________________
જૈન શ્રમણ
_૬૫
જન શ્રમણ સંઘનો વિશ્વવ્યાપી પ્રભાવ
–પ.પૂ. આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજ
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પટ્ટપરંપરામાં થઈ ગયેલા કેટલાક પ્રભાવક આચાર્ય ભગવંતોનો સામાન્ય પરિચય અત્રે વાંચવા મળે છે. સાથે તેઓના વિશ્વવ્યાપી પ્રભાવનાં કારણો પણ દર્શાવ્યાં છે. છેલ્લા ૨૫00 વર્ષમાં સમગ્ર
ભારતવર્ષમાં ઘણા ઘણા આચાર્યભગવંતો-શ્રમણ ભગવંતો થઈ ગયેલા છે. તેમાંથી ફક્ત શ્રી વજસ્વામી, શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ, યાકિની મહત્તરારૂનુ, શ્રી હરિભદ્રસૂરિજી, કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હીરવિજયસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તથા છેલ્લે છેલ્લા સૈકામાં થયેલા વિશ્વવ્યાપી પ્રભાવ ધરાવનાર શ્રી આત્મારામજી, શ્રી વિજયનેમિસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિજય ઉદયસૂરિજી, શ્રી વિજયનંદનસૂરિજી, શ્રી પુણ્યવિજયજી, શ્રી જંબૂવિજયજી તથા અધ્યાત્મવિદ્યાના અનુભવીઓમાં મુનિશ્રી અમરેન્દ્રવિજયજી તથા ઉપા. શ્રી ભુવનચંદ્રજીનો પણ સામાન્ય પરિચય કરાવ્યો છે.
લેખકશ્રી પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજ જૈનદર્શન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધક છે. પરમ પૂજ્ય શાસન સમ્રાટ આ.શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજના સમુદાયના ગૌરવરૂપ પૂ.આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના વૈજ્ઞાનિક સંશોધન પાછળ પાર્જચંદ્રગચ્છના પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની પ્રેરણા છે.
આ સંશોધનથી પ્રભાવિત થયેલ અમદાવાદની ઇસરો અને પી. આર. એલ. જેવી દેશની અગ્રગણ્ય વિજ્ઞાન સંશોધન સંસ્થાઓના જૈન-જૈનેતર વિજ્ઞાનીઓએ પ્રાયોગિક સંશોધન કરવા માટે એક પ્રયોગશાળાનું આયોજન કરવાનો અનુરોધ કર્યો. તેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક 2674 ewu zizu”(Reserch Institute of Scientific Secrets from Indian Oriental Secriptures-RISSIOS)ની અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી.
આપણા માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ તેઓના સંશોધન કાર્યથી પ્રભાવિત થયા છે અને દેશના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ ડૉ. પી.સી. વૈદ્ય, ડૉ. જયંત વિખુ નારલીકર, ડૉ. નરેન્દ્ર ભંડારી (પી. આર. એલ.) પ્રો. (ડૉ.) કે. વી. મર્ડિયા (યુ.કે.) વગેરેએ તેમના અંગ્રેજી પુસ્તક "Scientific Secrets of Jainism" ની પ્રસ્તાવના, કોમેન્ટ્સ લખી આપી છે. “ચિત્રલેખા” જેવા નામાંકિત પ્રતિષ્ઠિત સાપ્તાહિકે પણ “આભામંડળ” અંગેના તેમના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org