SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન શાસનપ્રભાવના કરતાં કરતાં સુખપૂર્વક ખંભાળિયા પધારી ઉપધાન તપની શરૂઆત કરાવી. બા૨ દિવસ પછી એકાએક તબિયત બગડી. સ્વાસ્થ્ય વધુ નરમ પડતાં જામનગર કે અમદાવાદ જેવા, સારી સારવાર મળી શકે એવા શહેરમાં લઈ જવાની તજવીજ થવા લાગી. આ વાતની પૂજ્યશ્રીને જાણ થતાં બધાને કહી દીધું કે, ‘મને ગમે તેવી સ્થિતિમાં અહીંથી બીજે ક્યાંય લઈ જશો નહિ. હું પૂર્ણ સમાધિમાં છું. સૌને ખમાવું છું.' તેઓશ્રીની ઇચ્છાનુસાર ત્યાં જ ઉપચાર શરૂ રાખવામાં આવ્યા. પૂજ્યશ્રીએ છેલ્લા દિવસોમાં કહ્યું પણ ખરું કે, ‘કષ્ટ વેઠીને પણ હાલારની પ્રજાને ધર્મ પમાડજો.' અને સં. ૨૦૩૯ના ફાગણ સુદ ૪ના દિવસે પદ્માસન મુદ્રામાં સમાધિપૂર્વક નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં કાળધર્મ પામી મૃત્યુને મહોત્સવ રૂપ બનાવી ગયા. -શ્રી રામજીભાઈ મેઘજીભાઈ શાહ પરિવાર ઘાટકોપર મુંબઈના સૌજન્યથી ગુર્વાજ્ઞાતા અજોડ ધારક : બારડોલીતા પનોતા પુત્ર : પૂ. આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ. પૂજ્યશ્રીનો જન્મ બારડોલી શહેરમાં થયો. પિતાનું નામ નગીનદાસ અને માતાનું નામ કમળાબહેન હતું. તેઓના ઘરે સં. ૧૯૮૪ના ભાદરવા સુદ ૧ને દિને તેમનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ બારડોલીમાં લીધું. પરંતુ બાલ્યકાળથી જ ધર્મ અને તપ પ્રત્યે તેમની પ્રગતિ આપોઆપ વધતી રહી અને પરિણામે, ૨૧ વર્ષની ઉંમરે સં. ૨૦૦૫ના કાર્તિક વદ ૧૦ને દિવસે મુંબઈમાં દીક્ષા અંગીકાર કરી ત્યારે જીવનનો સાચો માર્ગ મળ્યાની ધન્યતા અનુભવી. દીક્ષા લઈને સ્વાધ્યાયમગ્ન બની ગયા. થોડા જ સમયમાં જૈનદર્શનનું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. સંસ્કૃત અને પ્રાકૃતભાષાનો ઊંડો અભ્યાસ કર્યો. પહેલેથી જ લેખન પ્રત્યે અપૂર્વ રુચિ હતી. વિદ્વદ્ભોગ્ય શાસ્ત્રગ્રંથોને બાળભોગ્ય ભાષામાં ઉતારવામાં તેઓશ્રી વિશેષ કુશળ બન્યા. શાંત સ્વભાવ અને સતત પુરુષાર્થની ભાવનાને લીધે અવિરત લેખન અને વાંચનકાર્ય ચાલ્યા જ કરે છે. પરિણામે, કુશળ પ્રવચનકાર પણ બની શક્યા છે. સુંદર અને શરળ શૈલીમાં પ્રવચનો આપતા સાંભળવા એ લ્હાવો ગણાય છે. તેઓશ્રી ઉત્કટ ચરિત્રની સાધના-આરાધના કરતાં કરતાં સં. ૨૦૨૬ના મહા વદ પાંચમે જૂના ડીસા શહેરમાં ગણિ-પંન્યાસપદ પામ્યા અને અનેકવિધ શાસનપ્રભાવના કરતાં કરતાં પૂ. ગુરુદેવે તેઓશ્રીની વિશેષ યોગ્યતા જાણી અમદાવાદ-સાબરમતીમાં સં. ૨૦૩૧ના મહા સુદ પાંચમે આચાર્ય પદથી અલંકૃત કર્યા. બારડોલી સંઘની ઘણાં વર્ષોની વિનંતીને ધ્યાનમાં રાખીને દીક્ષા પછી ૩૬મા વર્ષે પ્રથમ વા૨ જન્મભૂમિ બારડોલીમાં ચાતુર્માસ પધારતાં આખા ગામમાં આનંદ આનંદ છવાઈ ગયો. જૈનો તો ઠીક, જૈનેતરો પણ તપસ્યામાં અને મહોત્સવોમાં જોડાઈને .. Jain Education International ૨૩૨/૨૫ ઓતપ્રોત થઈ ગયા. પાછલાં સો વર્ષોમાં પણ ન થયો હોય તેવો ભક્તિમહોત્સવ થયો. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુર્વાશામય છે. ગુરુનિશ્રામાં જ પ્રવજ્યાના પંથે આગેકૂચ કરી રહ્યા છે. કઠિન પ્રશ્નનો ઉત્તર આપવો એવો તેઓશ્રીનો નોંધપાત્ર વિનય-વિવેક છે. પોતે સારા એવા અભ્યાસી હોવા છતાં પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે તો બાળકની જેમ જ વર્તે છે. પૂ. ગુરુદેવની અનુકૂળ કે પ્રતિકૂળ આજ્ઞામાં જ પોતાનું જીવન સમભાવે વ્યતીત કરે છે. ‘ગુરુદેવની આજ્ઞા એ જ મારું જીવન' એમ કહેતા તેઓશ્રી કળિયુગમાં અજોડ ઉદાહરણ છે. આજે ૪૧-૪૧ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં કોઈ પણ પળે તેઓશ્રી ગુરુદેવની આજ્ઞામાંથી ચલિત થયા નથી તે ગૌરવરૂપ ઘટના છે. પૂજયશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી સુદર્શનકીર્તિસાગરજી ગણિવર્ય તથા તેમના શિષ્ય મુનિ શ્રી અનંતકીર્તિસાગરજી મહારાજ, ૫. પૂ. મુનિવર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ, પ. પૂ. મુનિવર્યશ્રી ઉદયકીર્તિસાગરજી મહારાજ તથા તેમના શિષ્યો મુનિ શ્રી વિશ્વોદયસાગરજી, મુનિશ્રી વિદ્યોદયકીર્તિસાગરજી અને બાલ-મુનિ શ્રી પુણ્યોદયકીર્તિસાગરજી શોભી રહ્યા છે. એવા પૂજય આચાર્યદેવ શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મહારાજ ગુરુ-ભગવંતની આજ્ઞાને શિરોધાર્ય કરતાં કરતાં ભવ્ય શાસનપ્રભાવના કરતા રહો એ જ અભ્યર્થના ! તથા એ શાસનપ્રભાવના માટે પૂજ્યવરને નિરામય સુદીર્ઘ આયુષ્ય બક્ષવાની શાસનદેવ કૃપા કરે એ જ પ્રાર્થના ! સૌજન્ય : શાંતિલાલ સૂરજલાલ શાહ - પાલનપુર શબ્દાદિ શાસ્ત્રના વિષયમાં જેહની પ્રતિભા ઘણી, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્યો પૂર્ણતા વરવા ભણીઃ શ્રી દેવસૂરિચરણકમલે મધુકર સમા જે ગૂંજતા, લઘુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા. પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ૦ જે ધર્માત્મા વ્યક્તિઓ, તપ-ત્યાગ-તિતિક્ષા-સંયમવૈરાગ્યપાલનની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને, આત્મસાધનાનો આજીવન સામાયિક વ્રતનો મુશ્કેલ માર્ગ સ્વીકારે છે તેઓ પોતાનું કલ્યાણ સાધવા સાથે બીજાઓને પણ કલ્યાણ માર્ગનું દર્શન કરાવીને સૌના ઉપકારી બની જાય છે. પૂ. આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવા જ એક સ્વ-પર ઉપકારક આત્મસાધનાના ધ્યેયને વરેલા અને એ માટે સતત પ્રયત્નશીલ રહેતા શ્રમણશ્રેષ્ઠ છે. જુદા જુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે. અને પોતાનાં પાંડિત્યને ગોપાવવાની શાલીન મનોવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરપાત્ર બન્યું છે. સતત વિદ્યાનિષ્ઠ રહેવાની સાથે સાથે, તેઓશ્રીએ પોતાની સાધનામાં જે તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અખંડ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy