________________
જૈન શ્રમણ
૪૬૩.
સૂરિમંગ સહિતના સાધક સૂરિવશે
- અષ્ટવિધ પ્રભાવકોમાં મંત્રપ્રભાવક અને વિદ્યાપ્રભાવકનું પણ આગવું સ્થાન છે. આજે પણ જૈન શ્રમણ સંસ્થા પાસે સૂરિમંત્ર કે વર્ધમાનવિદ્યા જેવા પવિત્ર મંત્રો અને વિદ્યાઓનો અણમોલ વારસો જીવંત સ્વરૂપે સચવાયેલો છે. અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો સૂરિમંત્રના પંચ–પ્રસ્થાનની આરાધના કરે છે. આજે એવા પણ આચાર્ય ભગવંતો વિદ્યમાન છે, જેમણે સૂરિમંત્ર પ્રસ્થાનની આરાધના અનેક વાર કરી હોય. આ મંત્રના દિવ્ય પ્રભાવથી અવસરે–અવસરે ઉપદ્રવોનું નિવારણ અને શાસનનાઅભ્યદયની ચમત્કૃતિઓ પણ સર્જી શકાય છે.
આ સૌ પૂજ્યો દ્વારા જિનશાસનની અપૂર્વ આરાધના, રક્ષા અને પ્રભાવના કરવાપૂર્વક સાહિત્ય-ઉપકાર પણ શ્રી ચતુર્વિધ સંઘ માટે ખૂબ જ અવર્ણનીય છે.
‘દક્ષિણ-દીપક'- દક્ષિણ દેશોદ્ધારક” સમર્થ પ્રવચનકાર પૂ. આ.શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.
મનોહર માલવાદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ મૂળચંદભાઈ અને માતાનું નામ ધાપુબાઈ હતું. ઓસવાલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીનો જન્મ થયો હતો. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છસાત વર્ષે મોટાં રાજકુંવર નામે એક બહેન હતાં. દોલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ કર્યો, પરંતુ માતા-પિતા લાંબુ જીવ્યાં નહીં. આથી દોલતરામનો ઉછેર મામાને ત્યાં થયો. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિપૂજા વિરુદ્ધ સંસ્કારો હતા, પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત “સખ્યત્વ શલ્યોદ્ધાર’ નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં આંતરચક્ષુ ખૂલી ગયાં. મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામા થિયેટરમાં મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના
વ્યાખ્યાને તેમના પર અભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણો સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા.
તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનનો અનેરો ઉત્સાહ હતો. તેથી શાસ્ત્રાભ્યાસ સારી રીતે ચાલ્યો. ન્યાય, તર્ક, જ્યોતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં “આત્મા, કર્મ અને ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાનો આજે પણ આત્મતત્ત્વવિચાર'ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચનોનો સંગ્રહ “ધર્મતત્ત્વપ્રકાશ', જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાનો પરિચાયક છે. સં. ૨૦૧૪માં રાજનગરવિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચનો નમસ્કાર મહિમા” નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિ પદ, સં. ૧૯૯૨માં પંન્યાસ પદ અને સં. ૧૯૯૩માં આચાર્ય પદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય પદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહોરમાં આઠ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org