SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨/૨૮ ૨ ‘નેમિસૌભાગ્ય કાવ્યમ્’, ‘પરમાત્મપ્રાર્થના દ્વાત્રિંશિકા’, ‘ગૌતમસ્વામીના ત્રણ સ્તોત્રો’, ‘શ્રમણસ્તુતિષોડષિકા', ‘ચાર અષ્ટકો’ વગેરે. તેમ જ સંપાદન કરેલા ગ્રંથોમાં ‘સિદ્ધહેમ-બૃહદવૃત્તિ', ‘અભિધાન ચિંતામણિ', ‘વીશસ્થાનક પૂજનવિધિ' વગેરે અને ગુજરાતી રચનાઓમાં ‘સર્વજ્ઞસિદ્ધિ’, ‘ઐતેન્દ્રસ્તુતિચતુર્વિંશતિ', ‘અમિતગતિકૃત આત્મનિંદાત્મક બત્રીશીનો પદ્યાનુવાદ', ‘આત્મપ્રબોધપંચવિંશતિકાનો પદ્યાનુવાદ', ‘ચોવીશ જિનસ્તુતિઓ’, ‘વીશસ્થાનકપૂજા - કથા’ વગેરે. પૂજ્યશ્રીનું સાહિત્ય સાચે જ જનમનને ઉપકારી અને ઉપયોગી છે. ગ્રંથલેખન સાથે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ પ્રેરક, પ્રભાવક અને આહ્લાદક છે. આગમ જેવા ગૂઢ વિષયોને સમજાવવાની રીત એવી સરળ અને સચોટ છે કે સૌને મંત્રમુગ્ધ બનાવી દે છે. જિનશાસનના પ્રભાવક કાર્યોના પ્રેરણાદાતા પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ પ્રશંસનીય છે : શિષ્યોમાં ૧. પૂ. પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ, ૨. મુનિશ્રી દર્શનવિજયજી મહારાજ, ૩. મુનિશ્રી ગુણશીલવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી લલિતાગંજવિજયજી મહારાજ તેમ જ પ્રશિષ્યોમાં ૧. પંન્યાસશ્રી પુંડરિકવિજયજી ગણિ, ૨. પંન્યાસશ્રી ચંદ્રકીર્તિવિજયજી ગણિ, ૩. મુનિશ્રી રાજહંસવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી સુબોધવિજયજી મહારાજ, ૫. મુનિશ્રી રત્નકીર્તિવિજયજી મહારાજ, ૬. મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજ વિચરી રહ્યા છે. એવા એ પૂયવરને પગલે પગલે જિનશાસનનું ઉજ્જવલ અને વિમલ દર્શન પ્રાપ્ત થાય છે તે સૂરિવરને કોટિશઃ વંદના ! જિતશાસતતા યમ, નિયમ અને ઉધોત માટે સતત જાગૃત અને પ્રવૃત્ત પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ વલસાડ જિલ્લાના ફણસા ગામે થયો હતો. સંસારી અવસ્થામાં તેમને સાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો અને જીવન દિશા બદલાઈ ગઈ. સંસારની માયા-મમતા-મોહ છૂટી ગયાં અને તપ-ત્યાગ-વૈરાગ્યના માર્ગે જવા તત્પર બન્યા. તેમની આ ભાવના અને વિનંતીથી પૂ. આચાર્યદેવ ફણસા પધાર્યા. સં. ૨૦૦૫ના વૈશાખ સુદ ૬ને દિવસે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપી મુનિ શ્રી કલ્યાણસાગરજી નામે ઘોષિત કર્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી, પોતાના શ્રદ્ધેય ગુરુદેવ પાસે આગમો અને અન્ય જૈનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. વ્યાકરણ અને જ્યોતિષના વિષયોમાં પ્રભુત્વ મેળવ્યું. પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને તેઓશ્રીની શાસનસેવામાં સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પૂજ્યશ્રીના જીવનમંત્રો છે. સં. ૨૦૨૮માં Jain Education International બૃહદ્ ગુજરાત મહેસાણા મુકામે પૂજ્યશ્રીને ગણિપદ અર્પણ થયું અને અમદાવાદ મુકામે પંન્યાસપદ અર્પણનો મહોત્સવ ઊજવાયો. સં. ૨૦૩૨માં જામનગર મુકામે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. મહેસાણાના પ્રસિદ્ધશ્રી સીમંધરસ્વામી જિનાલયના નિર્માણ અને વિકાસમાં તેઓશ્રીની પ્રેરણા નોંધપાત્ર છે. પ. પૂ., આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના હાર્દિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતના ભીલાડ સ્ટેશન નજીક નંદી ગામે શ્રી ઓશિયાજીનગર મહાતીર્થ આકાર લઈ રહ્યું છે. જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ઉપર મુંબઈ જતાં જમણી બાજુએ છે. પ્રસ્તુત મહાતીર્થનું નિર્માણ પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન અનુસાર ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ગુજરાતના સીમાડે આ એક નવું તીર્થ આકાર લઈ રહ્યું છે, જે ભવ્યાતિભવ્ય મહાતીર્થ બની રહેશે. ૫. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીએ પોતાના ગુરુદેવ પ. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં રહીને ૨૭ જેટલી અંજનશલાકા કરાવીને ભક્તિધારાનો પ્રારંભ કરેલો. ત્યારબાદ પણ ૨૦૫૪માં ઓશિયાજી મહાતીર્થ - નંદીગ્રામે ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવીને તીર્થનાં ગૌરવને વધાર્યું છે. એ સિવાય શિવમફ્લેટ નવાવાડજ, ગુણનિધ જૈન સંઘ (પ્રગતિનગર) અમીકુંજ સોસાયટી-મહેસાણા, સેઇન્ટ પાર્ક- સુરત, હરિપાર્ક જૈન સંઘ આદિ સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. તેઓશ્રી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સતત પ્રવૃત્ત છે તેમ શાસ્રસિદ્ધાંતના નીતિનિયમોમાં પણ જાગૃત અને આગ્રહી છે. ગુરુભક્તિમાં લીન, ગુરુપ્રેરિત કાર્યોમાં કાર્યરત, એકનિષ્ઠ સ્વભાવવાળા અને મંગલકારી પ્રવચનોથી સૌને પ્રભાવિત કરતા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કલ્યાણસાગરસૂરિજી મહારાજ દીર્ઘકાળ શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના ! શાસનદેવ પૂજયશ્રીને નિરામય દીર્ઘાયુષ્ય બક્ષો એવી અભ્યર્થના સાથે પૂજયશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના ! વર્તમાતકાળતા જૈતસમાજના અદ્વિતીય ગીતાર્થમૂર્ધન્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ . (આલેખન : ૫. પૂ. ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) જિનશાસન એટલે રત્નોની ખાણ, એકથી એક ચઢિયાતા અમૂલ્ય સાધકરત્નો એમાં જોવા મળે. આવું જ એક વિરલ રત્ન આજે હયાત છે. જેમનો ૫૦ વર્ષનો દીર્ઘ દીક્ષાપર્યાય છે. તેઓ નાની વયમાં ૩૦૦ સાધુઓનું આધિપત્ય ભોગવી રહ્યા છે. જેઓ ૪૫ આગમના સાંગોપાંગ જ્ઞાતા છે. જેઓ ખૂબ નાની વયમાં વિશાળ સમુદાયના ગચ્છાધિપતિ પદ ઉપર બિરાજમાન છે. જેઓ જૈન સમાજના અદ્વિતીય ગીતાર્થ મૂર્ધન્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy