SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨/૩૪ ૪ વર્ષ પછી જૈનશાસનમાં થઈ છે. એક સાથે દીક્ષાઓ આપી ૧૧ દીક્ષાઓ પાદરલીમાં ૨૦૪૪ જેઠ સુદી ૧૦, ૧૨ દીક્ષાઓ તખતગઢમાં ૨૦૪૦ ફાગણ સુદ ૭, ૧૩ દીક્ષાઓ શંખેશ્વરજીમાં ૨૦૫૩ જેઠ સુદ – ૧૦, ૨૮ દીક્ષાઓ સુરતમાં ૨૦૫૬ ફાગણ સુદ - ૭, ૩૮ દીક્ષાઓ પાલીતાણામાં ૨૦૫૮ મહાસુદ ૪. બે, ત્રણ, પાંચની તો સંખ્યા અનેકો છે. કુલ ૨૧૩ દીક્ષાઓ આપી છે. ૨૦૫૭ના ફાગણ સુદ-૩ના ભવ્ય ઐતિહાસિક અંજનશલાકા પ્રસંગે પૂજ્યશ્રી સાથે એકવીશ આચાર્ય ભગવંતો અને એકસો પચીશ જેટલા સાધુ ભગવંતો, પાંચસો સાધ્વીજીઓ, પચીશ ત્રીશ હજાર જેટલાં શ્રાવક શ્રાવિકાઓ દશ દિવસ સુધી ભક્તિસાધના અબુંદાગિરિ સહસ્ત્રફણા પાર્શ્વનાથતીર્થ સંઘ ભેરૂતારક તીર્થમાં કરાવી. પાલીતાણાથી ગિરનારજીનો ભવ્ય છરી પાલક યાત્રસંઘ જેમાં ૩OOO યાત્રિકો અને ૨૦OO સ્ટાફ સાથે કુલ પાંચ હજારનો ભવ્ય યાત્રા સંઘ પૂજયશ્રીની નિશ્રામાં નીકળેલ. જૈનશાસનના આવા મહાન આચાર્યભગવંતના ચરણોમાં કોટિ કોટિ વંદના... પૂ. પંન્યાસશ્રી રવિરત્નવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી સિદ્ધગિરિ સામૂહિક દીક્ષા મહોત્સવ સમિતિના સૌજન્યથી શરદપૂર્ણિમાના ચંદ્ર જેવા શીતલ ગુણોતા સ્વામી, વર્ધમાન તપોતિધિ, મધુર વૈરાગ્યભાષી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ જન્મ વિ.સં. ૧૯૯૨ ફાગણ વદ ૧ જન્મ સ્થળ : રાધનપુર માતા: હીરાબેન પિતા : રતિભાઈ સંસારીનામઃ બાબુભાઈ દીક્ષા ૨૦૧૦ મહાસુદ ૪, મુંબઈ - દાદર, દીક્ષાદાતા : સિદ્ધાંત મહોદધિ પ.પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ. ગુરુદેવ : સિંહગર્જનાના સ્વામી પ. પૂ. આ. શ્રી વિજય મુક્તિચંદ્રસૂરીશ્વર મહારાજ સાહેબ બૃહદ્ ગુજરાત ગણિપદ : ૨૦૪૧ના માગસર સુદ ૬, પાલીતાણા પદદાતા : તપાગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પંન્યાસપદ : ૨૦૪૪ ફાગણ વદ ૩, અમદાવાદ પદદાતા : ધર્મતીર્થ પ્રભાવક પ. પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ આચાર્યપદ : ૨૦૪૬ ફાગણ સુદ ૧૧ પદદાતા તપસ્વીસમ્રાટ પ. પૂ. આ. શ્રી વિજયરાજતિલક સૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યશ્રીનો ગુણવૈભવઃ વૈયાવચ્ચ : કોઈનું પણ કરી છુટવું, આ વૃત્તિને લઈને સમુદાયમાં સૌને પ્રિય છે. પહેલાં ઘણી વખત ૫૦ સાધુ ભગવંતોની માંડલીનું પાણી એકલા હાથે લઈ આવતા હતા. - વિ.સં. ૨૦૧૨માં તેઓની ભક્તિ જોઈને પૂજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ માંડલીમાં જણાવતા કે પ્રભાકર વિ. મ. સા.ની ભક્તિ ચોથા આરાના સાધુની યાદ આપે છે. - સમ્મદર્શકની નિર્મળતા માટે વિ.સં. ૨૦૧૭માં અઠ્ઠાઈનાં તપમાં ૧૯૫ કિ.મી. વિહાર કરી ફલોધિથી જેસલમેરની પંચતીર્થની યાત્રા કરી. - પૂજ્યશ્રીના ઉપદેશથી ચાલીસથી અધિક જિનમંદિરોનાં નિર્માણ તથા અનેક ગૃહમંદિરોમાં પ્રતિષ્ઠાવિધિ કરાવી. - પૂજયશ્રીના ઉપદેશથી ઔરંગાબાદ વગેરે અનેક પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધારાદિનાં કાર્યો થયાં છે. - શ્રાવકરૂપી ગ્રાહકોને વ્રત-નિયમરૂપી રત્નોના વેપાર માટે આવશ્યક આરાધનાભુવનની મહત્તા સમજાવતાં વીસથી અધિક શ્રીસંઘોમાં ઉપાશ્રયનાં નિર્માણ થયાં છે. - પૂજ્યશ્રીનાં માર્ગદર્શન મેળવી પંદરથી અધિક જ્ઞાનની પરબ સમાન પાઠશાળાની સ્થાપના થઈ છે. - ૩૦ જેટલા છ'રી પાલિત સંઘોમાં નિશ્રા પ્રદાન કરી અનેક જીવાત્માઓને બોધિબીજ પમાડ્યા છે. - શ્રાવક-શ્રાવિકાએ કરેલા તપની પૂર્ણાહુતિના ઉજમણા. ઠેકઠેકાણે તેઓશ્રીની નિશ્રામાં થતાં જ રહે છે. - સ્વાધ્યાય વિના ચેન પડે નહીં. નકામી વાતોને બદલે કંઈપણ સારું વાંચન અને લેખન કરવાના પરિણામે વૈરાગ્યમય ૪૦ પુસ્તકોની જિનશાસનને ભેટ મળી છે. - સમ્યક્યારિત્રની સાધનામાં નિત્ય માંડલીમાં ઊભા ઊભા પડાવશ્યકની આરાધના અપ્રમત્તપણે કરે છે, ૪૯ વર્ષના દીક્ષા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy