________________
જૈન શ્રમણ
આ પ્રકાશનમાં ૬૦,૦૦૦ શબ્દોનું સંકલન છે. વિજયરાજેન્દ્રસૂરિજીની આ સર્વોચ્ચ દેણગી છે, જેમણે ૭૦૦
સ્થાનકવાસી પરિવારોને મંદિરમાર્ગી બનાવ્યાં.
૪૩
અહિંસા અને જીવદયા ક્ષેત્રે શ્રમણોનું યોગદાન :
અહિંસા અને જીવદયા એ તો જૈનસાધુઓના પ્રાણ ગણાય છે. અહિંસા એમની રગેરગમાં વ્યાપેલી હોય છે. રાજાઓ તેઓના આવ સુંદર આચારોથી પ્રભાવિત થતા અને અહિંસાના પ્રચારમાં પ્રવૃત્ત થતા. શ્રી હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારપાળને પ્રતિબોધ પમાડીને અઢાર રાષ્ટ્રોમાં જીવદયાનું ચુસ્ત પાલન કરાવ્યું. આ સમયમાં ઘોડાને પણ ગાળીને પાણી પિવડાવાતું. શ્રી હીરવિજયસૂરિજીએ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડીને અહિંસાના આરાધક બનાવ્યા હતા એ ઇતિહાસ બહુ રોમાંચક છે. એ પછીના જૈનાચાર્યોએ પણ અહિંસાના પ્રચાર માટે ખૂબ જ મહત્ત્વનાં કાર્યો કર્યાં છે. હમણાં આપણે ત્યાં છેલ્લા દુષ્કાળમાં જૈનોએ મબલખ ફંડ એકઠું કરીને પશુદયાનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડ્યું. ગામેગામ પાંજરાપોળો દ્વારા પશુઓ માટે જે કામ થયાં અને થઈ રહ્યાં છે તેમાં જૈનાચાર્યોનો જ મુખ્ય પ્રભાવ પ્રવર્તે છે. આજે આ ધરતીની ધૂળમાં કણેકણમાં અહિંસા અને જીવદયાના ઉચ્ચતમ સંસ્કારો ધરબાયેલા છે. જૈનધર્મની જીવદયાની આ ઉત્કૃષ્ટ ભાવનાની, ભાવિમાં માનવજાતિનો ઇતિહાસ લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે નોંધ લેવાશે.
જ્ઞાનપ્રાપ્તિના કારણભૂત ગ્રંથોમાં શ્રમણોનું યોગદાન
અનંત જ્ઞાન આત્માનો ઉજ્જવળ અને અદ્ભુત ગુણ છે. વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ અર્થપૂર્વકની દેશના સાંભળી, પરંપરાથી જાણી-સમજી, ચિંતન-મનન કરી, તે પછીના શ્રમણોએ જીવવિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, કર્મનું વિજ્ઞાન, પુદ્ગલાદિનું વિજ્ઞાન, વિશ્વની રચના, જડ-ચેતન સ્વભાવનું નિરૂપણ સુંદર રીતે કરેલ છે. આવા ગ્રંથો પામર જીવોને સમજવાં પણ બહુ જ અઘરાં અને દુષ્કર છે, તો નિર્માણની વાત જ ક્યાં રહી? માટે જ આ સર્વ ગ્રંથો વિશ્વ માટે આદરણીય બની શક્યા છે. આ ગ્રંથોની પાછળ ખરેખર સાક્ષીભાવ જ છે. કર્તાભાવ ન હોવાથી જ અનેક દોષ-દૂષણથી રહિત છે.
ગ્રંથરચનાની એક આગવી પરંપરા જૈનસંઘમાં ચાલતી આવી છે. નામૂર્ત નિષ્યતે હિંવિત્। એ ન્યાયે આધાર વિના કાંઈ પણ ન લખવું-એ પરંપરાને જૈન શ્રમણો બરોબર વળગી રહ્યા છે. તેથી જ આ સર્વ ગ્રંથો આજે પણ ઠેર ઠેર વંચાઈ રહ્યા છે. અનેકાનેક ગ્રંથોનું વાંચન-મનન કરીને ગ્રંથરચના કરવાનું કામ હજુ પણ ચાલુ જ છે. હિંદી ભાષામાં આવું નિર્માણકાર્ય પૂ. શ્રી આત્મારામજી મહારાજે છેલ્લી સદીમાં ખૂબ મોટા પાયે કર્યું. આ પછી છેલ્લે કર્મસાહિત્યનું મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષામાં નવસર્જન કરવા-કરાવવાનું શ્રેય સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયને ફાળે જાય છે.
શ્રમણ ભગવંતોએ મા સરસ્વતીની કૃપાથી ગ્રંથોની રચના કરી તે અદ્ભુત છે. શ્રી અભયદેવસૂરિજીએ નવાંગી ટીકા; પદર્શનવેત્તા શ્રી હરિભદ્રસૂરિજીએ યોગ અને ન્યાયના સુંદર ગ્રંથો; શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાકરણ, છંદ, અલંકાર વગેરેનું વિપુલ સર્જન કર્યું. પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ ન્યાયના ગ્રંથોની રચના કરી. ઉપરાંત, જ્યોતિષ, વૈદક વગેરે તમામ વિષયોમાં જૈનમુનિઓનું ભારે મોટું પ્રદાન છે.
જૈનધર્મની પ્રભાવનામાં રાજ્યાશ્રય અને શ્રમણો
રાજાઓને પ્રભાવિત કરી, જૈનસાધુઓએ પહેલું કામ રાજાઓને ધર્મ સમજાવવાનું કર્યું. સાધુઓ સામેથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org