SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ભારતીય સંસ્કૃતિમાં ત્યાગનું અનેરું મહત્ત્વ છે, પછી તે ગમે તે પરંપરા હોય. ભારતીય જનમાનસ ઉપર ત્યાગની એક વિશિષ્ટ અસર પહેલેથી જ રહેલી છે. ભારતમાં ધણાં ધાર્મિક સંપ્રદાયો તથા પરંપરાઓ છે. દરેકનો આધાર તે તે સંપ્રદાય કે પરંપરાના સાધુ સંન્યાસીઓ છે. જો સાધુ-સંન્યાસી કે ગુરુ ભગવંત ન હોય તો કોઈ પણ પરંપરા લાંબુ ટકી શકતી નથી એ એક નક્કર વાસ્તવિકતા છે. ભારતમાં બ્રાહ્મણ પરંપરા તથા શ્રમણ પરંપરા હજારો વર્ષથી ચાલી આવે છે. દરેકને પોતાના નીતિ-નિયમો હોય છે અને એ નીતિ-નિયમોનું જે કોઈ પરંપરા ચુસ્તપણે પાલન કરે છે તે દીર્ધજીવી બને છે. અલબત્ત, કોઈ પણ પરંપરામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુસારે નીતિ-નિયમોમાં સામાન્ય ફેરફાર પણ થતા રહે છે. એ પરિવર્તન કોઈ કરતું નથી પરંતુ આપોઆપ રહે છે. આમ છતાં જે તે પરંપરાના મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ છૂટછાટ સ્વીકાર્ય બનતી નથી. શ્રમણ પરંપરામાં જૈન પરંપરા તથા બૌદ્ધ પરંપરા આવે છે. આમ જોવા જઈએ તો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમ બુદ્ધ બંને સમકાલીન હતા અને બંને પરંપરાનો ઉદ્ભવ પણ વૈદિક પરંપરાના યજ્ઞ-યાગાદિમાં થતા પશુબિલના વિરોધમાં જ થયેલ એમ ઇતિહાસકારો માને છે. વસ્તુતઃ જૈન શ્રમણ પરંપરા તો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પહેલાં પણ હતી જ. હા, તેનું સ્વરૂપ થોડું ભિન્ન હતું એટલું જ. એટલે જૈન શ્રમણ પરંપરા બૌદ્ધ શ્રમણ પરંપરાની માફક તદ્દન નવી નથી. ઋષભદેવ ભગવાનથી જૈન પરંપરા ચાલે છે. ઇતિહાસકારોની દૃષ્ટિએ જૈન શ્રમણ પરંપરા અને બૌદ્ધ શ્રમણ પરંપરા માસિયાઈ બહેન જેવી છે. ક્યાંક તો એવું પણ કહેવાયું છે કે બૌદ્ધ પરંપરા ભગવાન પાર્શ્વનાથની પરંપરામાંથી ઉદ્ભવ પામી છે અથવા તો ગૌતમ બુદ્ધ પ્રથમ તે પરંપરામાં સંન્યાસ લીધા પછી તે માર્ગ આત્યંતિક લાગવાથી મધ્યમ માર્ગ તરીકે બુદ્ધે એક નવી પરંપરા પ્રસ્થાપિત કરી. કહેવાય છે કે જ્યારે સિકંદર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર યુદ્ધ કરતાં કરતાં વધારતો વધારતો ભારત તરફ આવી રહ્યો હતો ત્યારે તેણે તેના ગુરુને પૂછ્યું હતું કે હું પૂર્વની મહાન આધ્યાત્મિકભૂમિ ભારતમાં જઈ રહ્યો છું તો ત્યાંથી પાછા વળતા તમારા માટે શું લાવું ? ત્યારે તેના ગુરુએ કહ્યું કે જો શક્ય બને તો મારા, તારા તથા સમગ્ર દેશના કલ્યાણ માટે એક Jain Education International ૬૭ જૈન સાધુને લેતો આવજે. ત્યાર પછી સિકંદર ભારત આવ્યો અને પાશ્ચાત્ય ઇતિહાસકારોના મત પ્રમાણે તેણે ભારતના તે વખતના મહાન રાજવી પૌરુષ સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, પરંતુ પૌરુષના સત્ત્વ આગળ પોતાનું કાંઈ વિશેષ મહત્ત્વ ન હોવાની પ્રતીતિ થતાં પૌરુષને તેનું રાજ્ય પાછું સોંપી પોતે જ્યારે પાછો જવા તૈયાર થયો ત્યારે તેને પોતાના ગુરુનાં વચનો યાદ આવ્યાં અને પોતાના સેવક દ્વારા કોઈક જૈન સાધુની તપાસ કરાવી. જૈન સાધુ તો મળ્યા પરંતુ ખુદ સમ્રાટ સિકંદરને પણ મળવા માટે આવવાની તેણે ના કહી દીધી તો તેના દેશમાં જવાની તો વાત જ ક્યાં કરવી ? જૈન સાધુની આ પ્રકારની ખુમારી જોઈ સિકંદર તાજુબ થઈ ગયો અને તે જાતે જૈન સાધુનાં દર્શન કરવા આવ્યો. અને તે જૈન સાધુને પોતાની સાથે આવવા આગ્રહ કર્યો પરંતુ તેમણે આવા મહાન ચક્રવર્તી જેવા સમ્રાટ સિકંદરની વિનંતીનો અસ્વીકાર કર્યો. આ જ છે જૈન સાધુનું સત્ત્વ. આવા ત્યાગ અને તપના કારણે જ જૈન સાધુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કદાચ આ પૃથ્વી અને ભારતના અસ્તિત્વનો આધાર આવા ત્યાગી તપસ્વી સંત પુરુષો જ છે. જો કદાચ આ પ્રકારના તપસ્વી મહાપુરુષો આ પૃથ્વી ઉપર ન હોત તો આ સમગ્ર પૃથ્વી ઉપર પાપનો ભાર એટલો બધો વધી ગયો હોત કે તેના કારણે આ પૃથ્વી ઉપર જીવવું પણ લગભગ અશક્ય બની જાત. આવા પરોપકારી સંત પુરુષો જે નિઃસ્વાર્થભાવે સમગ્ર સજીવસૃષ્ટિના યોગક્ષેમની ચિંતા કરે છે તે કારણથી તેઓનો પ્રભાવ પણ સમગ્ર વિશ્વમાં પડે છે એ વાતમાં કોઈ શંકા નથી. ત્યાગમાં જૈન પરંપરાના નિયમો અતિ કઠિન છે. તેના કારણે બહુ જ ઓછા જૈન શ્રાવક-શ્રાવિકા સંયમ ધર્મ અંગીકાર કરે છે, પરંતુ તેમના ચારિત્ર્યની સુવાસ એટલી ઉત્કૃષ્ટ હોય છે કે દેશ તેમજ પરદેશમાં પણ તેઓ પ્રત્યે અત્યંત બહુમાનપૂર્વક જોવામાં આવે છે, એટલું જ નહીં માત્ર જૈનો તો બહુમાનપૂર્વક જુએ પરંતુ જૈનેતરો–અજૈન પણ તેમના પ્રત્યે એટલો જ આદર ધરાવતા હોય છે. આ પરિસ્થિતિ આજની નથી બલ્કે ત્રીજા આરાના અંતથી એ જ પ્રમાણે થતું આવ્યું છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે. જૈન પરંપરામાં વ્યક્તિના કુળને કે ગોત્રને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નથી, પરંતુ જે તે વ્યક્તિની આંતરિક પરિણતિને મહત્ત્વ આપવામાં આવે છે. જો વ્યક્તિની આંતરિક પરિણિત શુદ્ધ હોય તો પછી તે કોઈ પણ પરંપરામાં કે કુળમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy