________________
૬૮
જન્મ્યો હોય તેને નજરઅંદાજ કરવામાં આવે છે. તે જ કારણે ભગવાન મહાવીરસ્વામીના શ્રમણ સંઘમાં માત્ર વણિક કે વૈશ્ય
કુળનાં જ લોકો પ્રવ્રજ્યા અંગીકાર કરતા નહોતા પરંતુ ક્ષત્રિય, બ્રાહ્મણ અને શૂદ્ર જાતિનાં લોકોને પણ સ્થાન આપવામાં આવતું હતું. ત્યાં કોઈ જ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નહોતો. એ દૃષ્ટિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીનું શાસન અને સંઘ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક (સેક્યુલર) હતો. ભગવાન મહાવીરસ્વામી પોતે ક્ષત્રિય હતા, તો તેમના પટ્ટશિષ્યો ગણધરો બ્રાહ્મણ હતા. બીજી બાજુ ઉદયન જેવા રાજર્ષિ ક્ષત્રિય હતા અને રિકેશી તો ચાંડાળ કુળમાંથી આવતા હતા. એટલું જ નહીં જ્યારે સમગ્ર જિનશાસનની ધુરા સંભાળવાની હોય કે સોંપવાની હોય ત્યારે ગચ્છનાયક ગુરુ ભગવંત પોતાના શિષ્યોમાંથી તે અંગેની યોગ્યતા અને પાત્રતા કોની છે તેની પરીક્ષા કરતા અને તેમ કરતાં પોતાના શિષ્ય પરિવાર કે શ્રમણસંઘમાં કોઈ યોગ્ય વ્યક્તિ ન જણાય તો અન્ય દાર્શનિક પરંપરામાંથી તેવી કોઈ યોગ્ય વ્યક્તિને શોધી તેને યોગ્ય શિક્ષણ આપી સમગ્ર જિનશાસનની ધુરા તેને સોંપતા.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પરંપરામાં આર્ય પ્રભવસ્વામીએ પોતાના અંતિમ કાળ સમયે જિનશાસનની ધુરા સોંપવા માટે યોગ્ય શિષ્યની તપાસ કરી તો પોતાના શિષ્ય પરિવારમાંથી કોઈ યોગ્ય તેમને મળ્યો નહીં પરંતુ તે સમયે વિદ્યમાન જૈન શ્રમણ સંઘ અને શ્રાવક સંઘમાં પણ કોઈ યોગ્ય વ્યક્તિ ન જણાતાં છેવટે અન્ય બ્રાહ્મણ પરંપરામાં વિદ્યમાન શય્યભવ ભટ્ટને યોગ્ય જાણી તેમને પ્રતિબોધ કરવા પોતાના બે સાધુને મોકલે છે. એ પ્રસંગનું રોચક વર્ણન કલ્પસૂત્રની વૃત્તિમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કરેલ છે.
એમાં ખાસ એ જ જોવાનું છે કે સામાન્ય રીતે એ જમાનામાં શ્રમણો અને બ્રાહ્મણોમાં જબરદસ્ત જાતિવૈમનસ્ય હતું તેમ છતાં ભિક્ષા લેવા આવેલ જૈન સાધુના આચારને કારણે તેમને ક્યારેય અપમાનિત કરવામાં આવતા નહોતા, પરંતુ પૂરેપૂરી આતિથ્ય ભાવના સાથે તેઓને ખપે તે આહાર પાણી વહોરાવવામાં આવતાં. તે જ રીતે શ્રી પ્રભવસ્વામીના બે સાધુઓ શય્યભવ ભટ્ટને ત્યાં સાધુઓ માત્ર બે વાક્ય જ બોલે છે કે “ગો હર્ટ! અદો ષ્ટ! તત્ત્વ ન જ્ઞાયતે પરમ્।” આ વાક્યો શય્યભવ ભટ્ટ સાંભળે છે અને તેના ઉપર વિચાર કરે છે. તેને એટલી જ ખબર છે કે જૈન સાધુ ક્યારેય ખોટું બોલે નહીં. આ જૈન સાધુ પ્રત્યેનો વિશ્વાસ. આ જ વિશ્વાસના કારણે
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
તેઓને ધર્મબોધ થાય છે.
હજુ આજે પણ જૈન સાધુઓ પ્રત્યેનો આ વિશ્વાસ અખંડ અને અસ્ખલિત છે એ વાતમાં કોઈ શંકા નથી. સામાન્ય રીતે બધા જ સાધુ-સંન્યાસી પ્રત્યે લોકોને પૂજ્યભાવ અને અહોભાવ હોય છે, પરંતુ જૈન સાધુ પ્રત્યેનો પૂજ્યભાવ સૌથી વિશિષ્ટ છે. સામાન્ય સંન્યાસી જો ભિક્ષા લેવા આવ્યો હોય તો કોઈ પણ ગૃહસ્થ તે સંન્યાસીને પોતાના મકાનના દરવાજેથી જ ભિક્ષા આપીને રવાના કરી દે છે. કદાચ કોઈ વિશિષ્ટ અથવા ચિરપરિચિત સંન્યાસી હોય તો તેને પોતાના દીવાનખંડમાં બેસાડે છે, પરંતુ જૈન સાધુ નિબંધ છેક રસોડા સુધી જઈ શકે તેમ છે અને જાય છે. તેમને કોઈ અટકાવતું નથી કારણ કે કોઈ પણ પરંપરાનાં લોકોને જૈન સાધુ પ્રત્યે એવો અટલ વિશ્વાસ છે કે આ પાંચ મહાવ્રતોને ધારણ કરનાર સાધુ ક્યારેય અયોગ્ય આચરણ કરશે નહીં. આ વિશ્વાસ જૈન શ્રમણસંસ્થાની મૂડી છે, સંપત્તિ છે. એ વિશ્વાસના પાયા ઉપર જ સમગ્ર જૈન સમાજ અને જિનશાસનની ભવ્ય ઇમારત ખડી છે.
તો એ સાથે જૈન શ્રમણ સંસ્થામાં કરાવાતો અભ્યાસ/ અધ્યયન પણ સૌથી વિશિષ્ટ છે. આજે સમગ્ર વિશ્વમાં અધ્યયન માટે મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં જેણે અભ્યાસ કર્યો હોય અને તેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હોય તો જ તેને સમાજ સ્વીકારે છે, પરંતુ જૈન શ્રમણ સંસ્થાના સાધુ-સાધ્વીજી ભગવંતો આ પ્રકારની કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં ગયા વિના જ પોતાના ગુરુ ભગવંત કે વધુમાં વધુ કોઈક પંડિત પાસે અધ્યયન કરી વિદ્વાન બને છે અને સમગ્ર સમાજ તેઓને પંડિત કે વિદ્વાન તરીકે માન્ય કરે છે. સામાન્ય રીતે જૈન શ્રમણ-શ્રમણી જે અધ્યયન કરે છે તેનો વિનિયોગ પોતાના તથા સમાજના કલ્યાણ માટે જ કરે છે.
ઘણા જૈન શ્રમણો નિશાળ કે સ્કૂલ/કોલેજનું પગથિયું પણ ચડ્યા ન હોય છતાં તેઓ સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે અધ્યયન કરતા હોવાથી તેમાં અન્ય કોઈ પણ વ્યવહારુ શિક્ષણ સંસ્થા કરતા વધુ યોગ્યતા હોય છે. એમણે વ્યવહારુ શિક્ષણસંસ્થા દ્વારા આપવામાં આવતી ઉપાધિઓ (ડિગ્રી)ની કોઈ આવશ્યકતા હોતી નથી. એટલું જ નહીં સમગ્ર સમાજ એમના વચનને એક અનુલ્લંઘનીય આજ્ઞા તરીકે સ્વીકારે છે.
જૈન શ્રમણોની શિક્ષણની વિશેષ વ્યવસ્થા ખાસ ધ્યાન
For Private & Personal Use Only
www.jainelibrary.org