SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ સાથે વજની કઠોરતા પણ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીનાં ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર બની રહ્યું! સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાનો અનુભવ કરતા હતા. કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૯=૦૦ કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. એવા સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન! પૂ.આ.ભ.શ્રી સ્થૂલભદ્રસૂરિજી મ.સા. भूर्येन राधनपुरस्य कृताति ધન્યા प्राप्ता सुसंयमेन गुणेन शुभा પ્રસિદ્ધિ: जैना गमेन भविकाः विकास સ્થૂનમદ્ર’સુપુરું प्रणमामि तं મત્સ્યા|| कुल-श्रृंगार । प्रवचनकार | आर्यप्रवर आचार्यवर, कोविद सरस्वतीके वरद सुत, स्पष्ट धर्मधुरंधर, ધર્મરત, जिनाकाश શ્રીમદ્ પયશસૂરિ', जगवल्लभ સિદ્ધિના સત્પંથના પથિક “શુદ્ધ આચાર, जीवन का आधार હૈ. बहती करुणाधार, नयन का सार હૈ, शब्द का टहुकार कोयल का उपहार है, मधुर व्यवहार जिनका शृंगार હૈં, वांछित पूरणहार कल्पतरु का अवतार है. સંયમ નિરતિચાર વે ‘થનમત્ર' લગાર હૈ...'' Jain Education International भास्वान् । धीमान् ॥ પૃથ્વી પર પરિપૂર્ણ પ્રકાશને પાથરતા પૂર્ણિમાના ચંદ્રની જેમ એક મહાન વિભૂતિનું પચ્ચીસ પચ્ચીસ જિનમંદિરોથી મંડિત એવા રાધનપુર ગામના નિવાસી ધર્માંગાર શેઠ શ્રી કાંતિલાલ વરધીલાલને ત્યાં તારાબહેનની કુક્ષિથી વિ.સં. ૧૯૯૦ના ફાગણ સુદ-૧૫ (પૂર્ણિમા)ના પાવન દિવસે ગરવી ગુજરાતના રાધનપુર ગામની પુણ્યભૂમિ પર અવતરણ થયું. ભવિષ્યના તેજપુંજને વસંતના નામથી સ્વજનોએ નવાજ્યા. ૬૧૧ સંતોનાં પાવન પગલાંના સ્પર્શથી પાવન બનેલી ભૂમિના પ્રતાપે અને ધર્મમાતા તારા-પ્રભાબહેનના ઉજ્જ્વળ સંસ્કારોના સિંચનથી અને સાથે સંતોની વાણીના શ્રવણથી વય વધતાં વૈરાગ્યના અંકુરો અંકુરિત થયા. વ્યાવહારિક જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાનમાં નિર્મળ બુદ્ધિને જોડતાં જીવનબાગને શત શત પાંખડીઓથી સુવાસિત બનાવ્યો. જૈનરત્ન, વ્યાખ્યાન વાચસ્પતિ, વિર્ય, કાવ્યકલા કુશલ, કવિશિરોમણિ ૫.પૂ.આચાર્યશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની વાણી-સુધાના પાનથી સંયમપથના રાગી બની પૂ.શ્રીના વરદ્ હસ્તકમળ દ્વારા રાધનપુરની ધર્મભૂમિ પર વિ.સં. ૨૦૦૭ના વૈશાખ સુદ-૬ના મંગલમય દિવસે સંયમજીવન ગ્રહણ કર્યું અને તર્કનિપુણ, નિત્ય ભક્તામરસ્તોત્રપાઠી પૂ.આ.ભ.શ્રીવિ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પનોતા શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજશ્રી સ્થૂલભદ્રવિજયજી મ.સા.ના નામે પ્રસિદ્ધ થયા. ધારા સહજ વિનય, વૈયાવચાદિ ગુણોથી અલંકૃત પૂ. ગુરુદેવ પૂ. દાદાગુરુદેવની અપ્રમત્તભાવે ભક્તિ સાથે જ્ઞાનાભ્યાસમાં મગ્ન રહી વ્યાકરણ, કાવ્યકોષ, આગમ ગ્રંથોના મહાન સાધક બન્યા. નિર્દોષ મુખાકૃતિ અને નિર્દોષ સ્મિત આબાલગોપાલ સૌમાં આકર્ષણના કેન્દ્ર બન્યા. દૃઢ સંકલ્પના બળે તપોધર્મમાં આગળ વધતાં વર્ધમાન તપની ૮૦ ઓળીના જમારાધક બન્યા. શિષ્યવર્ગને પ્રેરણા કરતા સ્વના પટ્ટાલંકાર કવિરત્ન પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય કલ્પયશસૂરીશ્વરજી મ.સા. અને સ્વાધ્યાયમગ્ન વિર્ય પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય અમિતયશસૂરીશ્વરજી મ.સા.ને વર્ધમાન તપની ૧૦૦ ઓળીના મહાતપસ્વી પ્રવર્તક મુનિ શ્રી કલાપૂર્ણ વિજયજી મ.સા.ને ૧૦૦+૪૦ ઓળીના આરાધક બનાવ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy