SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૨૫ * ગરવી ગુજરાતના ગરવા ગુજરાતીઓ કે (પ્રાસ્તવિક નોંધ) કેટલીક વ્યક્તિઓ ભેખધારી હોય છે અને તેઓ જે ક્ષેત્ર કે વિષયમાં ઝંપલાવે છે એને જ પોતાનું જીવનલક્ષ્ય બનાવે છે, પોતાના આવા ભેખની પાછળ એ કોઈ દુન્યવી અવરોધ કે આર્થિક મુશ્કેલીઓના અવરોધને ગાંઠતા નથી. એમનું જીવન અને જગત એટલે એમનું કાર્ય, શ્રી નંદલાલ દેવલુક આપી એક ભેખધારી વ્યક્તિ છે જેણે સમાજને રાષ્ટ્ર, રાજ્ય, ધર્મ કે સંસ્કૃતિના વિરાટ ગ્રંથો આપવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે. છેલ્લા સાડાત્રણ દાયકામાં ઓગણીસ ગ્રંથોનું સફળ સંપાદન કાર્ય કર્યું છે. આમાં વિશ્વથી માંડીને એશિયા, ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર કે છેક ગોહિલવાડ વિશે વિસ્તૃત સામગ્રીનું ચીવટભેર સંકલન કર્યું છે. એમણે એકત્રિત કરેલી એ સામગ્રીની પ્રમાણભૂતતા તેઓ પૂરી ચકાસે છે અને તેથી જ એમના વિરાટ માહિતી ગ્રંથો ઉપરાંત એમના ધર્મ અને સંસ્કૃતિ વિશેના ગ્રંથો પણ અભ્યાસીને માટે મૂલ્યવાન માહિતીનો ભંડાર બની રહી છે. એમણે જૈનધર્મના શ્રમણ ભગવંતો અને શ્રેષ્ઠિવર્ષો વિશે ગ્રંથ પ્રકાશિત કર્યો છે તો ભગવાન મહાવીરના પટ્ટધર ગુરુ ગૌતમસ્વામી અને પારાજશ્રી ત્રિદેવ તથા શાસનદેવી પદ્માવતી દેવી વિશે ગ્રંથો પ્રકાશિત ડો. કુમારપાળ દેસાઈ કર્યા છે, એમનો આ વીસમો ગ્રંથ “બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન" - આ ગ્રંથમાં એમણે ઇતિહાસની તવારીખ આપી છે, ધર્મ, સાહિત્ય, કલા ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનારા વ્યક્તિ વિશેષોનો પરિચય આપ્યો છે. શિક્ષણ, સંસ્કાર અને સમાજના પડવૈયાઓની જીવનઝાંખી આલેખી છે. એમના પ્રત્યેક ગ્રંથની પાછળ એમના લાંબા સમયના પરિશ્રમનો હું સાક્ષી છું; વળી જે સમયે સાહિત્યના વાચનનો પ્રવાહ થોડો મંદ પડ્યો હોય અને તેમાં પણ આવા માહિતીપ્રદ ગ્રંથો પ્રગટ કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હોય ત્યારે શ્રી નંદલાલ દેવલુકે સામા પૂરે તરવાનું સાહસ કર્યું છે. એમણે આપેલા વિપુલ માહિતી સભર ગ્રંથોનું પ્રકાશન ખર્ચ ઘણું હોય છે અને તેથી એમના આવા સાહસને બિરદાવવાનું મન થાય છે. ‘‘બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન' દ્વારા એમણે ગુજરાતની જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાઓનો પરિચય આપ્યો છે. ગુજરાતની પ્રતિભાની ખોજ કરીએ ત્યારે એના વિશિષ્ટ ઉન્મેષો તરફ દિષ્ટ દોડાવવી જોઈએ. TH ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાર્ક પોષણ મેળવે છે તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સ્કૃિતિક પરંપરા વાટે પ્રેરણા પોપણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યક્તિત્વ આવી પરંપરાથી ઘડાય છે - વિકસે છે. ગુજરાત, કનૈયાલાલ મુનશી કહે છે તેમ, જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોય તો તેની ઉપર્યુક્ત સંસ્કાર પરંપરાને કારણે. કોઈ પણ મનુષ્યનો ચહેરોમહોરો, તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાનીમોટી ખાસિયતો - આ બધું આકસ્મિક શ્વેતું નથી; તે એક સુદીર્ઘ, સાતત્યપૂર્ણ અને સંકુલ સાંસ્કૃતિક પરંપરાની નીપજરૂપ હોય છે. ગુજરાતી માટેય આ સાચું છે. Jain Education International ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાત ભારતના નકશામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતના સુદીર્ઘ સાગરકેનારાનો ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. ગુજરાતના ૨૫ જિલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓ સાગરિકનારો ધરાવે છે. તેથી ગુજરાતીની એક ઓળખાવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy