________________
જૈન શ્રમણ
૪૮/૧
દયાશ્રય' મહાકાવ્ય પ્રસિદ્ધ છે. “સિદ્ધહેમશબ્દાનુશાસનઅને “કાવ્યાનુશાસન' એમના અનુક્રમે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. એમનાં અગિયાર રૂપકો પૈકી “નલવિલાસ’, ‘નિર્ભયભીમવ્યાયોગ' પ્રકરણઉપકો કૌમદીમિત્રાનંદ અને મલ્લિકામકરંદ' જૈન રામકથાને આધારે રચાયેલું “રઘુવિલાસ', હરિશ્ચન્દ્રનો વૃત્તાંત આલેખતું “સત્ય હરિશ્ચંદ્ર' વગેરે પ્રસિદ્ધ છે. એમનો ગુણચંદ્રસૂરિની સાથેનો નાટ્યશાસ્ત્રીય ગ્રંથ “નાટ્યદર્પણ” પણ પ્રસિદ્ધ છે.
જૈન સૂરિઓએ મહાપુરુષોનાં જીવન આલેખતાં ચરિત્રકાવ્યો, પૌરાણિક કાવ્યો અને સ્તોત્રકાવ્યો રચવામાં મૂલ્યવાન પ્રદાન કરેલું છે. ઉદયપ્રભસૂરિરચિત “ધર્માસ્યુદય’ કે ‘સંઘપતિચરિત’ વસ્તુપાલને લગતાં મહાકાવ્યોમાં સહુથી મોટું છે. એમાં વિશેષતઃ ધર્મકથાઓનું આલેખન છે. અમરચંદ્રસૂરિનું ‘મહાભારત’ અને ‘પદ્માનંદ' મહાકાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. “બાલભારત’ મહાભારતનો સાર છે, ‘પદ્માનંદ'માં જૈન તીર્થકર આદિનાથનું ચરિત્ર આલેખ્યું છે. દેવપ્રભસૂરિએ રચેલું ૧૮ સર્ગનું પાંડવચરિત', ‘નાયાધમ્મકહા’ અને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં પ્રાપ્ત થતી જૈન-પરંપરા પ્રમાણેની પાંડવચરિતકથાનું આલેખન કરતું મહાકાવ્ય છે. આ ઉપરાંત સૂરાચાર્યે રચેલું ‘ઋષભનેમિ-કાવ્ય” કે “નેમિ-નાભેયસિદ્ધસંધાન કાવ્ય', હેમચંદ્રસૂરિનું ‘નાભય-નેમિ', અભયદેવસૂરિનું ‘જયંતવિજય', જિનપ્રભસૂરિનું ‘શ્રેણિકચરિત' પણ પૌરાણિક પ્રકારમાં મૂકી શકાય એવાં કાવ્યો છે.
ચરિતકાવ્યોમાં ઋષભદેવ અને નેમિનાથ ઉપરાંત અન્ય તીર્થકરોનાં ય ચરિત્ર નિરૂપતાં મહાકાવ્યોમાં માણિક્યચંદ્રસૂરિની બે રચનાઓ–(૧) શાંતિનાથચરિત (આઠ સર્ગ) અને (૨) પાર્શ્વનાથચરિત (નવ સર્ગ), ઉદયપ્રભસૂરિનું ‘નેમિનાથચરિત', સર્વાનંદનું “ચંદ્રપ્રભચરિત'. મુનિદેવસૂરિનું “શાંતિનાથચરિત', વિજયચંદ્રસૂરિનું મુનિસુવ્રતસ્વામીચરિત' નોંધપાત્ર છે. આ ઉપરાંત, સંસ્કૃત-પ્રાકૃતમાં બીજાં પણ સંખ્યાબંધ ચરિતકાવ્યો આ કાળમાં લખાયેલાં મળી આવે છે-જેમ કે, રત્નસૂરિનું ‘અમરસ્વામીચરિત', જિનપાલવિજયનું ‘સનકુમારચરિત', માનતુંગસૂરિનું ‘શ્રેયાંસચરિત', હેમચંદ્રાચાર્યનું ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' વગેરે પ્રસિદ્ધ છે.
નાટ્યરચનાના ક્ષેત્રે રામચંદ્રસૂરિના મૂલ્યવાન પ્રદાન ઉપરાંત ઈ.સ. ૧૧૫૧ની આસપાસ રચાયેલું દેવપ્રભસૂરિનું ‘ચંદ્રલેખા વિજયપાલ’ પ્રકરણ કુમારપાળ અને અર્ણોરાજના સંઘર્ષને પાંચ અંકોમાં નિરૂપે છે. આ જ સૂરિના એક બીજા મોટા પણ અનુપલબ્ધ રૂપક “માનમુદ્રાભંજન’નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમની ત્રીજી નાટિકા “વિલાસવતી’ અપૂર્ણ પ્રાપ્ત થાય છે. રામચંદ્રમુનિએ રચેલા છ અંકના પ્રબુદ્ધરોહિણેયમાં અઠંગ ચોર રોહિણેયના ધર્મપરિવર્તનની કથાનું આલેખન છે. બાલચંદ્રસૂરિનું “કરુણાવજાયુધ એકાંકી જૈનધર્મના મહિસાપ્રધાન ધર્મનું ગૌરવ કરવા રચાયું છે. નરેન્દ્રપ્રભસૂરિએ ૧૫૦૦ શ્લોકપ્રમાણનું એક ‘કાકુસ્થકેલિ’ નાટક રચ્યું હતું, પણ આ નાટક હાલ ઉપલબ્ધ નથી. જયંતસિંહસૂરિએ ‘હમ્મીરમદમર્દન' નામના ઐતિહાસિક નાટકમાં, પાંચ અંકમાં વસ્તુપાલ અને વીરધવલે ગુજરાત પરના મુસ્લિમ આક્રમણને જે પરાક્રમથી મારી હઠાવ્યું એનું નિરૂપણ કર્યું છે. મેઘપ્રભસૂરિનું “ધર્માભ્યદય’ ગુજરાતનું એક નોંધપાત્ર છાયારૂપક છે, જેમાં દર્શાણભદ્રના જીવનચરિત્રનું આલેખન છે. બીજા એક અજ્ઞાત જૈન કવિએ રચેલું તીર્થકર નેમિનાથના જીવનને લગતું ‘શમામૃતમ્” પણ છાયારૂપક છે.
જૈન સૂરિવર્યોનું સ્તોત્રસાહિત્યના ક્ષેત્રે પણ અપૂર્વ પ્રદાન છે. સોલંકીકાળ અને એ પછી રચાયેલા પ્રબંધગ્રંથોની રચનામાં પ્રભાચાર્યનું “પ્રભાવક ચરિત', મેરૂતુંગાચાર્યનું પ્રબંધચિંતામણિ' આદિ પણ પ્રસિદ્ધ છે. સોલંકીકાળ પછીનાં કાવ્યોમાં દેવવિલાસગણિના ‘હીરસૌભાગ્યમ્', પ્રતિષ્ઠાસોમના “સૌભાગ્યમુ” વગેરે પ્રસિદ્ધ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org