SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન છે ૨૮૬ વલ્કાલીન સમાજના સંસ્કારદાતાઓ –શ્રી મનસુખલાલ સાવલિયા સંસ્કાર અને સભ્યતા મળી સંસ્કૃતિ કહી શકાય. સંસ્કારિતાને હૃદય સાથે સંબંધ છે. અને બધો જ માનવીય વિકાસ તેને આભારી છે. ધર્મ, કળા, તત્ત્વજ્ઞાન, સાહિત્ય વગેરે માનવીની સમસ્ત જીવનસરણીનું સર્વાગીય દર્શન સાંસ્કૃતિક ઇતિહાસમાં આવી જાય છે. આજ જ્યારે સમય બદલાયો છે, ભાષાવાદ કે કોમવાદના કાતીલ ઝેરથી ભાઈ ભાઈને ખંજર ભોકે છે, માનવતા જેવી ચીજ જાણે કોઈ રહી નથી ત્યારે આપણા સાંસ્કૃતિક ઘડવૈયા સહેજ યાદ આવે છે. વિવિધ ક્ષેત્રે ગુજરાતની વ્યાપક સાંસ્કૃતિક ચેતનાઓ, આજ સુધીમાં સર્જેલા ઉન્નત અભિગમો અને પુરુષાર્થપૂર્ણ સિદ્ધિઓને શું આપણે નામશેષ તો નથી કરી રહ્યાંને? આપણા સાંસ્કૃતિક ઇતિહાસના અમર પાત્રો મીરાં, કબીર, તુલસી કે નરસિંહનાં ભક્તિકાવ્યોની કે તુકારામની નિર્મળવાણીને ઝડપથી ભૂલીતો નથી રહ્યાં ને? આ લેખમાળામાં મનસુખભાઈ સાવલિયાએ સંતોએ સમાજજીવન ઉપર પાડેલા પ્રભાવનું સુંદર દર્શન કરાવ્યું છે. લેખક શ્રી મનસુખલાલ લવજીભાઈ સાવલિયાનો જન્મ ઇ.સ. ૧૯૩૪ની ચોથી ઓક્ટોબરે અમરેલી પાસેના ફત્તેપુર ગામમાં થયો હતો. તેઓ સંતકવિ ભોજાભગતના છઠ્ઠી પેઢીએ વંશજ છે. તેઓએ એમ. એ; એલ. એલ. બી. સુધી અભ્યાસ કર્યો છે. ભોજાભગતના જીવન કવનને નિરૂપતા કુલ પાંચ ગ્રંથો એમણે પ્રગટ કર્યા છે, “ભોજા ભગતનો કાવ્યપ્રસાદ”, “ભોજા ભગતનીવાણી', “સંત કવિ ભોજાભગત” “ભક્તિ શૂરવીરની સાચી', “ભોજો ભગત કહે.” આ ઉપરાંત સંસ્કૃત વિષયના અન્ય ઘણા ગ્રંથો તેમણે અનુવાદિત-સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે. તેમણે “મેઘદૂત'નો પદ્યમાં સમશ્લોકી અને ગદ્યમાં ત્રિવિધ અનુવાદ કર્યો. એમ, ભતૃહરિના ત્રણ શતકોના અને ગદ્યમાં અનુવાદ કર્યા છે. આ ઉપરાંત સુર્ય શતક, ઓમ નમઃ શિવાય, શિવ મહિમ્નસ્તોત્ર, ભજગોવિન્દમ, સંસ્કૃત સાહિત્યનો પરિચયાત્મક ઇતિહાસ વગેરે પુસ્તકો લખ્યાં છે. તેમનું નંદનવનનાં પારિજાત' પુસ્તક ખૂબ વખણાયું છે. મિઝગાલિબના ઉર્દૂ કાવ્યસંગ્રહનો તેમણે ગુજરાતીમાં વિવરણ સાથે અનુવાદ કર્યો છે. તે સિવાય આપણા ઈશ્વરાવતારો અને મહાપુરુષોનાં જીવનચરિત્રો અને સૂક્તિરત્નોનાં દસ પુસ્તકોનો એક સંપુટ પણ તેમણે લખીને પ્રકાશિત કર્યો છે. તેમનાં કાવ્યો, અભ્યાસલેખો અને સંશોધન લેખો પણ વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થતા રહે છે. આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્ર ઉપરથી તેમના કાર્યક્રમો બ્રોડકાસ્ટ અને ટેલિકાસ્ટ થતા રહે છે. - તેમણે વિવિધ કોલેજમાં સંસ્કૃત સાહિત્યના પ્રોફેસર તરીકે સેવા બજાવી છે. જૂનાગઢની શ્રી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આઠ વર્ષ પર્યત સેવા બજાવી હાલ તેઓ સેવાનિવૃત્ત છે. તેઓ જૂનાગઢમાં અને અન્યત્ર અનેક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. -સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy