SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ અજાયબી : જઈને રાજ્યાશ્રિત બન્યા હોય એવું થયું નથી; પણ રાજાઓની પાત્રતા જોઈને, તેઓની જિજ્ઞાસા જાણીને, સાધુઓ સન્માનપૂર્વક રાજસભાઓમાં જતાં અને ધર્મોપદેશ દ્વારા રાજાઓને પ્રભાવિત કરતાં. ત્યાર પછી રાજ્યમાં ધર્મનો પ્રચાર થાય તે સ્વાભાવિક હતું. રાજધર્મી તો પ્રજાધર્મી એ ઉક્તિ અનુસાર સંપ્રતિ, સિદ્ધરાજ, અકબર, કુમારપાળ આદિ રાજાઓ ઉપદેશ પામીને જૈનધર્મને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા થયાં અને પરિણામે જીવદયા અમારિ, જિનમંદિર, ઉપાશ્રય, સદાવ્રતો આદિના નિર્માણકાર્યો થયાં. રાજા સંપ્રતિએ સવા કરોડ જિનપ્રતિમાઓ અને સવા લાખ દેરાસરો કરાવ્યા. આમ રાજવીઓ દ્વારા ગજબની શાસનપ્રભાવના થઈ. (જૈન મહર્ષિઓ અને પાવનકારી ભૂમિઓ છે ભારત અને ભારત બહાર જૈનોનું એક એક તીર્થ, એક એક મંદિર અને એક એક ઉપાશ્રય પ્રાચીન વૈભવના પ્રબળ પુરાવા છે. પ્રાચીન ખંભાતમાં પૂજયપાદ શ્રી અભયદેવસૂરિજીએ એક સ્તોત્ર રચીને પ્રગટ પ્રભાવી સ્થંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી. પંદરમાં સૈકાની પ્રાચીન નગરી મહેસાણામાં પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના સદુપદેશથી ઊભા થયેલા ગગનચુંબી દેવાલયમાં શ્રી સીમંધરસ્વામીની વિશાળકાય પ્રતિમાનાં દર્શન જીવમાત્રને મોક્ષગામી બનાવે છે. શ્રી શીલગુણસૂરિજીના પ્રેરક પ્રસંગોના સંસ્મરણો તાજાં કરાવતું રળિયામણું પંચાસર જુઓ. જૈન ઇતિહાસને સમૃદ્ધ કરનાર પટણા જુઓ, જેની સાથે સ્યુલિભદ્રજીની કથા સંકળાયેલી છે. ઉમાસ્વાતિ વાચક, જૈનાચાર્ય ભદ્રબાહ, આર્ય મહાગિરિજી, આર્ય સુહસ્તિજી અને વજસ્વામીના પાદવિહાર વડે પવિત્ર બનેલી આ ભૂમિમાં ૮૪ જેટલી વાદશાળાઓ હતી. મંત્રશાસ્ત્રીઓ અને કલાવિદોનું એ મોટું મથક હતું. રાજા શ્રેણિકની રાજધાની -આજનું રાજગૃહી–અંતિમ કેવળી જંબુસ્વામી, ધના શાલિભદ્ર અને સુલસા શ્રાવિકા આ નગરમાં જ જમ્યાં. પ્રસન્નચંદ્ર રાજર્ષિને આ નગરમાંથી જ કૈવલ્યની પ્રાપ્તિ થઈ. આવી પાવન ભૂમિઓને લાખ લાખ વંદના! (સાધુઓનાં ઉપકરણો : ગોચરીનાં વાહક કાપાત્રો ગણાયાં છે. જે તરાણી, ચેતનો, પાત્રા આદિ નામે ઓળખાય છે. આ પાત્રા લાકડામાંથી બને છે. એના ઉપર રંગ કરવામાં આવે છે, જે સારી રીતે ધોઈ શકાય છે. (શ્રમણોનો રાજવીઓ અને મંત્રીઓ ઉપરનો અભુત પ્રભાવ :) શ્રમણસંઘનું તપોબળ તો જુઓ! ગુજરાતના તખ્ત પર આરૂઢ થયા પછી વીર વનરાજે જૈનધર્મને રાજધર્મ બનાવ્યો ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એક કરોડ પ્રજામાંથી અડધો કરોડ માનવોનો ધર્મ બનવાનું મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. શિવપૂજક સોલંકી રાજાઓના કાળમાં જૈનધર્મનું પ્રાધાન્ય રહ્યું; અને મહારાજા કુમારપાળના સમયમાં તો એ જૈનશાસનની જાહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી. મહારાજા કુમારપાળે બંધાવેલું પાટણનું ત્રિભુવનવિહાર અને તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણું ઈચની પ્રતિમા અને દીવ બંદર ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મંદિર રાજવીઓની જિનભક્તિનું જ્વલંત ઉદાહરણ છે. અને એ તત્કાલીન જૈનધર્મના સુવર્ણકાળનું પ્રતિબિંબ પાડે છે. કહેવાય છે કે રાજા કુમારપાળે ચૌદસો ચુમ્માલીસ મંદિરો બંધાવ્યાં હતાં! થાણાનું મુનિસુવ્રતસ્વામીનું દેરાસર વર્ષો પહેલાનું પ્રાચીન મંદિર છે. નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જીવનસ્કૃતિ આ તીર્થ સાથે સંકળાયેલી છે. આબુદેલવાડાનાં જૈન દેરાસરો ઉપર ફરફરતી ધજાઓ કેવળ જિનશાસનના મધ્યકાલીન પ્રભાવને જ માત્ર જાગૃત નથી કરતી; બલ્ક, એ કાળમાં જૈનશાસને સર્જેલા પ્રજાવત્સલ રાજવીઓ અને મંત્રીઓની પ્રકાશવતી ગૌરવગાથાને પણ તાજી કરે છે. અને તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy