________________
૬૧૦
श्री शंखेश्वर पार्श्वनाथ महातीर्थ, तालाद, प्रतापगढ़ एवं મવત્તામર મહાતીર્થ--અમ્યુય ધામ ધાર હા સન માર્ગર્શન भी आप करते है। दोनों संस्थाए आपके मार्गदर्शन में दिन दुनी और रात चौगुनी प्रगति कर रही हैं। प्रतिवर्ष आप बंधुयुगल ओपन बुक एक्जाम का भी आयोजन करते है। हाई एज्युकेशनवाले साधर्मिक बंधुओं को मूक सहायता एवं फिस भरवाने में आपको खूब रुचि है।
नमन हो, वंदन और अभिनंदन हो, बंधु युगल आचार्यदेव के चरणों में ।
सौजन्य : भक्तामर महातीर्थ अभ्युदयधाम पो. धार (म.प्र.) બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત, સંઘ– એકતાના સંયોજક, ક્ષમતા મમતા અને સમતાના સંગમ, ગુણનિધિ સૂરિદેવ
પૂ. આ.શ્રી વિજયઓમકારસૂરિજી મ.
ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈના કુળમાં, માતા કંકુબહેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. સંસારી નામ ચિનુભાઈ હતું. ૧૧ વર્ષની કોમળ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારો ઊભરાઈ આવ્યા અને ચિનુકુમારે બાળમુનિ ૐકારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. ‘કારવિજય’ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પોતીકું આમાં કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી જોવી એ એક ધન્ય દૃશ્ય હતું! ડીસાના ચાતુર્માસ દરમિયાન, હજી તો બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.” પૂજ્યશ્રી મુંઝાયા, પરંતુ ગુરુદેવનાં વચનોને ‘તહત્તિ’ કહીને સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનનો જરા પણ
Jain Education International
વિશ્વ અજાયબી :
અનુભવ ન હતો. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ આવડતું નથી.” ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને ગૌતમપૃચ્છા કેવી કડકડાટ વાંચે છે! બસ, એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલો જ ઉત્તર આપ્યો, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદપૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી! તેઓશ્રી સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાકો સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લહાવો હતો! પોતાના ભિન્ન ભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહોભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતો.
તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયકાર-સૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસાવાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને ઉપાશ્રયો થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હોડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છ'રિપાલિત સંઘો, ઉપધાનો, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જૈનેતરો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનો સાંભળી પ્રસન્ન થતા, અને નિયમો ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકો ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લહાવો હતો. આમ, અનેક વિરલ સદ્ગુણોના સંગમ સમા પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે
For Private & Personal Use Only
www.jainelibrary.org