________________
ЦС0
વિવિધ ક્રિયા દ્વારા આરાધના કરતા હોય છે. ક્રિયા–એ આત્માને પવિત્ર-નિર્મળ બનાવવાનું ઉત્તમોત્તમ સાધન છે. જો દ્રવ્યક્રિયાની સાથે ભાવિક્રયા કરવામાં આવે તો તે સોનામાં સુગંધ મળ્યા જેવું અનુમોદનીય કાર્ય થયું તેમ સમજવું.
‘જ્ઞાન-ક્રિયાણ્યાં મોક્ષઃ' એ શાસ્ત્ર વચન અનુસાર જ્ઞાન અને ક્રિયા અથવા સમજણપૂર્વકની કરવામાં આવેલ ક્રિયા મોક્ષ સુધી પહોંચાડે છે.
મુનિઓને જ આગમો વાચવાની આજ્ઞા એટલા માટે છે કે તેઓ જીવનમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવાની ભાવના કેળવે છે. આગમજ્ઞાન ટૂંકામાં ઘણું કહી જાય છે. એ જ્ઞાન ત્યારે જ પડ્યે સમજાય જ્યારે મુનિઓને તપ-જપ-ક્રિયાઆદિ પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરે છે. જીવનમાં શ્રદ્ધા-સમકિત હોય, જૈનધર્મનું તતસ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પાત્રતા દૃઢતા શ્રાવકોમાં હોતી નથી માટે તેઓને વાંચવાની અનુજ્ઞા ઉપકારી ગુરુઓ આપતા નથી.
મુનિભગવંતો : ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીએ બતાવેલ પાંચ મહાવ્રતોને આજીવન પાળવા માટે સ્વીકારેલા હોય છે તે ઉપરાંત પાંચ પ્રકારના આચારો (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર, (૫) વિર્યાચારને અવિહડ પાળતા હોય છે તથા આઠ પ્રકારની માતા : પાંચ સમિતિ (૧) ઇર્યાસમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાનભંડમત્ત નિએવણા સમિતિ, (૫) પારિષ્ઠા પનિકા સમિતિ તથા ત્રણ ગુપ્તિ (૧) મન ગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ ૫+૩=૮ એમ અષ્ટ પ્રવચન માતા બતાવી છે. તેનું સુંદર રીતે પાલન કરતા હોય છે.
ગણધર ભગવંતોએ પંચિંદિય સૂત્રમાં સાધુ ભગવંતો ૩૬ ગુણવાળા હોય છે, એમ કહ્યું છે. જેમાંથી શરૂઆતના ૧૮ દોષોને સાધુ ભગવંતો ત્યજી ૧૮ ગુણો મેળવે છે અને ૧૯થી ૩૬ એમ પછીના ગુણોને પોતાના જીવનમાં આદરી જીવન નિર્મળ બનાવે છે. આદર્શ બનાવે છે.
શ્રાવક-શ્રાવિકા ઘડી-બેઘડી કે માસ-બે માસ કે ઉપધાન સુધીનું સાધુ જેવું જીવન જીવવા ‘કરેમિ ભંતે’ની પ્રતિજ્ઞા અમુક સમય માટે ઉચ્ચરાવે છે, જ્યારે મુનિ ભગવંતો દીક્ષા લે ત્યારથી યાવજ્જીવનું સામાયિક ઉચ્ચરે છે.
જગતમાં તત્ત્વો ત્રણ પ્રકારનાં બતાવ્યાં છે. (દેવ-ગુરુધર્મ) ત્રણ તત્ત્વમાં ગુરુ તત્ત્વ મધ્યમાં આપેલ છે કેમકે અરિહંત
Jain Education International
વિશ્વ અજાયબી :
ભગવંતોની કે અહિંસા ધર્મની સાચી સમજ આપણને ગુરુએ જ આપી છે માટે વર્તમાનકાળે અરિહંત ભગવંતોના ઉપકાર કરતાં ગુરુનો ઉપકાર આપણને સર્વથી શ્રેષ્ઠ છે. એક સ્થળે ગુરુનો મહિમા ગાતાં કહ્યું છે.....
“ગુરુ ગોવિંદ દોનો ખડે, કીનકો લાગુ પાય। બલિહારી ગુરુદેવકી, ગોવિંદ દિયો બતાય ।।”
v00:0
શ્રમણ પરંપરાને લાખ લાખ વંદનાઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org