________________
જૈન શ્રમણ
૪૫
કાળના માનવ-ઔદાર્યની ઝાંખી કરાવે છે. પ્રજાધર્મ બનેલો જૈનધર્મ રાજતંત્રો સુધી પોતાનો અવાજ પહોંચાડી શકતો હતો. ગુજરાતના જૈન મહાત્માઓ-શાંતુ, આભુ, મુંજાલ કે ઉદયન મહેતા, વસ્તુપાલ-તેજપાલ, અંબડપેથડ કે ઝાંઝણા વગેરે જૈનમંત્રીઓ સ્વયંબળે ઊંચા દરજ્જૈ પહોંચ્યા હતાં.
રાજા-પ્રજા વચ્ચેની આ કડીઓ કેવી આશીર્વાદરૂપ હતી તે જોઈએ. રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદરામાં ભટકતા હતા ત્યારે જિનશાસનની પ્રેરણા પામી જૈન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો સોનામહોરોની ભેટ ધરી દીધી હતી. જૈનધર્મના એક પરમ અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી પર ઝંડો ફરકતો થયો. વિરધવલના મંત્રી તેજપાલે અને માંડવગઢના પેથડશાહે દર્ભાવતી-ડભોઈનાં જિનમંદિરોના નિર્માણકાળમાં સારો રસ લીધો હતો. એટલું જ નહીં, પણ ધર્મ અને રાજ્યશાસન વચ્ચેનો સમન્વય સાધ્યો હતો. નવમી સદી પહેલાનો ઇતિહાસ તપાસતાં ખ્યાલ આવે છે કે ગિરિતીર્થ, જ્યાં ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી હતી, જ્યાં એક સમયે 300 જિનમંદિરો ઝળાંહળાં થતાં હતાં, ત્યાંના ધર્મપ્રેમી મંત્રીશ્વરો પેથડશા અને ઝાંઝણશાનું જૈનધર્મમાં જે અપ્રતિમ યોગદાન હતું તે અમર રહેશે. કહેવાય છે કે, વસ્તુપાલ તેરસો તેર અને પેથડશાહે ચોર્યાસી જિનમંદિરો બંધાવ્યાં. | કુંભારણાના મંત્રી ધરણશાએ બત્રીશ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી, રાણકપુર (ધરણવિહાર)માં ૯૯ કોડ સોનામહોર ખર્ચ ૧૪૪૪ સ્થંભ સહિતનું નલિનીગુલ્મ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિરની ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવેલી. એમ કહેવાય છે કે ભારતભરમાં આના જેવું બીજું એકેય મંદિર જણાતું નથી. વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયનો કરાવેલો જીર્ણોદ્ધાર ચિરસ્મરણીય રહેશે. ઉદયન મંત્રીએ ખંભાતમાં ઉદયનવસહી નામનું બનાવરાવેલું જીનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. સિદ્ધરાજના મંત્રી સર્જન શ્રેષ્ઠીએ ગિરનાર રેવતગિરિ) પર સં. ૧૮૮૫માં કરાવેલો જીર્ણોદ્ધાર જિનભક્તિનું પ્રેરક ઉદાહરણ છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ પ્રશંસાપાત્ર બની ગઈ. બાહડ મંત્રીએ કોરટાજી અને જોધપુર પાસેના સાંચોરમાં બંધાવેલાં જિનમંદિરો તેમની જિનભક્તિના પ્રબળ પુરાવા છે. મધ્યપ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના સંગ્રામસોની મંત્રીએ છૂટે હાથે લક્ષ્મીનો ધોધ વહાવીને માંડવગઢ ધાર, મંદસૌર વગેરે સ્થળોએ સત્તર જેટલાં વિશાળ જિનમંદિરોનું નિર્માણ કરાવીને ઇતિહાસ સર્જ્યો છે. આ સર્વ પ્રભાવ અને પ્રતાપ જૈનાચાર્યોની પ્રેરણા અને જૈનોની ઉદારતાને આભારી છે. (તીર્થસ્થાનો અને જિનમંદિરોમાં સાર્થકનામી શ્રમણોનું પ્રેરક યોગદાન :)
તીર્થસ્થાનો અને જિનમંદિરોનાં સર્જન એ મુખ્યત્વે તો શ્રાવકસંઘોની ફરજ છે. પૂ. આચાર્યદેવાદિ મુનિવર્યો આ અંગે ઉપદેશથી જરા પણ આગળ નથી વધતા. આ કારણે જ પૂર્વનાં તીર્થો સર્વમાન્ય બની શક્યાં હતાં. પૂજ્ય મુનિવર્યો માત્ર ઉપદેશક જ રહે અને શ્રાવકો નિર્માણકાર્યોમાં દિલ દઈને રસ લે તો તીર્થોની આભા ઓર રીતે ખીલી ઊઠે. છેલ્લી સદીમાં જે જે તીર્થસ્થાનો ઉદ્ધાર પામ્યાં અને વિકસ્યાં; જેવાં કે, કદમ્બગિરિ, હસ્તગિરિ, સમેતશિખરજી, ભરૂચ, પાવાપુરી, શંખેશ્વરજી, ભદ્રેશ્વર આદિ-એના વિકાસ અને સંવર્ધનમાં જે જે પૂજય આચાર્યોએ-શ્રમણોએ ઉપદેશ દ્વારા તીર્થભક્તિ કરાવી તે અનુપમ અને અજોડ છે. આવી પ્રવૃત્તિ પૂર્વકાળમાં પણ અન્ય મહાપુરુષોએ કરી-કરાવી-અનુમોદી છે. હેમચંદ્રસૂરિ–તારંગાતીર્થયજસ્વામી-જાવડશા-શત્રુંજય તીર્થનો ઉદ્ધાર ઇત્યાદિ તરત જ સ્મરણે ચડે. પંદરમી સદીમાં પૂ. આ. શ્રી સોમસુંદરસૂરિજી મહારાજનો ૧૮૦૦ સાધુઓનો પરિવાર હતો. અને એ કાળમાં શાસનપ્રભાવના કરનારા પૂ. શ્રી જ્ઞાનસાગરસૂરિજી, પૂ. શ્રી કુલમંડનસૂરિજી, પૂ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org