________________
જેન શ્રમણ
૫૯૭.
પુત્રના આગમન પછી માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદ્ગુરુનાં ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દેઢ થઈ. તેમણે માતાપિતા પાસે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુજ્ઞા માંગી. તે જમાનામાં બાળદીક્ષાનો પ્રબળ વિરોધ હતો. અમૃતલાલના માર્ગમાં અણકથ્થા અંતરાયો ઊભા થયા પરંતુ અંતે અંતરની ઇચ્છાનો વિજય થયો. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી રાહબર બન્યા. સાડા છ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહાતીર્થની છાયામાં બાલદીક્ષાનો મહોત્સવ ઊજવાયો. સિદ્ધચક્રારાધક તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અભયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતાપુત્ર ગુરુ-શિષ્ય બન્યા.
મુનિશ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કારો સાથે જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્નો આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આદિના અધ્યયન સાથે જૈનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પરિણામે, તેઓશ્રી જૈનધર્મના ગણનાપાત્ર શાસ્ત્રવેત્તા તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ થયા. “જ્ઞાન ક્રિયાપ્યાં મોક્ષઃ' એ જૈનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્રો છે. મુનિશ્રીએ બંને ચકોને સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂજ્યપાદ શ્રી માણિક્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતીથી નરોડા તીર્થ-અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. પૂ. ગુરુદેવને “અરુણોદયસાગર’નો ઉચ્ચાર ફાવતો ન હતો, તેથી “પંન્યાસ શ્રી અભયસાગરજી' નામકરણ થયું.
ભૂગોળ-ખગોળના પ્રશ્નોને પૂજ્યશ્રીએ વીતરાગી વાણીની સચોટતાથી અને નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. “ભૂભ્રમણ શોધ સંસ્થાન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં કાર્યરત છે. પૂજ્યશ્રીએ આ
અંગે દેશવિદેશના વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક સંસ્થાઓએ સભ્યપદ એનાયત કર્યા. આવી સંસ્થાઓમાં–
અમેરિકાની નેશનલ જ્યોગ્રાફિકલ સોસાયટી, મુંબઈની એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઇન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેક્કન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓન્કવેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજયશ્રીને સભ્યપદ આપીને સન્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબુદ્વીપ, જૈન ખગોળ અને આધુનિક શોધખોળો વચ્ચે શું તફાવત છે તે દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓમાં પુસ્તકો પ્રગટ કરીને પોતાની માન્યતાઓનો બહોળો પ્રચાર કરાવ્યો. યુનિવર્સિટીઓ, કોલેજો, હાઇસ્કૂલો આદિમાં પ્રવચનો આપી, વિજ્ઞાને આપેલા આઘાતોને ધર્મશ્રદ્ધાની ભૂમિકા પર સુનિશ્ચિત કર્યા.
આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી. ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યનનમાં તેઓશ્રી એક્કા હતા. શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું.
એવું જ ત્રીજું મહત્ત્વનું પાસું માલવોદ્ધારક તરીકેના બિરુદ પૂજ્યશ્રીના ગુરુવર ચન્દ્રસાગરસૂરિજીને મળ્યું તેથી આજે પણ માલવદેશને આરાધના કરવા પરમ ઉપકાર કરી રહ્યા છે. લીધેલા અથાગ પરિશ્રમનું છે. કુલ અઢારેક વર્ષના ઉગ્ર વિહારથી તેઓશ્રી માળવા-મેવાડનાં ગામેગામ ફરી વળ્યા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે કઠિન વિહાર કરી પ્રેરણાની પરબો માંડી. ધર્મવિહોણાં થઈ ગયેલાં લોકોમાં જાગૃતિ આણી તેઓને દર્શન-પૂજા કરતાં, તપ-ક્રિયા કરતાં શીખવ્યું. ઇન્દોરમાં સ્થાપેલી પેઢીને આધારે દોઢસો-દોઢસો મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે માળવામાં પ્રસિદ્ધ સર્વ તીર્થો-શ્રી અમીઝરા, શ્રી ભોપાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી, શ્રી પરાસલી, શ્રી વઈ પાર્શ્વનાથ, શ્રી મંડોરા તીર્થ અને આજે જેની રોનક સમગ્ર ભારતને આકર્ષી રહી છે તે શ્રી નાગેશ્વર તીર્થને ચમકાવનાર આ પિતાપુત્ર-ગુરુશિષ્યની મહાન જુગલજોડી હતી. આમ, પૂજ્યશ્રી માલવોદ્ધારક તરીકે પણ અનન્યઅસાધારણ કામગીરી બજાવી ગયા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org