SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨/૨૨ ત્યારથી તેઓશ્રી નાઈલાજે બેસણાં કરવા લાગ્યા. જીભ ઉપર અજબ કાબૂ ધરાવતા હતા. હંમેશાં પાવિહાર કરવાના આગ્રહી હતા. તબિયત લથડી પછી ક્યારેક ડોળીનો ઉપયોગ કરતા. તબિયત લથડ્યા પછી સ્વજીવન વિશે વિશેષ સભાન થઈ ગયા હતા. આરાધનાનો વેગ પણ વધાર્યો હતો. અને સમાધિભાવમાં સવિશેષ લીન રહેતા હતા. અહમદનગરનું ચોમાસું થયું ત્યારે પ્રતિષ્ઠાનાં કાર્યો પૂજ્યશ્રી અને ગુરુબંધુ શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુંદર રીતે ઉજવાયાં હતાં. ત્યારબાદ પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું સંગમનેર મુકામે થયું. ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના કરી-કરાવી. સં. ૨૦૪૫ના કારતક વદ ૪ને દિવસે સકળ સંઘની ઉપસ્થિતિમાં, વિશાળ સાધુવર્ગની નવકારમંત્રની અખંડ ધૂન વચ્ચે, પદ્માવતી આરાધના પૂર્વક અને પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક અંતિમ આરાધના કરી સમાધિપૂર્વક આ નશ્વર જગતમાંથી વિદાય લીધી-કાળધર્મ પામ્યા. સૌજન્ય : પૂ. પં. શ્રી શિવાનંદવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી શ્વે.મૂ. પૂ. જૈન સંઘ - ચાંદવડ - (મહારાષ્ટ્ર) ૯૦૦૦ ઉપરાંત જિનબિંબોની અંજનશલાકા જેમતા વરદ હસ્તે થઈ એવા પરમ શાંત-સૌમ્યમૂર્તિ અને અદ્ભુત શાસત પ્રભાવક પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી મ૦ પરમ શ્રદ્ધેય પૂજ્ય આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પણ સંસાર રૂપી ઉપવનમાં એવા ફૂલ હતા કે જેમની આત્મિક સૌંદર્યશ્રી અદ્ભુત સૌરભથી મહેકતી હતી. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૬૦ના માગશર વદ ૬, તા. ૧૯-૧૨-૧૯૦૩ને શુક્રવારે પંજાબ પ્રાન્તના લુધિયાણા જિલ્લાના જગરામા ગામે થયો હતો. તેમના પિતાનું નામ રામકૃષ્ણદાસજી અને માતાનું નામ રામસખ્ખીદેવી હતું. પૂજ્યશ્રીનું પોતાનું નામ કાશીરામ હતું. તેઓ સ્થાનકવાસી જૈન હતા. બાળક કાશીરામનો ઉછેર જૈનધર્મના આદર્શ સંસ્કારોને અનુરૂપ થયો હતો. બે ભાઈઓ અને ચાર બહેનોનાં વિશાળ કુટુંબમાં જન્મથી જ કાશીરામનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રાથમિક શિક્ષણ વતનની પાઠશાળામાં લઈને આગળ અભ્યાસ માટે લાહોર ગયા. ત્યાં બી. એ.ની પરીક્ષા પ્રથમવર્ગમાં ઓનર્સ સાથે પાસ કરી. પરંતુ કિશોરાવસ્થાથી જ કાશીરામનું મન એકદમ વૈરાગ્યવાસિત બની ગયું હતું. પરંતુ માતાપિતાના આગ્રહથી લગ્ન કરવા પડ્યાં. મૂળ ધર્મની સ્થાનકવાસી હવાને કા૨ણે મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી હતા. આત્મકલ્યાણના પંથે આગળ વધવાની તીવ્રતમ ઇચ્છા હતી. સં. ૧૯૯૪ના પોષ વદ ૧૦ના શુભ દિને તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ. કારણ કે યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજનાં Jain Education International બૃહદ્ ગુજરાત પુસ્તકોએ તેમના મન ઉપર ઘેરી અસર કરી હતી. પરિણામે, અમદાવાદમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યમાં દીક્ષિત થઈને તપસ્વીરત્ન મુનિરાજ શ્રી જિતેન્દ્ર-સાગરજી મહારાજના શિષ્ય બન્યા. અને મુનિ શ્રી કૈલાસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા લીધા પછી પૂજ્યશ્રીની આત્મવિકાસની પ્રક્રિયા ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ. પોતાની અદ્ભુત બુદ્ધિપ્રતિભાને લીધે અલ્પ સમયાવધિમાં જ તેઓશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ, આગમિક, દાર્શનિક અને સાહિત્યિક ગ્રંથોનું નિષ્ઠાપૂર્વક અધ્યયન કર્યું. અગાધ અધ્યયનપ્રીતિ અને અવિરામ અધ્યયનમગ્નતાને કારણે પૂજ્યશ્રીની ગણના વિદ્વાન સાધુઓમાં થવા લાગી. ગમે ત્યાં નૂતન જ્ઞાનની ક્ષિતિજ દેખાય ત્યાં વિહાર કરવામાં કોઈ દિવસ આળસ કે સંકોચ રાખતા ન હતા. તેઓશ્રીની યોગ્યતાને લક્ષ્યમાં લઈને સં. ૨૦૦૪ના મહા સુદ ૧૩ના શુભ દિવસે પૂ. આચાર્યદેવ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને ગણિપદ પ્રદાન કર્યું. અને ૨૦૦પના માગશર સુદ ૧૦ના દિવસે મુંબઈમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ના મહા સુદ પાંચમે સાણંદમાં ઉપાધ્યાયપદે, સં. ૨૦૨૨ના મહા વદ ૧૧ને શુભ દિવસે પૂજ્યશ્રીને નવપદના ત્રીજા પદે—આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. આચાર્યપદની પ્રાપ્તિ પછી સાતમે વર્ષે જ પૂજ્યશ્રી પર પૂરા સમુદાયનો ભાર આવી પડ્યો. સં. ૨૦૨૯માં પૂજયશ્રી ગચ્છનાયક બન્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ને દિવસે મધુપુરી (મહુડી) તીર્થની પુણ્યભૂમિ પર વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં સાગરસમુદાયની પ્રણાલિકા પ્રમાણે વિધિવત્ ‘ગચ્છાધિપતિ’પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના શુભ હસ્તે લગભગ ૨૪ અંજનશલાકાઓ, ૮૦ જિનમંદિરોના જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાઓ, ૨૦ ઉપરાંત ઉપધાનતપની આરાધનાઓ, અનેક ઉપાશ્રયોનું નિર્માણ કાર્ય, ૯૦૦૦ ઉપરાંત જિનબિંબોની અંજનશલાકાઓપ્રતિષ્ઠાઓ થઈ. પૂજયશ્રી ગચ્છાધિપતિ બન્યા હોવા છતાં તેમનામાં સ્વાદલંપટપણું જોવા મળ્યું નથી. તેઓશ્રીએ પ્રાયઃ એકાસણાથી ઓછું તપ કર્યું નથી. સાથે સાથે પૂજ્યશ્રી એવું માનતા કે બદામ, ચોખા વગેરે પરમાત્માને ચઢાવવામાં આવે છે તેથી તે વસ્તુનું મારે પચ્ચક્ખાણ રાખવું. કારણ કે બદામ, ચોખા વગેરે દેરાસરજીમાંથી બહાર વેચાતા હોવાથી તે આવી જાય તો દેવદ્રવ્યનો દોષ લાગે. એટલા માટે જ પૂજ્યશ્રી કદી પણ પંજાબ, કે જે પોતાની જન્મભૂમિ હતી, છતાં ત્યાં ગયા નહિં. પૂજ્યશ્રીએ જીવનભર કદી પણ આધાકર્મી આહારનો ઉપયોગ કર્યો નથી. અરે વિહારમાં શીંગ, ચણા, રોટલા, છાશ, ગોળ વગેરેથી ચલાવી લેતા. પોતાના માટે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy