SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ વિશ્વ અજાયબી : ૩૪. ૫૦થી વધારે જિનાલયો રાજસ્થાનનાં ક્યા નગરમાં છે? ઉદયપુર ૩૫. ૫0 યોજન પ્રમાણ શત્રુંજય ક્યા આરામાં? ચોથા આરામાં ૩૬. ૫૦ લાખ ભવન ક્યા ઇન્દ્રના છે? બલીન્દ્ર ૩૭. ૫૦ હજાર દ્રવ્યથી ગુરુપૂજન કરનાર શ્રાવક મલશ્રેષ્ઠી ૩૮. ૫૦ ધનુષ ઉંચા ક્યા બલદેવ હતા? સુપ્રભ ૩૯. ૫૦ હજાર વર્ષની ઉમ્ર ક્યા શલાકા પુરુષની? નંદના ૪૦. ૫૦ લાખ ઉપર શ્લોકની રચના કરનાર આચાર્ય ભગવંત? હેમચંદ્રાચાર્ય ૪૧. ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્યપાલન કોણે કરેલ? શીતલનાથ ૪૨. ૫૦ હજાર વર્ષ સુધી યુગપ્રધાન બનીને કોણ વિચરેલ? ચશોભદ્રસૂરિ ૪૩. ૫૦ વર્ષ સુધી શલ્યવાળી તપસ્યા કોણે કરેલ? લક્ષ્મણા સાધ્વીજી ૪૪. ૫૦ હજારથી વધારે પુસ્તકો ક્યા ભંડારમાં છે? કોબા ૪૫. ૫૦થી વધારે શિષ્યો મા આચાર્ય ભગવંતને હતા? રામચંદ્રસૂરિ ૪૬. ૫૦થી વધારે ક્યા તીર્થના નામ છે? પાલિતાણા ૪૭. ૫૦ હજાર યુવાનોની સામૂહિક સામાયિક કરાવનાર ગુણરત્નસૂરિ ૪૮. ૫૦ લાખ પૂર્વ જેટલું આયુષ્ય ક્યા તીર્થકરનું? અભિનંદનસ્વામી ૪૯. ૫૦થી વધારે પુત્રો કેટલા તીર્થકરોને હતા? ૫૦. ૫૦ વર્ષની ઉમ્ર પછી વ્યાકરણ ભણવા કોણ બેઠા? કુમારપાલ મારી વૈરાગ્યકથા નં.-૧૯ --------' વૃદ્ધાવસ્થાની વિષમતા દેખી વેરાગ્ય શાંતિસ્નાત્ર મહાપૂજનનું ખાત્રજળ મારી પટરાણીને એક વૃદ્ધ કંચુકી મારફત મોકલ્યું જે ધ્રુજતા પગ, દાંત વગરનું 1 મુખ, શ્વેત રોમરાજી અને હાડમાંસ રક્તહિનતાના કારણે અશક્ત હોવાથી કૈકેયી પાસે પહોંચવામાં મોડો પડ્યો, અને i લાંબુ વિચાર્યા વગર પોતાનું માનભંગ જાણી પટ્ટરાણીએ વસ્ત્ર લઈ ફાંસો ખાવા દુસ્સાહસ કર્યું. તે ઘટનાથી અયોધ્યાપતિ છતાંય હું રાજા દશરથ દીક્ષા મનવાળો થયો. કંચુકીની વિષમ વૃદ્ધાવસ્થા આવે તે પૂર્વે જ સંસાર છોડી દેવો | તેવી ભાવનાથી હું સંસારસુખોથી ઉમુખ બની ગયો, તેમાં વળી એક દિવસ સત્યમુનિ નામના મહાત્માએ મારી 1 જિજ્ઞાસા સંતોષવા મને મારો જ પૂર્વભવ જણાવ્યો. તે પ્રમાણે અનેક ભવો પહેલાં મારો આત્મા ઉપસ્તિ નામની કન્યા હતો. સાધુઓની નિંદા અને કદર્થના કરનારી તે સ્ત્રી આશાતનાના કારણે અનેક તિર્યંચગતિમાં ભટકી. તેમ કરતાં કર્મ ખપતાં હું વરુણ નામે સદાચારી વણિકપુત્ર પણ બન્યો તે પછી યુગલિક બની દેવ બન્યો. તે પછી સૂર્યજય નામનો રાજપુત્ર હું બન્યો અને પિતા રત્નમાળીની સાથે મેં દશરથે પૂર્વભવમાં દીક્ષા લીધેલી. ચારિત્ર ચોખ્ખું પાળી ૭માં દેવલોકમાં દેવતા બન્યો અને ત્યાંથી ચ્યવી રાજા દશરથ થયો છું. પૂર્વભવના પાપ-પુણ્યના પતન-ઉત્થાનથી થાકેલા મેં ; પૂર્વભવોની ઘટમાળ પછી દીક્ષાભાવને દઢ કરી રજોહરણ લઈ સંસાર સદા માટે છોડી દીધો. મારા પુત્ર રામે નાના ! પુત્ર ભરતનો પરાણે રાજ્યાભિષેક કરી પોતે વનવાસ સ્વીકાર્યો તે બધીય ઘટનાઓએ વૈરાગ્ય વરાળ તેજ કરી અને ! મુનિરાજ સત્યભૂતિએ સંયમ પ્રદાન કરી મને તાર્યો. વૈરાગ્યના નિમિત્તો બહાર કરતાંય ઘરમાંથી જલ્દી મળી શકે છે, જે સત્ય છે. ---- (સાક્ષી-રાજા દશરથ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy