SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૮/૩ કહેવાય છે. આ સિવાય મંદિર-મૂર્તિ-સર્જન, સ્તુતિ-સ્તોત્રોની રચના, પૂજા-અર્ચના-વંદના-ગુણગાન-આ સર્વ દ્રવ્યભક્તિના પ્રકારો છે. દ્રવ્ય-ભાવભક્તિ વૃદ્ધિગત થતી રહે તે માટે શ્રમણોએ ખૂબ પ્રયત્ન પુરુષાર્થ કર્યા છે. ભાવભક્તિનો સંદેશ તો તેઓના જીવનની પ્રત્યેક પળમાંથી ફેલાય જ છે; સાથોસાથ દ્રવ્યભક્તિ પણ વૃદ્ધિગત થયા જ કરે છે. પરિણામે શ્રમણોના સદુપદેશથી મંદિર-મૂર્તિનાં નિર્માણકાર્યો આજે પણ થતાં જ રહે છે. આ ઉપરાંત, પ્રાકૃત અને સંસ્કૃત, તથા છેલ્લાં વર્ષોમાં ગુજરાતી ભક્તિસાહિત્ય શ્રમણોના હાથે મોટા પ્રમાણમાં રચાયું છે— જેમાં શ્રી શુભવીરનું પૂજાસાહિત્ય, શ્રી પદ્મવિજયજી પંડિત, શ્રી રૂપવિજયજી પંડિત, શ્રી દીપવિજયજી પંડિત, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી લબ્ધિસૂરિજી મહારાજ આદિની રચનાઓ આજે પણ અગ્રસ્થાન ધરાવે છે. વર્તમાનકાળમાં પણ આ રચનાકાર્યનો પ્રવાહ વણથંભ્યો વહી જ રહ્યો છે. આ સિવાય પણ શ્રી હીરવિજયજીના ભક્ત શ્રી ઋષભદાસ કવિ આદિની રચનાઓ પણ સંઘમાન્ય છે. | (જૈનાચાયોંની કવિત્વશક્તિનો અનેરો પ્રભાવ :) શ્રી સિદ્ધસેન દિવાકરજી શીઘ્રકવિ હતા. કલ્યાણમંદિર-સ્તોત્રની રચના દ્વારા એમણે જે ચમત્કાર સર્યો તે ઘટના ઇતિહાસમાં અમર બની ગઈ. એ કાવ્ય દ્વારા અવંતી પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટ થઈ. પૂ. આ. શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચના કરી : ૪૮-૪૮ બેડીઓનાં તાળાં સ્વયં તૂટી ગયાં, બંધ હાર સ્વયં ખૂલી ગયાં! કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સાડાત્રણ કરોડ શ્લોકપ્રમાણ નવ્ય-ભવ્ય શાસ્ત્રનું સર્જન કરી મહાભારત કાર્ય કર્યું. મહામહોપાધ્યાયજી શ્રી મેઘવિજયજીએ સપ્તસંધાન મહાકાવ્ય રચ્યું. એક એક શ્લોકમાંથી સાત સાત ચરિત્રોના અર્થ નીકળે એવી તેની રચના છે! આવી દિવ્ય શક્તિને વંદન કર્યા વિના રહી શકાય જ સમયસુંદરે અષ્ટલક્ષી ગ્રંથ રચ્યો અને એક વાક્યના આઠ લાખ અર્થ કાઢવામાં આવ્યા! આવી અદ્ભુત કવિત્વશક્તિને અહોભાવપૂર્વક કોટિશઃ વંદન કર્યા વિના કેમ રહી શકાય? (ગુણગ્રાહી શ્રમણોની સુવાસ અને સહવાસ : મારા બાલ્યકાળથી જ નિત્ય શ્રમણોને વાંદવા જતી વખતે મારા મનમાં અનન્ય ધર્મભાવ પ્રગટ થતો. સાધુઓના સહવાસથી મારા અંતરમાં શાશ્વત આનંદની લહેરીઓ આવી જતી. શાસ્ત્રોની વાતો સાંભળવાનો મને ખૂબ જ શોખ હતો. અનુભવે એમ લાગ્યું છે કે, આગમ સાહિત્યના કેવળજ્ઞાનના અને ગીતાની સ્થિતપ્રજ્ઞતાના ગંભીર ચિંતનથી માનવમનનાં ડહોળાયેલાં નીર નીખી જાય છે. આત્મસંપદા અને આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવા જ્ઞાની મુનિઓના સંગ ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીવડે છે. ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. આત્મપરિણતિ શું છે તેનો ખ્યાલ આવે છે. નિર્લેપી સાધુઓનો સહવાસ આત્માના વિકાસની મંગલ ઘડી બની જાય છે. સંસારના મૂક સાક્ષી બની જઈએ તો એ પરમ અવસ્થા પુણ્યોદયની નિશાની છે. જેમ જેમ સાધુઓનો સત્સંગ વધતો ગયો તેમ તેમ આત્મજાગૃતિ માટે મન તડપતું રહ્યું છે. સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. લીમડાના રસ જેવો કડવો અને કથીર જેવો હલકો આ સંસાર, એ વિષે આ સાધુભગવંતો પોકારી પોકારીને યુગોથી કહેતા આવ્યા છે એમાં કંઈક તથ્ય હોવું જોઈએ. રોજ એકાદ વાર એકાંતમાં આત્માના રાજ્યમાં ચાલ્યા જઈએ અને રાગનાં, દ્વેષનાં, ક્રોધનાં, વાસનાનાં પડળો ઉતારી આત્માના સાચા સ્વરૂપને નીરખવા થોડી મથામણ કરશું, તેમાં કોઈ સંતનું માર્ગદર્શન સાંપડશે તો આત્મદર્શન અને દિવ્ય અનુભૂતિ અવશ્ય થશે જ. જેમના નયનોમાંથી સર્વનું કલ્યાણ કરતો પ્રશમ રસ સદા વહેતો હોય એવા ગુણીજન સાધુઓના સહવાસથી આપણા રાગ-દ્વેષ પાતળા પડી જાય છે, દોષોનું વિસર્જન થાય છે અને એક માત્ર આત્મદર્શનની રઢ લાગી જાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy