________________
વિશ્વ અજાયબી :
જેની તર્કશુદ્ધ વિચારણાથી ઉજ્વળ થયો હતો; ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ કરીને પણ જેણે વિશ્વમાં પ્રવર્તી રહેલી કોઈ અગમ્ય ચૈતન્યશક્તિનો સદા પુરસ્કાર કર્યો હતો, એવા મહાન સાહિત્યાચાર્ય બનર્ડ શોએ સર્વશક્તિઓને પ્રાર્થના કરતાં એક જગ્યાએ લખ્યું છે કે, “ફરીને મારે જન્મ ધારણ કરવાનું બને તો મને જૈન બનાવજે.”
સાહિત્યક્ષેત્રે જૈનાચાર્યોનું અદ્ભુત આદાનપ્રદાન :) સંસ્કૃત સાહિત્યના ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠિત સાક્ષરવર્ય પ્રા. શ્રી એસ. એમ. પંડ્યા સાહેબ એક વિસ્તૃત નોંધમાં લખે છે કે, “ગુજરાતના વિવિધ ઐતિહાસિક કાળખંડોમાં પ્રાચીન કાળથી જૈન આચાર્યોનું અને સૂરીશ્વરોનું સાહિત્યક્ષેત્રે ઘણું મહત્ત્વનું પ્રદાન રહેલું છે. પ્રાચીન કાળખંડમાં ગિરિનગર (જૂનાગઢ), વલભી, જંબુસર, આનંદપુર (વડનગર) અને ભૃગુકચ્છ (ભરૂચ) વગેરે ગુજરાતનાં સાંસ્કૃતિક કેન્દ્રો હતાં. બ્રાહ્મણ અને બૌદ્ધ વિદ્વાનો ઉપરાંત જૈનાચાર્યો અને સૂરિવર્યોએ સાહિત્યસર્જન, વિવેચન અને વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિઓ નિરંતર ચલાવી હતી.
ઇસવીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ કે જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાદલિપ્તપુર (પાલીતાણા) વસાવ્યું તે આ મહાન આચાર્ય સાહિત્યકાર હતા અને એમણે ઘણી ઐતિહાસિક કૃતિઓની રચના કરી હતી. બીજા સૈકાના પૂર્વાર્ધમાં થયેલા મનાતા વજભૂતિ નામના ભૃગુકચ્છનિવાસી જૈનાચાર્ય તે સમયના મહાન અને પ્રખ્યાત કવિ હતા એમ ‘વ્યવહારસૂત્ર'ના ભાષ્યમાંથી જાણવા મળે છે.
પ્રાચીન વિદ્યાધામ વલભીમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં ઈ.સ. ૩૦૦ના અરસામાં તૈયાર થયેલી જૈનશ્રતપરંપરા તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિનો ખ્યાલ આપનારી બની રહે છે. આ ઉપરાંત, “નંદીસૂત્ર'ના કર્તા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ, મહાન જૈન તર્કવાદી કવિ અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર તેમ જ. મહાન તાર્કિક અને તત્ત્વજ્ઞ મલવાદી અને એમની કૃતિઓ ગુજરાતના આ પ્રાચીન કાળખંડની ઉત્તમ સાહિત્યિક સમૃદ્ધિનો પૂરતો ખ્યાલ આપે છે.
મૈત્રકકાળ (લગભગ ઈ.સ. ૪૭૧ થી ૭૮૮) અને અનુમૈત્રકકાળ (ઈ.સ. ૭૮૮ થી ૯૪૨)માં સાંસ્કૃતિક વિદ્યાધામ વલભીમાં જૈન સૂરીશ્વરોએ સાહિત્યિક અને સર્જનાત્મક પ્રવૃત્તિને ઘણી આપ્લાવિત કરી હતી. છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, કે જેમને હેમચંદ્રાચાર્યે શ્રેષ્ઠ વ્યાખ્યાનકાર તરીકે નવાજ્યા હતા. એ ઉપરાંત, કોઠાર્યવાહિગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન ગણિ, ચૂર્ણિ–વ્યાખ્યાકાર જિનદાસ ગણિ મહત્તર, આઠમા સૈકાના જિનભટ્ટસૂરિ, જિનહ્નસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દસમા સૈકાના પાર્શ્વમુનિ,
સિદ્ધર્ષિ હરિશેણાચાર્ય વગેરે વિદ્વાનો મુખ્ય છે. મૈત્રકકાલના એક પ્રસિદ્ધ મહાકાવ્ય “હરિવંશપુરાણ', જે ઈ.સ. ૭૮૩-૮૪માં વઢવાણમાં રચાયું હતું, એના કર્તા જિનસેનસૂરિ પુન્નાટસંધના દિગંબર સાધુ હતા. એમાં હરિવંશમાં જન્મેલા વસુદેવ, બલરામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિ (નેમિનાથ) જેવા નાયકોનાં ચરિત્ર આલેખવામાં આવ્યાં છે.
અનુમૈત્રકકાળમાં શીલાચાર્યજીએ રચેલાં “ચઉપનમહાપુરિસચરિયનું જૈનસાહિત્યક્ષેત્રે વિશિષ્ટ સ્થાન છે. એમાં આવેલું ‘વિબુધાનંદ' નામનું નાટક પ્રા–સોલંકીકાળનું એક માત્ર જ્ઞાત રૂપક છે.
ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ કહી શકાય એવા સોલંકીયુગમાં તો જૈનાચાર્યો અને સૂરિવર્યોને હાથે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન થયું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહનો અધિક પ્રેમ સંપાદન કરીને સાહિત્યકૃતિઓ ઉપરાંત કોશ, વ્યાકરણ, અલંકાર આદિ શાસ્ત્રોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એમનું ૨૦ સર્ગનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org