SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૩૧ ભગવાન શ્રી મહાવીર–વઈમાનદેવની પરંપરામાં નવમી-દસમી પાટ દીપાવનારા મહાન ધુરંધરો આર્ય મહાગિરિજી-આર્ય સુહસ્વિગિરિજી (તથા સમiટ સંપ્રતિ અને તેમની આસપાસ) –જૈનાચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્ય પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણી [વિજય ભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દિ વિ.સં. ૧૯૬૭-૨૦૬૭] સો ટચના સોના સમો અમૂલ્ય વારસો જાળવવામાં પ્રતિભાસંપન્ન શ્રમણોની વાર્તા જૈન શાસનના ઇતિહાસના પાને પાને જોવા મળે છે. પૂર્વકાલીન એ ધુરંધર શ્રમણોના ત્યાગમય જીવનના દર્શન માત્રથી યોગ્ય જીવોમાં વૈરાગ્યની–પંચાચાર પાલનાદિની વૃદ્ધિ થતી હોય છે. ભગવાનશ્રી મહાવીર-વર્ધમાનદેવની પાટપરંપરામાં નવમી પાટને શોભાવનાર આર્ય મહાગિરિસૂરિજી મ. જૈન શ્વેતામ્બર પરંપરાના યુગપ્રધાનાચાર્ય, બુદ્ધિમાન, પરમત્યાગી અને નિરતિચાર, સંયમના તેમજ જિનકલ્પતુલ્ય કઠીન તપ સાધનાના સાધક હતા. દશપૂર્વની શ્રુતસંપદાના ધારક હતા. ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. ૭૦ વર્ષનો દીક્ષા પર્યાય હતો. સંપૂર્ણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી માલવદેશમાં ગજેન્દ્રપદ તીર્થમાં સ્વર્ગવાસ પામ્યા વીર સંવત ૨૪૫. એવા જ પૂર્વના બીજા ધુરંધર યુગપ્રધાનોમાં સૌથી વધુ દીક્ષાપર્યાયી, સારાએ ભારતવર્ષમાં જૈનધર્મ પ્રવર્તાવનારા અને મહારાજા સંપ્રતિને પ્રતિબોધી લાખો જિનમંદિરો અને જિનપ્રતિમાઓનું નિર્માણ-ઉપદેશ કરનારા આર્ય સુહસ્તિસૂરિજી મ. આર્ય મહાગિરિજીના લઘુ ગુરુબંધુ હતા. મૌર્યવંશી સમ્રાટ સંપ્રતિને જૈનધર્મી બનાવનારા હતા. ધર્મધુરાના સમર્થ સંવાહક હતા. ૭૭ વર્ષનો ચારિત્રપર્યાય હતો. તેઓ પણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર સં. ર૯૧માં ઉજ્જૈનમાં સ્વર્ગવાસ પામ્યા. આ બંને ધુરંધરો વિષેની ઘણી વાર્તા પ્રસ્તુત કરે છે પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર મહારાજ. પ્રસંગોપાત જૈનધર્મની અતિ પ્રાચીનતાનો પરિચય કરાવનાર પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યરત્ન પ.પૂ.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર વર્ધમાન આયંબિલ ઓળી ૧૦૦+૨૯ના આરાધક તથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. જેમનો ૩૪ વર્ષનો દીક્ષા પર્યાય છે. આ બંને ગુરુ બંધુઓ સહોદરો નવું નવું સંશોધન અને ચિંતન સાહિત્યમાં ખૂબ જ રસ-રુચિ ધરાવે છે. પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ પૂ. ગુરુદેવની કૃપાથી અને અમરેલી-સૌરાષ્ટ્રના ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વક રજા લઈને દીક્ષા લીધી. પૂજ્યશ્રીની સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહ્યા છે. પૂજ્યોને સાદર વંદનાઓ. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy