________________
જૈન શ્રમણ
૫૯૯
નિર્વાણમહોત્સવ ઉજવણી, ચિત્રસંપુટની રચના અને તેનું ઉદ્દઘાટન, ભારત સરકારને ૧૭ લાખનું સોનું અર્પણ કરવું. વગેરે વગેરે અનેક ઐતિહાસિક કાર્યો કરવાં દ્વારા જૈનશાસનની મહાન પ્રભાવના કરી.
મુંબઈ વાલકેશ્વર શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરને દેવવિમાન તુલ્ય બનાવવાનું શ્રેય પૂજ્યશ્રીને ફાળે જાય છે. ત્યાં બિરાજમાન ભગવતી શ્રી પદ્માવતી માતાજી અને અન્ય મૂર્તિઓનું શિલ્પકામ જોઈને સૌ આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે.
પાલિતાણા મુકામે વિ.સં. ૨૦૩૫, માગસર સુદ-૫, તા. ૪-૧૨-૧૯૭૮ની રોજ તેઓશ્રીના આચાર્ય પદવી પ્રસંગે તત્કાલીન ભારત દેશના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ શાલ તથા ખાદીની પછેડી ઓઢાડી જાહેર સત્કારસમ્માન કરી બહુમાન કર્યું હતું. રાષ્ટ્રપતિ, વડાપ્રધાનો, રાજયપાલો, મુખ્યમંત્રીઓ, સ્વતંત્રતા પહેલાં રાજા મહારાજાઓ, સરકારી પદાધિકારીઓ વગેરે વગેરે પૂજ્યશ્રીનાં દર્શન વંદનનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કરતા હતા જૈન સમાજના ચારેય સંપ્રદાયોના અનેક આચાર્ય ભગવંતોએ તેઓશ્રીને આદરણીય માન આપ્યું છે.
‘રાષ્ટ્રસંતનું બિરુદ પ્રાપ્ત કરનાર કવિકુલતિલક, યુગપ્રભાવક, શતાવધાની : પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ.
સાધુપુરુષનું ચરિત્ર ચિત્તને પાવન કરનારું તથા આત્માને અસાધારણ બળ આપનારું હોય છે, તેથી જીવનસાફલ્ય વાંછનારે તેનું પુનઃ પુનઃ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ, પરંતુ સાધુપુરુષ ધારવામાં આવે એવી સરળતાથી પ્રાપ્ત થતા નથી. જેમ દરેક પર્વતમાંથી માણેક મળતાં નથી, જેમ દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી જડતાં નથી, જેમ દરેક વનમાં ચંદનવૃક્ષો હોતાં નથી, તેમ દરેક સ્થળે સાધુપુરુષો હોતા નથી. કવિકુલતિલક શતાવધાની આચાર્યશ્રી, વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવી એક વિરલ વિભૂતિ છે. ગરવી ગુજરાતમાં આવેલ ખંભાત શહેરમાં સંઘવી પોળમાં વીસા શ્રીમાળી જ્ઞાતિના ધર્માત્મા મૂળચંદભાઈ વજેચંદભાઈને ત્યાં પુણ્યવંતા ખીમકોરબાઈની કુક્ષિએ સં. ૧૯૭ના ચૈત્ર વદ અમાસને દિવસે તેમનો જન્મ થયો. સોહામણી મુખમુદ્રા અને કમનીય દેહકાંતિ જોઈને બાળકનું
નામ કાંતિલાલ પાડ્યું. કાંતિલાલ નાનપણથી સુસંસ્કારી હતા. આઠ વર્ષની નાની વયમાં પણ ચોવિહાર કરતા. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. રમતગમતમાં વ્યાખ્યાન કરવાની અને હાથમાં ઝોળી ભરાવી શ્રાવકોને ત્યાં વહોરવા જવાની રમતો રમતા. તેમને શકરચંદ નામે મોટાભાઈ, રસિકલાલ નામે નાનાભાઈ અને સુભદ્રા નામે નાનાં બહેન હતાં. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને વિનયાદિ ગુણોને લીધે તેઓ સહુમાં અતિ પ્રિય હતા. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણનો અભ્યાસ પૂરો કરી વ્યાપારમાં જોડાયા પરંતુ તેમનું મન સંસારી કાર્યોમાં ઓતપ્રોત થતું ન હતું. એવામાં સં. ૧૯૮૮માં પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ ખંભાતમાં થતાં, તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશના શ્રવણ કરી તેઓ વૈરાગ્યવાસિત બન્યા અને ચારિત્ર ગ્રહણ કરવાની દઢ ભાવનાવાળા થયા. માતાપિતાએ અનુમતિ ન આપી, તેથી તેઓ ચાણસ્મા ગયા. ત્યાં બિરાજતા પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ પાસે સ. ૧૯૮૯ના પોષ સુદ ૬ને દિવસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી કીર્તિવિજયજી તરીકે જાહેર થયા. આ વાતની જાણ થતાં પૂજ્યશ્રીના કુટુંબીજનોએ તેમને પાછા લાવવા ઘણી ધમાલ કરી પરંતુ પૂજ્યશ્રી અડગ રહ્યા. ત્યાર બાદ વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી, અને મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી (હાલ આચાર્ય)ના શિષ્ય તરીકે જાહેર થયાં.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી અભ્યાસમાં લીન બની ગયા. ફક્ત છ મહિનાના ટૂંકા ગાળામાં પંચ પ્રતિક્રમણ, સાધુક્રિયા, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, મોટી સંગ્રહણી’ આદિનો અર્થ સહિત અભ્યાસ કરી લીધો. તે પછી તેઓશ્રીએ ‘સારસ્વત વ્યાકરણ’, ‘ઉત્તરાર્ધ ચંદ્રિકા', અમરકોષ', પંચકાવ્ય’, ‘તર્કસંગ્રહ’, ‘મુક્તાવલી', પંચલક્ષણી', “સિદ્ધાંતલક્ષણનો ભાગ”, “સ્યાદ્વાદમંજરી', રત્નકરાવતારિકા સ્યાદવાદ રત્નાકરનો ભાગ', સંમતિતર્કના ૧ થી ૩ ભાગ વગેરેનું વિશદ અધ્યયન કર્યું. સૂત્રસિદ્ધાંતમાં ‘અનુયોગદ્વાર’, ‘દશવૈકાલિક', “આવશ્યક-સૂત્ર', “આચારાંગ', સૂયગડાંગ’, ‘ઠાણાંગ’, ‘વિશેષાવશ્યકનો ભાગ', જીવાભિગમ’ અને ‘લોકપ્રકાશ” આદિનું અધ્યયન કર્યું. જ્યોતિષશાસ્ત્રમાં ‘આરંભસિદ્ધિ', “નીલકંઠી’, ‘ષપંચાશિકા', ‘લઘુ પારાશરી' આદિ ગ્રંથો કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org