________________
જૈન શ્રમણ
૪૭
અન્યત્ર જળવાયેલા જ્ઞાનભંડારો ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરેના ગ્રંથભંડારોમાં બધી મળીને વીસ લાખ જેટલી હસ્તપ્રતો હોવાનો પૂરતો સંભવ છે. પાલીતાણાના આગમ મંદિર, સાહિત્ય મંદિર અને વીરબાઈ જૈન પાઠશાળામાં પણ અલભ્ય ગ્રંથો છે. વડોદરા, ખંભાત, લીંબડી, ડભોઈ, ઇડર, જેસલમેર, પાટણ, વિરમગામ, જામનગર વગેરેના ગ્રંથભંડારોને વિશેષ સમૃદ્ધ-સુરક્ષિત કરવા જોઈએ. આ ભંડારો આત્માનાં સાચાં વિશ્રામસ્થાનો છે, અમૃતનું પાન કરાવનાર પરબો છે.
જૈન શાસ્ત્રભંડારોમાં દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારો પણ ઉલ્લેખનીય છે. તેમાં ઉદયપુરના ભટ્ટારકજી યશોકીર્તિ જૈન ગ્રંથભંડાર તેમ જ દક્ષિણ ભારતના ભટ્ટારક ચારુકીર્તિજી મહારાજ (મુળબદ્ધિ) શ્રવણ બેલગોલા, ઉપરાંત વારાણસી અને જયપુરના ગ્રંથાગારો વિશેષ ઉલ્લેખનીય છે. અપ્રકાશિત એવાં પુસ્તકોની હસ્તપ્રતો પણ લાખોની સંખ્યામાં વિદ્યમાન છે. હસ્તપ્રતોની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોરમાં, ત્રિવેન્દ્રમ, મૈસૂર તથા મદ્રાસ અન્નામલાઈ પાસે સારા પ્રમાણમાં સચવાયેલી છે. તિરૂપતિની સંસ્કૃત યુનિવર્સિટી પાસે પણ હવે સંગ્રહ થવા લાગ્યો છે. આ સિવાય પણ બન્ને સંપ્રદાયના ગ્રંથો મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ પાસે પણ સારો એવો સંગ્રહ છે. ડેક્કન કોલેજ પાસે પણ છે. મુંબઈની માધવબાગ પાસેની લાલબાગ જૈન પાઠશાળા પાસે પણ ઠીક સંગ્રહ છે. સુરતમાં શ્રી હુકમજી મુનિનો ભંડાર અને જેન આનંદ પુસ્તકાલય, ડભોઈમાં મુનિશ્રી જંબૂવિજયજીનો ભંડાર, છાણીમાં મુનિશ્રી પુણ્યવિજયજીના બે મોટા ભંડારો, વડોદરામાં પ્રાચ્ય વિદ્યામંદિર, ગાયકવાડ ઓરીએન્ટલ ગ્રંથમાળા અને હંસવિજયજીના જ્ઞાનભંડારોમાં સારો એવો સંગ્રહ છે. ખંભાતમાં શ્રી શાંતિનાથજીનો ભંડાર તથા શ્રી વિજયનેમિસૂરિજીનો જ્ઞાનભંડાર, અમદાવાદના ડેલાના ભંડારમાં, પાલડીમાં જૈન પ્રાચ્ય વિદ્યામંદિરોમાં, ગુજરાત વિદ્યાસભામાં વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ છે. કચ્છ-કોટડામાં પણ સંગ્રહ છે. નાહટાજીનો બીકાનેરનો સંગ્રહ તથા ઉદેપુરના જૈન ગ્રંથભંડારો ઉલ્લેખનીય છે. રાજસ્થાનમાં જોધપુરના મહારાજાનો સંગ્રહ પણ સુંદર છે. ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતીભવન અને વારાણસી સંસ્કૃત યુનિવર્સિટી, નાગરી પ્રચારિણી સભા; બિહારમાં નાલંદા, દરભંગા આદિ સ્થળોમાં પણ સારા પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ છે. પટણા યુનિવર્સિટી, બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી, નંદિયા અને શાંતિનિકેતનમાં પણ સારા એવા સંગ્રહો છે. પંજાબમાં હોશિયારપુરમાં, લાહોરમાં પંજાબ યુનિવર્સિટીમાં, કાશ્મીરમાં જમ્મુમાં પણ હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. વિદેશોમાં પણ હસ્તપ્રતો ઠીકસંખ્યામાં હોવાનું જણાય છે.
( જૈન શ્રમણોનું વિદેશીઓને ભારે આકર્ષણ ) જૈનાચાર્યો દ્વારા રચાયેલા સાહિત્યનું આજે પણ ભારે મોટું આકર્ષણ વિદેશીઓને છે. ઉપરાંત, જૈનો દ્વારા નિર્માયેલું શિલ્પ સ્થાપત્ય પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વિદેશીઓને છેલ્લા બે-ત્રણ દાયકામાં જ્ઞાનસંશોધન અને તત્ત્વજ્ઞાનનું ઘેલું લાગ્યું છે. પૂર્વાચાર્યોએ લખેલા વિજ્ઞાનના ઘણા ગ્રંથો તેઓને ખૂબ જ ઉપયોગી બની ગયા છે.
આ ગ્રંથો કેવળીભાષિત હોવાથી, જ્ઞાનને આધારે લખાયેલા હોવાથી, સત્ય તરફ ખેંચી જતા હોય છે. વિલાસ, વૈભવ અને સમૃદ્ધિના રંગરાગથી કંટાળીને આ વિદેશીઓ હવે ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિને સમજવા મથામણ કરી રહ્યા છે. એમાં યે શ્રમણ સંસ્કૃતિના ઊંડાણમાં ડોકિયું કરવા રસ અને રૂચિ જાગૃત થયાં છે. જૈનાચાર્યો તરફ પૂજ્યભાવ વધતો જાય છે. આત્માને આધ્યાત્મિક વિચારો દ્વારા આત્મશાંતિ મળશે જ એવી શ્રદ્ધા તેઓમાં દઢ થતી જાય છે.
ડો. હસમુખભાઈ દોશીએ એક જગ્યાએ યથાર્થ નોંધ્યું છે કે, સમગ્ર વિશ્વસાહિત્યનો વીસમી સદીના પૂર્વાર્ધ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org