________________
૪૮/૨
(આત્મલક્ષી ચારિત્રચૂડામણિ શ્રમણો :
આમ તો સાધુ માત્રનું મુખ્ય ધ્યેય આત્મલક્ષિતા જ હોય છે; સર્વવરિત સ્વીકારવા માટે જૈનદીક્ષાનો સ્વીકાર અનિવાર્ય બને છે. વિરતિ એટલે અટકવું. દેશિવરિત/સર્વવતિનો શબ્દાર્થ જૈનશાસનમાં નાનીમોટી અનેક પ્રતિજ્ઞાઓનું વિધાન છે. આ પ્રતિજ્ઞાઓ વગર ખાધે અને વગરપીધે, આશાનો સંબંધ ચાલુ રાખવા માત્રથી બંધાતાં હજારો પાપોમાંથી માનવીને મુક્તિ અપાવે છે અને ત્યાગધર્મના સોનેરી સોપાન પર ક્રમશઃ અગ્રેસર થવા પ્રેરે
છે.
વિશ્વ અજાયબી :
અવિરતિવાળું જીવન પાપ કરે કે ન કરે, પણ પાપમય છે. વિરતિવાળાનું જીવન, જ્યારે એનું પાલન ચાલતુંકરાતું હોય તેટલો સમય પાપરહિત હોય છે. ઉદાહરણ તરીકે, સામાયિક, પૌષધ, ઉપવાસ આદિ માટે પચ્ચક્ખાણ-ભાષ્ય ઘણું ઉપયોગી છે.
શ્રમણોનાં સારગર્ભિત વ્યાખ્યાનો દ્વારા શાસનપ્રભાવના :
ધર્મ પામવાનું પગથિયું વ્યાખ્યાન–શ્રવણ છે. ધર્મનું આચરણ કરવું અત્યંત મહત્વનું છે; પણ ધર્મનું આચરણ શા માટે કરવું અને કઈ રીતે કરવું એ પાયાની સમજણ મેળવવી એ વધુ મહત્ત્વનું છે. આ કામગીરી જૈનશ્રમણો વ્યાખ્યાન–પ્રવચન દ્વારા અદા કરે છે. જૈન સાધુઓનો મોટામાં મોટો ઉપકાર જ ‘મોક્ષમાર્ગનું જ્ઞાન’ આપવા સ્વરૂપ આ ધર્મોપદેશ છે, એના દ્વારા આજ સુધીમાં જે શાસનપ્રભાવના અને ધર્મપ્રગતિ થઈ શકી છે એ બીજા દ્વારા શક્ય નથી. શ્રમણો કેવળજ્ઞાની–પ્રરૂપિત દેશનાને વ્યાખ્યાનમાં જિજ્ઞાસુને વાયણા–વાચના રૂપે આપતા હોવાથી, એ સારગર્ભિત દેશના જીવો માટે ખૂબ જ ઉપકારક અને શાસનપ્રભાવના માટે નિમિત્તરૂપ બની રહે છે. આ માટે આઠ પ્રભાવક (સમિતના ૬૭ બોલની સજ્ઝાય)ની વાતો ઉપયોગી છે.
સ્વાધ્યાયપ્રિયતા અને શ્રમણો :
સ્વાધ્યાયપ્રિયતા એ શ્રમણજીવનની અનોખી વિશેષતા છે. શ્રમણો સ્વાધ્યાયપ્રિય જ હોવા જોઈએ. સ્વાધ્યાય વિના શ્રમણત્વ શોભે જ નહીં. સ્વાધ્યાય એટલે સ્વનું-આત્માનું-જાતનું અધ્યયન. સ્વાધ્યાયથી જ આત્માના સ્વાભાવિક ગુણોનું દર્શન થાય છે. વૈભાવિક દોષોનો ખ્યાલ આવે છે. માટે સ્વાધ્યાય શ્રમણજીવનનું અવિનાભાવી અંગ છે.
ભક્તિ-સાધનામાં શ્રમણોનો પ્રબળ પુરુષાર્થ :
ભક્તિ દ્રવ્યથી અને ભાવથી થાય. વીતરાગની ભક્તિ તો શ્રમણો ભાવથી, સ્તોત્રસ્તવનાદિ બોલવા અથવા ચિંત્વનાદિ પૂર્વક કરે. બાલ-વૃદ્ધ-જ્ઞાની-તપસ્વી શ્રમણોની વિવિધ રીતે આહારપાણી, વૈયાવચ્ચ, ખબર-અંતરાદિથી ભક્તિ કરી સંયમમાં સહાય કરે, સ્થિર કરે. ઉદાહણ જોઈએ તો, બાહુબલીએ પૂર્વ ભવમાં ૫૦૦ સાધુઓની સેવા કરેલી. હૈયાથી જે કોમળ હોય અને કાયાથી કઠોર હોય તે જ આત્મકલ્યાણ સાધી શકે. જૈનધર્મની ભક્તિભાવના તો જગજાહેર છે. કેમ કે તેનાં એક એક તીર્થો જગતમાં અજોડ છે. ગગનચુંબી મંદિરો અજોડ છે. દેદીપ્યમાન મુનિવરો પણ અજોડ છે. જૈનશાસનની ભક્તિસાધનાની આ જ્વલંત ગાથાઓ છે. જેમ શ્રમણો ભાવભક્તિપ્રધાન છે, તેમ જૈનશાસનમાં શ્રાવકનું જીવન દ્રવ્યભક્તિપ્રધાન છે. પ્રભુ જિનેશ્વરની આજ્ઞાની આરાધનાને ભાવભક્તિ કહેવાય છે અને આવી આજ્ઞા-આરાધનાના ધ્યેય સાથે પ્રભુનાં દર્શન-પૂજનાદિ કરવાં એ દ્રવ્યભક્તિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org