SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ વિશ્વ અજાયબી : સંશોધનની તા. ૨૪, એપ્રિલ ૨૦૦૬ના અંકમાં વિશેષ પ્રકારે નોંધ લીધી છે. વિભિન્ન સમાચાર પત્રોના પત્રકારોએ પણ તેમના કાર્યને અવસરે અવસરે બિરદાવ્યું છે. તેમાં સૌ પ્રથમ અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” (અમદાવાદ આવૃત્તિ)ના તંત્રી અને પીઢ પત્રકાર શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૨ ઓગસ્ટ ૧૯૯૭, શનિવારના “ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તેમના અંગે એક સુંદર લેખ લખ્યો, “જન્મભૂમિ-પ્રવાસી” (મુંબઈ)ની રવિવાર તા. ૬-૫-૨૦૦૧ની પૂર્તિમાં શ્રીમતી અવંતિકાબહેન ગુણવંતભાઈએ પણ તેમના જીવન અને કાર્ય અંગે લખ્યું. શ્રી તુષારભાઈ ભટ્ટ તા. ૧૭ જાન્યુઆરી ૨૦૦૩ના પુનઃ ન્યૂયોર્કથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ” (ગુજરાતી)માં “રેતીમાં રેખાચિત્રો કોલમમાં પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના કાર્યને એક શકવર્તી કાર્ય તરીકે બિરદાવ્યું. ઈ.સ. ૨૦૦૪માં અમદાવાદમાં કોબામાં ભરાયેલી આંતરાષ્ટ્રીય જૈન ડૉક્ટર્સ કોન્ફરન્સમાં ક્વોન્ટમ મિકેનિક્સ અને જૈન દર્શન ઉપર ૪૦ મિનિટ અંગ્રેજીમાં સ્લાઈડ શો સાથે પ્રવચન આપેલ. તે સાંભળી ત્યાં હાજર રહેલ આગમ સંશોધક પરમ પૂજય મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજ ખૂબ પ્રસન્ન થયેલા અને તેમણે તેઓને અભિનંદન આપેલા. અમેરિકાસ્થિત જૈનોની સર્વમાન્ય સંસ્થા જેના (Jain Associations IN Narth AmericaJAINA)ના એજ્યુકેશન કમિટીના ચેરમેન શ્રી પ્રવિણભાઈ કે. શાહ જૈના તરફથી પ્રકાશિત થતાં દરેક પુસ્તકો પ્રકાશિત કરતા પૂર્વે તેમને જોવા માટે સુધારા વધારા કરવા માટે મોકલે છે અર્થાત્ સંપાદન માટે તેમની મદદ લે છે. એ સાથે તેઓએ ઘાટકોપર (પૂર્વ) સ્થિત સંઘવી લેબમાં શ્રી મધુભાઈ સંઘવી, શ્રી રોહિતભાઈ સંઘવી તથા શ્રી સૌમિલભાઈ સંઘવી દ્વારા બટાકા, બટકાની સુકી વેફર, આદુ, મૂળા, ગાજર, શક્કરિયા, ડુંગળી, લસણ વગેરે અનંતકાયના માઇક્રોસ્કોપિક પરીક્ષણ કરાવી તેની વિડિયો ઉતારાવી છે, તો સાથે સાથે બહારનાં ખાદ્ય પદાર્થોમાં પાણીપુરીનું પાણી, બ્રેડ, પિન્ઝાનો વાસી રોટલો, કેડબરી ચોકલેટ તથા શ્રીખંડ વગેરેનું પણ પરીક્ષણ કરાવેલ છે. આ પ્રયોગોનાં પરિણામો જોઈ ઘણા લોકોએ અનંતકાય તથા બજારના ખાદ્યપદાર્થોનો ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીએ વિજ્ઞાનક્ષેત્રે કરેલા ભારે મોટા પુરુષાર્થ બદલ અભિનંદન સાથે લાખ લાખ વંદનાઓ. –સંપાદક વિશ્વની કોઈ પણ સંસ્કૃતિની સર્વોત્કૃષ્ટતાનો આધાર, તેમાં સંસ્કારોનું સિંચન કરનાર, તે કાળની મહાન વિભૂતિઓ ઉપર જ છે. તેઓની વિશિષ્ટ ઉત્તમ પ્રકારની બુદ્ધિની પ્રભાવયુક્ત કલ્પનાઓ અને તે દ્વારા સર્જન પામેલી ઉત્તમોત્તમ કૃતિઓ તત્કાલીન પ્રજાનું અમૂલ્ય ધન છે અને તે જ ભવિષ્યની આવનારી પેઢીઓનો અમૂલ્ય વારસો છે. કેટલાક મનુષ્યો સ્વયં મહાપુરુષ હોય છે તો કેટલાકને સમય મહાપુરુષ તરીકે પ્રસ્થાપિત કરે છે, આમ છતાં બંને પ્રકારના મહાપુરુષો પોતાનાં વિશિષ્ટ કાર્યો દ્વારા, તે કાળના મુકુટમણિ બની તેને શોભાવે છે. તેમના સત્ત્વથી પ્રજા સત્ત્વશાળી બને છે. તેઓ પોતાના ચારિત્ર્યની નિર્મળતાથી સમાજને પવિત્ર બનાવે છે. તેમના ગુણોથી પ્રજા પણ ગુણવાન બને છે અને તેજથી તેજસ્વી બને છે. તેમના પ્રકાશથી સંસ્કૃતિ અધિક દેદીપ્યમાન બને છે. શાસનકર્તા, તત્ત્વચિંતકો, સમાજસેવકો, ધર્મગુરુઓ બધા જ તેમની બુદ્ધિપ્રતિભાનો લાભ લે છે, માર્ગદર્શન મેળવે છે. મહાપુરુષો અને કાળ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. કાળ મહાપુરુષને જન્મ આપે છે એ વાત જેટલી સાચી છે તેટલી એ વાત પણ સત્ય છે કે મહાપુરુષોનું જીવનકાર્ય કાળની શોભા બની રહે છે. તેમનું અદ્ભુત વ્યક્તિત્વ યુગની જ્યોત બની રહે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy