SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ છે શ્રી નરસિંહભાઈ ગોરધનદાસ ગોંધિયા | શ્રી નરસિંહદાસભાઈનો જન્મ તા. ૧૮-૧૨-૧૯૧૮ એ અમરેલી જીલ્લાના ચલાળા ગામમાં થયો હતો. ધંધાર્થે આફ્રિકા ગયા. દેશભાવનાથી પ્રેરાઈને વતન પાછા ફર્યા. ખાદી કામમાં જોડાઈને લોકસેવાના કામમાં લાગી ગયા. ૧૯૪૨ની ‘હિંદ છોડો' લડતમાં ભાગ લેતાં બે વાર ધરપકડ થઈ અને એકવાર સાડા આઠ માસ તેમજ બીજીવાર છ માસ અમરેલીમાં જેલવાસ ભોગવ્યો. ત્યારબાદ રચનાત્મક તેમજ સહકારી અને ગ્રામસેવાના કામમાં પરોવાયા અને તે દ્વારા લોકસેવાનું મોટું કામ કર્યું. બહારવટિયાઓ સામે લોકોને રક્ષણ આપવા જાનના જોખમે ગ્રામરક્ષક દળો ચલાવ્યાં. ત્યારપછી ૧૯૬૭ તેમજ ૧૯૭૫માં વિધાનસભામાં ચૂંટાઈને નમૂનારૂપ કામગીરી બજાવી. શ્રી વજુભાઈ ફૂલશંકર વ્યાસ શ્રી વજુભાઈનો જન્મ ૭-૧૨-૧૯૧૯ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં થયો હતો. વિદ્યાર્થીકાળથી વિદેશી કાપડ તથા દારૂના પિકેટિંગથી પોતાના રાષ્ટ્રીય જીવનની શરૂઆત કરી ૧૯૩૮માં વળા સત્યાગ્રહમાં સક્રિયભાગ લઈને જેલવાસ ભોગવ્યો. ત્યારબાદ “ફૂલછાબ'ના સહતંત્રી તરીકે થોડો વખત કામ કર્યું. અને ૧૯૪૨ની “હિંદછોડો' લડત શરૂ થતાં તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં જોડાયા અને ચૂડામાં છુપાવેશે રહીને પત્રિકા પ્રકાશનની જવાબદારી પાર પાડી. સરકારી વાહનવ્યવહાર થંભાવી દેવા માટે જાનના જોખમે ચાર વર્ષ બૃહદ્ ગુજરાતી સુધી ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી. સ્વરાજ બાદ સમાજ કલ્યાણખાતાના અધિકારી તરીકે જોડાયા. અને પછાતવર્ગોની સેવા કરી. તેમાંથી નિવૃત્તિ બાદ ભાવનગરમાં રહીને પ્રૌઢશિક્ષણ તેમજ હરિજન સેવાનાં કામમાં જોડાયા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં સેવા આપી હતી. શ્રી લલ્લુભાઈ મોતીચંદ શેઠ શ્રી લલ્લુભાઈનો જન્મ ૩૦-૧-૧૯૨૬માં ભાવનગર જીલ્લામાં કુંડલા ગામે થયો હતો. તેમણે ધોરણ ૯ સુધીનો અભ્યાસ કર્યો. ચૌદ વર્ષની ઉંમરે ઘરમાંથી નાસી છૂટીને ધોલેરા સત્યાગ્રહમાં જોડાવા લીંબડી છાવણીમાં પહોંચ્યા. ત્યાં પોલિસે ખૂબ માર માર્યો. ઉંમર નાની હોવાથી છોડી મૂક્યા. સ્મશાનમાં રાત્રીવાસ કર્યો. ફરીથી સત્યાગ્રહમાં જોડાયા. સાબરમતી જેલમાં વિવિધ સજા ભોગવી. ૧૯૪૭માં આરઝી હકૂમત વખતે ગાધકડા ઉપર મોરચો લઈ જવામાં ભાગીદાર બન્યા. ૧૯૭૫ થી ૧૯૮૦ સુધી જનતા મોરચાની સરકારમાં મંત્રી તરીકે સેવા બજાવી. ૧૯૭૫ના કટોકટી કાળમાં પકડાયા. તેમણે અને તેમના સાથીદારોએ મળીને કુંડલા ગ્રામ સેવા મંડળ”ની સ્થાપના કરી. ખાદી, રચનાત્મક કાર્યો તેમજ લોકશાળાઓ દ્વારા લોકજાગૃતિનું વ્યાપક કામ કર્યું. કુંડલાની શૈક્ષણિક, ગોસંવર્ધન તેમજ આરોગ્યને લગતી સંસ્થાઓ ઊભી કરવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું. દુષ્કાળ તેમજ પૂરપીડિતોની મદદ કરવા માટે ભારે જહેમત ઉઠાવી. કલાસ્થાપત્યની આવી પ્રાચીન જગ્યાઓમાંથી ગુજરાતની પ્રજાને નિરંતર કલ્યાણકારી દષ્ટિ મળતી રહી છે. સરસ્વતી મંદિર, દ્વારકા નવલખા મંદિર, સેજકપુર (ઝાલાવાડ) પ્રતોલી રુક્ષ્મણી મંદિર, દ્વારકા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy