________________
૪૩૨
જૈનોના ચોવીસમાં તીર્થંકર–વીતરાગ–સર્વજ્ઞત્રિભુવનભાનુ–સર્વગુણસુંદર ભગવાન શ્રી મહાવીર–વર્ધમાનસ્વામીની નવમી પાટ દીપાવનાર આર્યશ્રી મહાગિરિજી સ્થવીર અને આર્યશ્રી સુહસ્તિગિરિજી સ્થવીર અને એમનાથી પ્રતિબોધિત રાજા શ્રી સંપ્રતિની વાત આપણે અહીં કરવી છે. એમા સૌ પ્રથમ હિમવદાચાર્ય નિર્મિતા સ્થવિરાવલી ગુજરાતી ભાવાનુવાદમાંથી કાંઈક જાણીએ:
પરમપદ પ્રાપ્ત કરેલા તે શ્રી મહાવીર-વર્ધમાનસ્વામી તીર્થંકર ભગવાનને અને ગણધરનાચ-ગણધરશ્રી ગૌતમસ્વામીને નમસ્કાર કરીને હું સ્થવિરાવલીને કહું છું.
સ્થવિર (વિ.) વૃદ્ધ-બુઢા, પૂ. જૈન સાધુસ્થવિરાવલી–જૈન મુનિઓનો સમૂહ, ક્રમથી જૈન મુનિગણના ચારિત્રનો પ્રતિપાદક ગ્રંથ.
અહીં તો ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનદેવની પાટપરંપરામાં આવેલા સ્થવિર મુનિઓની વાત વિશેષ કરાશે.
ગાથા ૧૫
સારી ભક્તિથી સંયુક્ત એવો હું સૌ પ્રથમ મુનિઓના સ્વામી સુધર્માસ્વામીને વંદન કરું છું, જેમનો આ પરિવાર કલ્પવૃક્ષની જેમ વિસ્તાર પામ્યો છે...
Jain Education International
વિશ્વ અજાયબી :
પ્રભુશ્રી વર્ધમાન-મહાવીરદેવને નવ ગણ અને ૧૧ ગણધરો હતા તે પૈકીના સૌથી અધિક દીર્ઘ આયુષ્યવાન હોવાથી પ્રભુની પાટ પર પાંચમા ગણધરશ્રી સુધર્માસ્વામીજી આવ્યા. આજનો સમસ્ત શ્રમણ સમૂહ શ્રી સુધર્માસ્વામીનો અનુયાયી ગણાય છે. ગાથા ૨૫
એમના પદના અલંકાર સમાન તે જંબૂસ્વામી મહામુનિને હું વંદુ છું, જેઓ આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની હતા અને જિનમતસ્વરૂપ ગગનના આંગણામાં સૂર્યસમાન તેજસ્વી હતા. ।।ગાથા ૩॥
સુરવરોના સમુહથી વંદાયેલા મુનિઓના સમુહમાં ઉત્તમ એવા શ્રી પ્રભવસ્વામીને હું નમસ્કાર કરું છું. એઓની કીર્તિનો વિસ્તાર આજે પણ સકલ ત્રિલોકમાં ચમકી રહ્યો છે. ગાથા
૪૫
તેમની પાટ સ્વરૂપ આકાશમાં પ્રભાવ પાડનારા શ્રી શસ્થંભવ મુનિનાથને હું વંદું છું કે જેઓ શ્રી શાંતિનાથ ભગવંતની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલા અને જેમણે નામના પોતાના પુત્રને માટે દશવૈકાલિકસૂત્રની સુંદરતમ રચના કરેલી હતી. ।।ગાથા પ॥ જુઓ દશવૈકાલિક :“સિજ્જુભવ ગણહર, જિણપડિમા દંસણેણ પડિબુદ્ધા” ॥૧૪॥
મનક
For Private & Personal Use Only
COLD
(૧) દ્રુમક-ભિખારી જૈન
સાધુ પાસે ખાવાની માગણી કરે છે; (૨) ખાવાના પ્રલોભને જૈન સાધુ- દીક્ષા લેવા તૈયાર થયેલા ઠુમક ભિખારીની દીક્ષાવિધિ
(૩) અતિ ખાવાથી બિમાર પડેલા નૂતન
(ભિખારી) સાધુની શ્રાવકો દ્વારા ખૂબ
સુંદર સેવા. (ઠુમક
સાધુ પંચતત્વ બાદ
બીજા ભવમાં સંપ્રતિ રાજા બને છે.
www.jainelibrary.org