SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૭૫-૭૫ વર્ષની વય સુધીનું સમગ્ર જીવન શાસનને સમર્પિત કરી, પ્રતિભાસંપન્ન પૂજ્યશ્રી કેસર સૂરિસમુદાયની ખાણના કોહિનૂર હીરા બની ચમકી રહ્યા છે. તેના પ્રકાશમાં આવનારના અંધકારને દૂર ફગાવી પ્રકાશિત કરી રહ્યા છે. ધન્ય છે જૈન શાસનની આ અણમોલ સંપત્તિને ! અદ્ભુત વિરલ વિભૂતિને! સૌજન્ય : શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ ગિરિવિહારતળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ ટે.નં. (૦૨૮૪૮) ૨૫૨૨૫૮/૨૫૧૦૦૩ અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વાન, વર્તમાન ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી હેમભૂષણસૂરિજી મહારાજ આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પોતાના હૈયામાં વસાવવા, ઉપરાંત ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને ગુરુના વ્યક્તિત્વમાં પોતાનાં સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ સહેલું નથી : લોઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી શકાય એવી અને ઘણાને તો સાવ જ અશક્ય લાગે એવી એ સાધના છે, છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને પોતાને હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ મેળવી જનારા કોઈ સાધકની સ્મૃતિ થાય તો બીજી જ પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર અચૂક યાદ આવી ગયા વિના ન જ રહે! છેલ્લાં ૧૫ વર્ષ, ૧ મહિનો અને ૨૦ દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચ્છાયા બનીને રહેલું અને પોતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર ! શક્તિઓ મળવી સહેલી છે, એનો સદુપયોગ પણ હજી સહેલો છે, પણ અનેકવિધ શક્તિઓ વિકાસ સાધી શકે એમ હોવા છતાં એની ખીલવટની ખેવનાને ખતમ કરી દઈને ગુરુની Jain Education International ૪૧૯ સેવામાં રાતદિવસ સમર્પિત થઈ જવું એ તો ખૂબ કઠિન છે. આ સંદર્ભમાં પૂ. પંન્યાસજી મહારાજને મૂલવવા જઈએ તો તેઓશ્રીએ જે કર્યું છે તે ખાંડાના ખેલ ખેલવા જેવું છે. પાટને ગજાવી શકાય એવી પ્રવચનપટુતા, ભક્તમંડળ ઊભું થઈ શકે એવી પુણ્યાઈએ જરા પણ વશ બન્યા વિના પૂ. ગચ્છાધિપતિની સેવામાં જ બધું ન્યોચ્છાવર કરી ચૂકેલા પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષથી ગુરુકાયાની છાયા બનીને જ જીવન જીવ્યા છે. મેળવવા જેવો એમનો પરિચય : વતન વાપી. પિતાનું નામ છગનલાલ ઉમેદચંદ. માતાનુ નામ મણિબહેન. જન્મ દિન વિ.સં. ૨૦૦૩ના આસો વદ આઠમ. નામ હરીનકુમાર. પૂર્વની કોઈ સાધનાના યોગે હરીનકુમારને સાધુસહવાસ શૈશવથી જ ગમતો. ઘરના સંસ્કાર ઘણા જ ઉત્તમ. વળી માતાપિતા પણ સાચાં શ્રાવક હોવાથી એ સંસ્કાર વધતા રહ્યા. સાત ધોરણના શિક્ષણ બાદ માતાપિતાને લાગ્યું કે, હરીનના સંસ્કારો એવા છે કે તેને સુયોગ્ય ઘડતર મળે તો જૈનશાસનને દીપાવનારો સાધુ થઈ શકે. આ વખતે પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે પંન્યાસશ્રી)ના પરિચયથી છગનભાઈ સવિશેષ ધર્માભિમુખ બન્યા હતા. તેથી હરીનના હૈયામાં રહેલી સાધુત્વના સ્વીકારની ભાવનાને વિકસિત બનાવવા તેમણે પોતાનાથી બનતો બધો જ પુરુષાર્થ કર્યો. સિદ્ધાંતમહોદધિ પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, વિકુલિકરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પંન્યાસ શ્રી રોહિતવિજયજી ગણિવર આદિનો પરિચય વધતો ગયો, એમ હરીનકુમારની સંયમભાવના પુષ્ટ બનતી ગઈ. એમાં ૧૦ અને ૧૧ વર્ષની વયે પૂ. પં. શ્રી રોહિતવિજયજી ગણિવરની નિશ્રામાં ક્રમશઃ રાજકોટ અને રાધનપુરમાં ચાતુર્માસ રહીને હરીનકુમારે સંયમજીવનની તાલીમ લેવાનો શુભારંભ કર્યો અને એ ભાવના ઉત્તરોત્તર વધુ દૃઢ થતી ગઈ. એમાં વળી વિ.સં. ૨૦૧૫ના માગશર મહિને પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનો પુણ્યપરિચય એવી શુભ ઘડીએ થયો કે, સવા વર્ષ એમની નિશ્રામાં ગાળીને સંયમ સ્વીકા૨વા માટે બધી રીતે સજ્જ બની ગયા અને વિ.સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૧૨ના મંગલ દિવસે માત્ર સાડાબાર વર્ષની વયે હરીનકુમાર પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના શિષ્યરત્ન શ્રી હેમભૂષણવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. વાપીના આંગણે પુરુષની અને તેમાંયે બાળકની આ પ્રથમ દીક્ષા હોવાથી જૈન-જૈનેતરોએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy