________________
જૈન શ્રમણ
રીતે સચિત્ત પાણીનો ત્યાગ કરી ત્રણ ઉકાળા (ઊભરા) વડે ઉકાળેલું અચિત્ત જળ ગ્રહણ કરે છે. પાણીને ઘીની જેમ મુનિઓને વાપરવાની આજ્ઞા જ્ઞાનીઓએ કરી છે. કાચું નળકૂવા-તળાવ-વાવડી વ.ના પાણીનો તેઓ સ્પર્શ પણ કરતા નથી. કાચા પાણીમાં અસંખ્યાતા જીવો હોય છે.
ઉદાહરણ : ઢંઢણ અણગાર ગોચરી લેવા નિત્ય જતા હતા, પણ તેઓને સ્વલબ્ધિથી શુદ્ધ ગોચરી છ મહિના સુધી ન મળી, દરેક ક્ષણે તેઓ ગોચરી ન મળે તો તપોવૃદ્ધિ એ જ ભાવ-પરિણામને જાળવી રાખતા હતા.
કુરગડુ મુનિ-આહાર સંજ્ઞા તીવ્ર હોવાથી આસક્તિ વગર નિત્ય ભોજન કરતા હતા. દરેક કવલે (કોળિયે) પોતે પોતાના આત્માની નિંદા કરી તપસ્વીઓની પ્રશંસા કરતાં સંવત્સરીના દિવસે અનેક મુનિની સેવા કરી ગોચરી કરતાં ઉચ્ચભાવના કારણે કેવળજ્ઞાનને પામ્યા.
સુભદ્રમુનિને બ્રાહ્મણીએ કડવા તુંબડાનો આહાર પ્રમાણથી વધારે માયાપૂર્વક વહોરાવ્યો. મુનિ ઉપાશ્રયે ગયા. ગુરુએ આહાર વાપરવા યોગ્ય નથી એમ જણાવી શુદ્ધ ભૂમિએ પરઠવી આવવા આજ્ઞા કરી. મુનિ વનમાં ગયા એક જ બિંદુ જમીન ઉપર પડ્યું. તેમાં અનેકાનેક જીવોની વિરાધના થતી જોઈ મુનિનું હૃદય કંપી ઊઠ્યું. સંથારે બેસી ત્યાં જ ચાર શરણા સ્વીકારી જીવદયાના પરિણામે આહાર વાપરી ગયા. પરિણામે સમાધિપૂર્વક કાળ કરી સદ્ગતિ પામ્યા.
પ્રશ્ન ૮ : મુનિઓ કેશનું લંચન, વસ્ત્રનું ધોવણ પોતાની હાથે જ કેમ કરે છે? ઘણા ભક્તો છે. તેઓને ભક્તિનો લાભ આપવો જોઈએ.
ઉત્તર ઃ મુનિપણું સ્વાવલંબી જીવનના સિદ્ધાંતથી યુક્ત છે. બને ત્યાં સુધી બીજાની સેવા કરવાના એ આગ્રહી હોય છે. પણ ભારરૂપ ન થવા ધ્યાન રાખે. પોતાની જાતે પોતે પોતાનું કાર્ય કરે તો એ કામ વિવેકપૂર્વક અલ્પવિરાધનાવાળું
થાય.
વસ્ત્ર શુદ્ધ કરવા મર્યાદિત જળનો ઉપયોગ કરે. તેજ રીતે મલીન થયેલું પાણી પણ નિર્દોષ જીવ વગરની જગ્યા શોધી પરઠવે. આની પાછળ વિનય-વિવેક અને પાપબંધ અલ્પ થાય તેવી ચિંતા કરે.
લંચન એટલે લોચ. માથાના વાળને હાથેથી કાઢીને ૨૨
Jain Education International
પરિષહને જીતવા એ પ્રયત્ન કરતા હોય છે. બળવાન હોય અથવા નબળા હોય તો પણ તેઓની સાથે દુર્વ્યવહાર ન કરવો, ખમી લેવું, સહન કરી લેવું એ એમનો મુદ્રાલેખ હોય છે. આ જીવે પરવશ થઈ અનિચ્છાએ ઘણા દુઃખો સહ્યા તેમાં ફાયદો શું મળ્યો? જાણી બુઝી હસતા મુખે દુ:ખો સહવામાં જ કર્મક્ષયની વાત છૂપાઈ છે.
૫૮૯
લોચ અને પાદવિહાર કરવાથી એક્યુપ્રેશન આપોઆપ થાય છે. તેથી શરીર પણ નિરોગી બને છે.
તેથી જ કહ્યું છે કે—મૌન રહે તે મુનિ'. ‘સહન કરે તે સાધુ'. ‘શ્રમ કરે તે શ્રમણ’.
(૧) મુનિ ભગવંતો કોઈ પણ વ્યક્તિ (પ્રજાજન– શ્રાવક-શ્રાવિકા) ગમે તેવા સારાં કે નરસાં વચનો સંભળાવે તો પણ ઉત્તર આપતા નથી. વચનોનો પ્રત્યુત્તર આપવો પડે તો વિચારી યોગ્ય વચનોમાં ઉત્તરો આપે છે. તે ન્યાયે મૌન રહે તે મુનિ'.
(૨) ત્રણ ઋતુ (શિયાળો-ઉનાળો-ચોમાસું) એક પણ ૠતુ સાધુ ભગવંત સિવાયના જીવો સમતાભાવે સહન કરી
શકતા નથી. શિયાળામાં ઠંડી વધારે પડે. ઉનાળામાં ગરમી વધારે પડે. ચોમાસામાં વરસાદ વધારે પડે. મચ્છરોનો ઉપદ્રવ વધારે થાય—સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં મચ્છરોના ભયથી પ્રતિક્રમણમાં ઉપયોગ રહી શકતો નથી-ઉપદ્રવ સહન કરી શકાતો નથી જ્યારે સંસાર છોડી સાધુ થયા પછી સાધુ ભગવંતો ત્રણે ઋતુમાં પડતાં ૠતુઓનાં દુ:ખોને અને મનુષ્યો દ્વારા કે કોઈ પણ જીવ દ્વારા અપાતાં દુઃખોને સમતાભાવે સહન કરતા હોય છે તે ન્યાયે ‘સહન કરે તે સાધુ'.
(૩) જીવ માત્રનું અંતિમ લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે, એ વાત મુનિ-સાધુ-શ્રમણ ભગવંતોએ સમ્યજ્ઞાન દ્વારા જાણી છે. મોક્ષ આત્માએ બાંધેલાં કર્મોનો વિનાશ કર્યા સિવાય થવાનો નથી. તો બાંધેલા કર્મનાક્ષય માટે સાધુ જીવનમાં ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરસ્વામીએ બતાવેલ ક્રિયાઓ વિવેકપૂર્વક કરવી જરૂરી છે, માટે સમયનો પણ પ્રમાદ કર્યા વિના અભ્યાસ-આદિ શ્રમ (મહેનત) કરતા હોવાના કારણે તેઓનો મુનિ–સાધુ અને શ્રમણ આવા ત્રણ નામો પ્રસિદ્ધ છે.
પ્રશ્ન ૯ મુનિઓ આખો દિવસ શું પ્રવૃત્તિ કરે ?
આગમો વાંચવાની તેઓને જ આજ્ઞા કેમ?
ઉત્તર
For Private & Personal Use Only
મુનિઓ આખા દિવસમાં દેવ-ગુરુ-ધર્મની
www.jainelibrarv.org