________________
જૈન શ્રમણ
૫૯૧
જળ શ્રમણ ભગવંત ઃ એક વિરલ વ્યક્તિત્વ
–પ્રો. ડૉ. પ્રફ્લાદ પટેલ
વિશ્વની અનેકવિધ અવનવી અજાયબીઓમાં જૈન સાધુ પણ એક એવી અજાયબ હસ્તી છે. તેમનું જીવન નિર્મલ, નિષ્કલંક અને પવિત્ર હોય છે. જીવમાત્રને સંપૂર્ણ અભયદાન અને અનુકંપા, સ્વાધ્યાય-તપ-જાપૂર્વક વિશ્વના તમામ જીવોને સખની પરમ શાંતિ થાય એવી એક મંગલ ભાવનાને લઈ સમાજજીવનના પાયાના મૂલ્યોની જીવનભર માવજત કરનારા જૈન સાધુની જીવનશૈલી ખરેખર વિસ્મયજનક હોય છે.
જૈન શ્રમણના વિરલ વ્યક્તિત્વની આ લેખ દ્વારા આપણને ઝાંખી કરાવે છે ઉત્તર ગુજરાતના વીસનગરના વિદ્વાન ડૉ. પ્રફ્લાદભાઈ ગણેશદાસ પટેલ, જેમનો જન્મ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ખદલપુર ગામમાં ૧૯૩૮માં થયો.
નાનપણથી જ અભ્યાસમાં આગળ વધવાની પ્રબળ તમન્ના હતી. તેથી બી.એ. કરીને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. જૈન સાધુઓ પરત્વે તેમનું ભારે મોટું આકર્ષણ હતું. જૈન ગ્રંથોનું વિશાળ વાંચન કર્યું.
ઉપાધ્યાય યશોવિજયજીના રૂપક ગ્રંથો વિરાગ્યરતિ' અને વૈરાગ્યકલ્પલતા' પર Ph.D. કર્યું. વડનગર આર્ટ્સ કોમર્સ કોલેજમાં પ્રારંભથી અંત સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકેની સુંદર કામગીરીથી વિદ્યાર્થીજગતમાં ભારે લોકચાહના મેળવી.
જૈનસાહિત્ય, તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ હોઈને જૈન સાધુ ભગવંતોના વિશેષ પરિચયમાં આવવા લાગ્યા અને તેથી આધ્યાત્મિકતા અને યોગ પ્રત્યે વિશેષ અભિરુચિ કેળવાયાં. શ્રી પ્રહલાદભાઈએ જૈનતત્ત્વજ્ઞાન–સાહિત્ય આદિ પર ઘણાં સંશોધનાત્મક લખાણો લખ્યાં છે અને આજ સુધીમાં તેમના દ્વારા ઘણા જૈન ગ્રંથોમાં સંપાદકીય કાર્ય પૂરી નિષ્ઠા અને લગનીથી થયું છે. વિશ્વ વિખ્યાત જૈન ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદો પણ કર્યા છે. શ્રી પટેલ મોજીલા સ્વભાવના પણ ઘણા જ લાગણીશીલ છે. સેવા-સ્વાર્પણની ઉચ્ચત્તમ ભાવનાને જીવનમાં આત્મસાત કરી છે. જૈન સંઘો અને સંસ્થાઓએ તેમની સેવાનો ઉપયોગ કરવા જેવો છે. અમારી સાથેનો વર્ષો જૂનો સંબંધ અકબંધ રીતે જાળવી રાખ્યો છે. ધન્યવાદ.
–સંપાદક લેખકનું સંપર્કસ્થાન : ડૉ. પ્રહલાદ પટેલ, ૧૬-આલોકનગર-થલોરા રોડ,
વીસનગર-૩૮૪૩૧૫ મો. : ૯૭૧૪૭૧૭૧૩૮
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org