SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૦૧ સ્વામીનારાયણ સંપ્રદાયના જયોલિશિ -ગોરધનદાસ જે. સોરઠિયા શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર ધર્મની ગ્લાનિ થાય છે. ત્યારે ત્યારે યુગે યુગે હું પ્રગટ થાઉં છું.” સમાજ ઉપર જ્યારે જડતા અને શિથિલતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું, અનીતિ અત્યાચારો ઝડપથી વધી રહ્યા હતા ત્યારે માનવતાની પુનઃ સ્થાપના માટે “અવતાર'ના રૂપમાં સ્વામીનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. અંધકારમાં સબડતી જડવાદી દુનિયાને શાંતિ, સદાચાર અને કરુણાનો પયગામ આપ્યો. લાખો માણસોએ તેમનામાં શ્રદ્ધા મૂકી. સ્વામીનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક અને ઉચ્ચતમ પરંપરાએ સર્વશાસ્ત્રોના સંદોહનરૂપ શિક્ષાપત્રી અને વચનામત જેવા સંપ્રદાયગ્રંથો દ્વારા ગુજરાતના ગામડે ગામડે સંતો-સન્યાસીઓ દ્વારા વિચરણ કરાવીને તત્કાલીન સમાજને ધર્માચરણ અભિમુખ બનાવ્યો. એ વિશાળ અભિયાનની આહલેક આજ વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર પામી રહી છે. આ ભૂમિનું પરમ સદ્ભાગ્ય છે. અઢીસો વર્ષ પહેલાં અંધકાર યુગમાં સ્વામીનારાયણ ભગવાનનું અવતાર કાર્ય ખરેખર તો વિપ્લવકારી હતું. નીતિ અને સદાચાર ઉપર વિશેષ ભાર મૂકનાર આ સંપ્રદાયનો સર્વધર્મ સમભાવ અને વિવિધ વર્ગો માટેની આચારસંહિતા પ્રશંસાપાત્ર ગણાઈ છે. સમાજના નીચલા થરોની નૈતિક તાકાત વધારનાર આત્મશોધક બળ તરીકે સંપ્રદાયના જ્યોતિર્ધરોની કર્મશેલી વિરલ અને અજોડ ગણાઈ છે. લુપ્ત થયેલા ધર્મચર્યાશ્રમને મહાગુજરાતમાં પુન:સ્થાપનાર, સાહિત્ય, સંગીત અને કલાના પ્રવર્તક, શુદ્ધ ભક્તિ અને જ્ઞાનમાર્ગના સંવર્ધક, ભાગવતધર્મ અને વ્યાસ સિદ્ધાંતના બોધક સહજાનંદસ્વામી આપણાં સૌની લાખ લાખ વંદનાના અધિકારી છે. જ્યોતિર્ધરો ઉપરની આ લેખમાળાનું આલેખન કરનાર શ્રી ગોરધનદાસ સોરઠિયાનો જન્મ ઈ.સ. ૧૯૩૨ની ૧૨મી ફેબ્રુઆરીએ અમરેલી જિલ્લાના નાની કુકાવાવ ગામે થયો. જૂનાગઢના પ્રસિદ્ધ સંત શ્રીકૃષ્ણચરણદાસજી સ્વામીશ્રીના વંશજ જીવરાજબાપાના તેઓ પુત્ર થાય. તેમના પિતાશ્રી સંપ્રદાયના અંગોની સેવામાં ઓતપ્રોત થયા-જે સંસ્કાર વારસો શ્રી ગોરધનદાસભાઈએ જાળવી રાખ્યો. સંપ્રદાયની સાહિત્ય પ્રવૃત્તિના પ્રચારમાં સફળ રહ્યા. શ્રીજી મહારાજના દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિત્તે તેમણે સંખ્યાબંધ પ્રકાશનો પ્રગટ કર્યા. શ્રીજી મહારાજની સાહિત્યલેખન-પ્રકાશન પ્રવૃત્તિ સત્સંગ સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. શ્રી સોરઠિયાએ શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરાઈને આ જ પ્રગટાવેલી અનેક સાહિત્યિક દીવડીઓનું મૂલ્યાંકન આજના યુગમાં ભારે આવકારદાયી બન્યું. વિચાર, વાંચન અને બહોળા જાહેરજીવનના અનુભવના ત્રિવેણી સંગમથી ઓપતા એમના જીવનનો એક આદર્શ રહ્યો છે કે “કહેવું તે કરી બતાવવું અને ઝડપથી કરવું” તેમની પ્રકાશિત ગ્રંથમાળાનો મોટો આંકડો એમની | સાબિતી છે. “અમરેલીની આરસી' નામના ગ્રંથમાં તેમની વિપુલ શક્તિનાં દર્શન થાય છે. કર્તવ્ય નિષ્ઠા અને છે પ્રામાણિક્તા એમના સ્વભાવમાં તરી આવતા સગુણો છે. જનસેવા અને આધ્યાત્મિક સાહિત્ય પ્રવૃત્તિ એમના શોખના ખાસ વિષયો છે. મિલનસાર સ્વભાવના શ્રી સોરઠિયાએ આ આયોજનને સારી એવી હૂંફ આપી છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy