ ભાષ્યકાર તરીકે પણ કિશોરલાલ મશરૂવાળાનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ગુજરાતી સાહિત્ય અને દર્શતશાસ્ત્ર ક્ષેત્રે જેમનું યશસ્વી પ્રદાત છે તે ફીરોઝ દાવર (ઈ. સ. ૧૬-૧૧-૧૮૯૨ થી ઈ. સ. ૩-૨-૧૯૭૮) પારસી જ્ઞાતિએ ગુજરાતને જે થોડા સાહિત્યકારોની ભેટ આપી તેમાં અરદેશર ફરામજી ખબરદાર અને ફીરોઝ દાવર અગ્રસ્થાને છે. ગુજરાતી સાહિત્ય તેમજ દર્શનશાસ્ત્રના ક્ષેત્રે ‘દાવ૨સાહેબ’ ના આદરભર્યા નામથી ઓળખાયેલા પ્રો. ફીરોઝ દાવરનો જન્મ ૧૬-૧૧-૧૮૯૨ના, મહારાષ્ટ્રના અહમદનગ૨ શહેરમાં થયો હતો. બાલ્યાવસ્થામાં, ૧૮૯૬માં તેઓ પરિવાર સાથે અમદાવાદ આવ્યા અને પછી જીવનભર અમદાવાદમાં જ નિવાસ કર્યો. ૧૯૧૨માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી અને પર્શિયન વિષયો સાથે બી. એ. તથા ૧૯૧૪માં એમ. એ. થયા.૧૯૧૬માં અમદાવાદની એલ. એલ. બી. નેટિવ ઇન્સ્ટીટ્યુટના હેડમાસ્તર બન્યા. બે વર્ષે આ કામગીરી બજાવી, ૧૯૧૮માં પૂનાની ડેક્કન કોલેજમાં અંગ્રેજીના લેક્ચરર નિમાયા. ૧૯૨૦માં પ્રો. દાવર સાહેબની બદલી અમદાવાદની ગુજરાત કોલેજમાં અંગ્રેજીના લેક્ચ૨૨ તરીકે થઈ. ત્યાંથી ૧૯૪૭માં વયમર્યાદાને લીધે નિવૃત્ત થયા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ શહેરમાં તે દિવસે આર્ટસ, અને સાયન્સના અભ્યાસ માટે કોલેજો શરૂ કરી હતી. તેની એક કોલેજ એલ. ડી. આર્ટસ કોલેજમાં પ્રો. ફીરોઝ દાવ૨ ૧૯૪૭માં જોડાયા. અને અંગ્રેજી વિભાગના વડા તથા પ્રોફેસર તરીકે યશસ્વી કામગીરી બજાવી, ૧૯૬૬માં નિવૃત્ત થયા. આ રીતે, ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પ્રો. દાવર સાહેબે પૂરા પાંચ દાયકા અખંડિત સેવાઓ આપી હતી. Jain Education International બૃહદ્ ગુજરાત પ્રો. ફીરોઝ દાવર અંગ્રેજી અને તત્ત્વજ્ઞાન ઉપરાંત ઇરાનના ઇતિહાસ તથા સંસ્કૃતિમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. પારસીઓ ઇરાનથી ગુજરાતમાં ઊતરેલા. પ્રો. દાવરે ઇરાન સાથેનો સાંસ્કૃતિક સંપર્ક જાળવી રાખ્યો હતો. ૧૯૫૬માં તહેરાન યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે તેઓ ગયા હતા. ૧૯૬૬માં તહેરાનમાં યોજાયેલી વિશ્વના નામાંકિત ઇરાનીવિદોની પરિષદમાં પ્રો. દાવરને એક પેપરવાંચન માટે નિમંત્રણ મળ્યું હતું. ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી. લિટ્ ની માનાર્હ પદવી એનાયત કરી હતી. પ્રો. ફીરોઝ દાવરની બે પ્રખ્યાત કૃતિઓ ‘મોત ઉપર મનન’ અને ‘ઇરાનનો ચેરાગ’ છે. ‘ઝરથુષ્ટ્ર દર્શન’ નામના તેમના પુસ્તકમાં પારસી ધર્મ અને તેની ફિલસૂફી ઉપર વિશ્વ છણાવટ કરવામાં આવી છે. અંગ્રેજીમાં દાવર સાહેબે ત્રણ પુસ્તકો લખ્યાં છે. ‘રિફ્લેક્શન્સ' એ તેમના અંગ્રેજી ગુજરાતી લેખોનું મરણોત્તર સંપાદન છે. ‘મોત ઉપર મનન’ એ પુસ્તકમાં દાવર સાહેબે મૃત્યુની ફિલસૂફીની ઊંડી ચર્ચા કરી છે. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું તે કદાચ એક માત્ર પુસ્તક છે. પ્રો. દાવરે લખ્યું છે : ‘‘હકીકતમાં મૃત્યુ કોઈ વસ્તુનું થતું જ નથી, માત્ર પદાર્થોનું રૂપાંતર જ થાય છે. પણ આ પદાર્થોના એકીકરણમાં જે ચેતન આવે છે ને એમાં મનના જે વ્યાપાર ચાલે છે, એ જ સુખદુઃખ કર્તા છે. એ જ બંધન અને મુક્તિનું કારણ છે.” જૈતવિધામનીષી અને પદ્મભૂષણ જેવા અનેક ઇલ્કાબોથી વિભૂષિત દલસુખભાઈ માલવણિયા (ઈ. સ. ૨૨-૭-૧૯૧૦ થી ઈ. સ. ૧૯૯૮) જૈન, બૌદ્ધ અને અન્ય દર્શનો તથા જૈન સાહિત્યમાં રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બનેલા દલસુખભાઈ માલવણિયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે થયો હતો. તેમના વડવા ધ્રાંગધ્રા નજીકના માલવણ ગામે રહેતા હતા. એટલે તેમની અટક ‘માલવણિયા' પડી. પિતાને પરચૂરણ વસ્તુઓની દુકાન હતી. સાયલાની નિશાળમાં દલસુખભાઈએ પ્રાથમિક અભ્યાસ કર્યો. તેઓ દસેક વર્ષના થયા અને પિતાનું અવસાન થયું. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી સામાન્ય હતી. દુઃખના દિવસોમાં ગરીબનો બેલી ગરીબ થાય એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy