SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન બાલકસ્વામી | બાળકદાસજી રામાનંદસ્વામી પરંપરાના સાધુ. રામાનંદના શિષ્ય પીપાજીના શિષ્ય મલુકાદાસની પાંચમી પેઢીએ. મૂળ રાજસ્થાન તરફના. મેસવાણ (તા. કેશોદ, જિ. જૂનાગઢ) ગામે ગાદી સ્થાપી. તેનો શિષ્ય પરિવાર આજે મેસવાણિયા સાધુ તરીકે ઓળખાય છે. ૧૨ શિષ્યો હતા. તેમની સમાધિ છ જગ્યાએ હોવાનું કહેવાય છે. (૧) મેસવાણ, (૨) સોંદરડા, (૩) દ્વારકા, (૪) ગિરનાર, (૫) પ્રયાગઘાટ, (૬) કોટડા (માંગરોળ પાસે) ઇ. સ. ૧૬૨૬. અનેક ચમત્કારમય દંતકથાઓ નોંધાઈ છે. બ્રહ્માનંદ સ્વામી (અવસાન ઇ. સ. ૧૮૩૨) સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-કવિ. સહજાનંદ સ્વામીના શિષ્ય. ખાણ (રાજસ્થાન) ગામે આશિયા શાખના ચારણ-ગઢવી કુટુંબમાં જન્મ. જન્મ નામ : લાડુદાન. ૧૫/૧૮ વર્ષની ઉંમરે ભૂજ ખાતે વ્રજભાષા પાઠશાળામાં રાજકવિ અભયદાનજી પાસે કાવ્યશાસ્ત્ર, પિંગળ, અલંકાર શાસ્ત્રનો અભ્યાસ. ઇ. ૧૮૦૪માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા. ઇ.સ. ૧૮૩૨માં સ્વામીનારાયણ સંપ્રદાયની ઘણી કાવ્યરચના કરી. ભાણ સાહેબ (ઈ. સ. ૧૯૬૮-૧૭૫૫) રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ. રામ કબીર પંથી સંત-કવિ. કનખિલોડ (ચરોતર પ્રદેશ) ગામે લોહાણા જ્ઞાતિમાં પિતા : કલ્યાણદાસજી ઠક્કર અને માતા : અંબાબાઈને ત્યાં જન્મ. ષષ્ટમદાસજીના શિષ્ય. રવિસાહેબના ગુરુ, ખીમસાહેબના પિતા. કમીજડા ગામે જીવતાં સમાધિ. ભોજાભગત | ભોજલરામ (ઇ. સ. ૧૭૮૫-૧૮૫૦) જ્ઞાની-ઉપદેશક સંતકવિ. ગિરનારી સાધુ રામેતવનના શિષ્ય. દેવકીગાલોળ (તા. જેતપુર, જિ. રાજકોટ) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં જન્મ. પિતા : કરસનદાસ, માતા : ગંગાબાઈ, અવટંકે : સાવલિયા. પોતાના બે ભાઈઓ કરમણ અને જસા સાથે અમરેલી પાસેના ચક્કરગઢ ગામે ખેતી કરવા ગયા, અને ફતેહપુર ગામ વસાવ્યું. અમરેલીના ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવને ઉપદેશ આપવા ‘ચાબખા' પ્રકારના ભજનોની રચના કરેલી. શિષ્યો : ૧. જલારામ (વીરપુર), Jain Education International ♦ ૨૪૧ ૨. વાલમરામ (ગારિયાધાર), ૩. જીવણરામ (ફતેપુર). શિષ્ય જલારામને ત્યાં વીરપુર ગામે સમાધિ લીધી. રચના : ‘ચેલૈયા આખ્યાન’, વાર, તિથિ, મહિના, સરવડાં, ‘ભક્તમાળ’ કાફી, હોરી, કક્કો, બાવનાક્ષરી અને ચાબખા. મુક્તાનંદસ્વામી (ઇ. સ. ૧૭૫૮-૧૮૩૦) સ્વામીનારાયણ સંપ્રદાયના સંત-કવિ. અમરેલીમાં સરવરિયા બ્રાહ્મણ આનંદરામ અને વીતરાગી રતનબાઈની પુત્રી રાધાબાઈની કૂખે જન્મ. પૂર્વાશ્રમનું નામ : મુકુન્દદાસ. મૂળદાસજીના શિષ્ય શીલદાસ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરેલી. માતાપિતાના આગ્રહથી લગ્ન કર્યાં. પણ વૈરાગ્ય ભાવ હોવાથી ગૃહત્યાગ. ધ્રાંગધ્રા દ્વારકાદાસજી, વાંકાનેરના કલ્યાણદાસજી અને સરધારના તુલસીદાસજી નામના સાધુઓ પાસે રહેલા. સરધારમાં મહંતપદે હતા ત્યાં રામાનંદસ્વામીનો મેળાપ થયો અને ઇ.સ.૧૭૮૬માં દીક્ષા લીધી. પાછળથી સહજાનંદ સ્વામીની અનન્ય નિષ્ઠાથી સેવા કરી. અવસાન : ગઢડા સ્વામી. મંદિરમાં, રચના : ‘ઉદ્ધવગીતા’, ‘સતીગીતા’, ‘રૂકમિણી-વિવાહ’, ‘મુકુન્દ બાવની’, ‘અવધૂત ગીત’, ‘ગુરુ ચોવીશી', ‘ગુણ વિભાગ' અને ૯૦૦૦ જેટલાં પદો. મૂળદાસજી ભજનિક સંત-કવિ. આમોદરા (જિ. જૂનાગઢ) ગામે સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કૃષ્ણજી-ગંગાબાઈને ત્યાં જન્મ. જીવણદાસ લોહલંગરીના શિષ્ય. જગ્યા : અમરેલી ગામે. શિષ્યો : શીલદાસ, હાથીરામ અને જદુરામ. જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીના રચયિતા. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા' અને કેટલાંક પદો તથા ‘બારમાસી’, ‘હિરનામલીલા’, ‘ગુરુગીતા’, ‘સાસુવહુનો સંવાદ' ‘સમસ્યાઓ’, ‘મર્કટીનું આખ્યાન', ‘ભગવદ્ગીતાનો અનુવાદ’‘ભાગવત બીજો સ્કંધ' વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી: ‘ચૂંદડી’, રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે. અવસાન : સં. ૧૮૩૫ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે. મેકણ/મેકરણ ડાડા (ઇ. સ. ૧૯૩૯-૧૭૩૦) કચ્છ પ્રદેશના સંત-કવિ. કાપડી પંથના સાધુ. જન્મ : કચ્છના ખોંભડી ગામે. ભટ્ટી રજપૂત હરધોળજીને ત્યાં પબાબાઈની કૂખે. ગુરુ : ગાંગોજી કાપડી. સૌરાષ્ટ્રના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy