SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ Чес એવું જ મહાન કાર્ય જંબુદ્રીપ-નિર્માણનું છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ અને આધુનિક જગત પ્રત્યેના કરુણાભાવને લીધે પોતે પ્રાપ્ત કરેલી શક્તિસંપન્નતાનો સદુપયોગ કરીને આ કાર્ય સફળતાથી પાર પાડ્યું. પૂજ્યશ્રીની માન્યતાના પ્રભાવશાળી પ્રચારને પ્રતાપે જૈનસમાજમાં જંબૂઢીપ મંદિર રચવાની વિનંતીઓ થઈ અને વિશાળ જિનાલયનું નિર્માણ થયું. આ મંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે ઘણો મોટો સાગર–સમુદાય એકત્રિત થયો હતો. લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ સાધ્વીજીઓ તથા હજારો શ્રાવકશ્રાવિકાઓનો મહેરામણ ઊમટ્યો હતો. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અનેક વિનંતીઓ થઈ હતી, પણ સદાયે નામનાની કામનાથી અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધો. ૯૦ થાણાનો એક જ અવાજ હતો કે આચાર્યપદ સ્વીકારો, પરંતુ માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહોતા. આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અર્ધી યાત્રા વટાવી ત્યાં લકવો ગ્રસી ગયો. વિશાળ શિષ્યસમુદાય અને હજારો ભાવિકો ખડે પગે સેવાસુશ્રૂષા કરતાં હતાં તેની વચ્ચે પૂજ્યશ્રીએ સં. ૨૦૪૩ના કારતક વદ ૯ને દિવસે ઊંઝા મુકામે પોતાની જીવનલીલા સંકેલી લીધી. ૬૨ વર્ષના અલ્પાયુમાં અને અર્ધી સદીથી પણ અધિક દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચમત્કારો થયાના દાખલા નોંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કોટિ કોટિ વંદના! જૈનશાસનના ઐતિહાસિક મહાન શાસનપ્રભાવક ૫.પૂ. સાહિત્યકલારત્ન આચાર્યશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. વિ.સં. ૧૯૭૨, પોષ સુદ-૨, તા. ૭-૧-૧૯૧૬ના રોજ જન્મેલા સંઘસ્થવિર, ગચ્છાધિપતિ પ.પૂ. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. સંસારમાં શ્રી Jain Education International વિશ્વ અજાયબી : જીવણભાઈના નામે ઓળખાતા હતા. તેઓશ્રીનાં ધન્ય માતાપિતાશ્રીનાં નામ અનુક્રમે શ્રી રાધિકાબહેન અને શ્રી નાથાલાલ હતું. જન્મતાં પહેલાં પિતા અને પાંચ વરસની કુમળી વયે માતા ગુમાવતા શ્રી જીવણભાઈને તેઓના સંસારી વડીલ ભાઈ-બહેનોએ ખૂબ જ લાલનપાલનથી ઉછેરી માતાપિતાની ગેરહાજરીને સાલવા દીધી ન હતી. ગયા ભવના પ્રબળ પુણ્યોદયે પ.પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.નો વિ.સં. ૧૯૮૪નાં ચાતુર્માસ દરમ્યાન પરિચય થયો અને ભવોભવના પરિચિત હોય તેમ શ્રી જીવણભાઈ પૂજ્ય આચાર્યશ્રીની આંખનું રતન બની ગયા. પરિચય દરમ્યાન વૈરાગ્યવાસિત વાણી સાંભળતાં સંયમજીવન લેવાની ભાવના થઈ અને તે માટે તેઓશ્રીએ સત્તરસત્તર વખત નાસભાગ કરી વિ.સં. ૧૯૮૫ અષાઢ સુદ-૧૧ના રોજ છાણી મુકામે પ.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા. હસ્તક ખાનગીમાં દીક્ષા લીધી અને પૂ. મુનિશ્રી જિનેન્દ્રવિજયજી બન્યા. સંબંધીઓએ કોર્ટમાં કેસ કર્યો અને સગીર વયનું બાળક પોતાની જાતે નિર્ણય ન લઈ શકે તે મુદ્દે તેઓને ઘેર પાછા જવું પડ્યું. ત્યારબાદ પરોક્ષ રીતે પોતાના વડીલબંધુ શ્રી નગીનભાઈની સંમતિ મેળવી. વિ.સં. ૧૯૮૭માં વૈશાખ સુદ૩ અક્ષયતૃતીયાના દિવસે કદંબગિરિ તીર્થમાં વાવ પાસેના ઝાડ નીચે નૈસર્ગિક વાતાવરણમાં (ઉપાશ્રયમાં કે મંડપમાં નહીં) પ.પૂ. શાસનસંરક્ષક આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે દીક્ષિત થઈ પ.પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. (તે વખતે પ્રવર્તક)ના શિષ્ય પૂ. મુનિ શ્રી યશોવિજય તરીકે જાહેર થયા. તે વખતે તેઓશ્રીના તારક ગુરુદેવે તેઓ જ્યાં ઊભા રહી દીક્ષાની ક્રિયા કરી હતી તે જગ્યાની કાંકરાવાળી ધૂળ લઈ શીશીમાં સંગ્રહિત કરી તેના ઉપર યશઃ પાદરજ (યશોવિજયજીનાં ચરણની રજ) તે પ્રમાણેનું લેબલ લગાવ્યું. સમય જતાં એજ મુનિરાજ શ્રી આપણા જૈન સમાજનાં એક મહાન આચાર્ય થયા. સૌ પ્રથમ ચાતુર્માસ મહુવામાં, બીજું વેરાવળમાં થયું. તે સમયે પૂજ્ય મુનિરાજશ્રીએ જાહેર પ્રવચન આપેલ અને તેની નોંધ તે વખતે નીકળતાં જૈનપ્રવચનમાં સબહુમાન લેવામાં આવી હતી. ત્યારબાદ ૧૮ વરસની નાની ઉંમરે વેરાવળ મુકામે વિ.સં. ૧૯૮૯માં ‘બૃહત્સંગ્રહણી’ જેવો મહાન ગ્રન્થ લખ્યો. ત્યાર બાદ પૂજ્યશ્રીએ ૮૦ ગ્રંથો લખ્યા. તેઓશ્રીએ વિશ્વશાંતિ, ૨૫૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy