________________
૪૧૬
એ પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ધાયુ પામી સુદીર્ધ શાસનસેવા કરતા રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના!
* સંવત ૨૦૫૩, વૈશાખ વદ ૧૧ના સો ઓળી પારણું. બેંગલોર પૂજ્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. આદિ સમુદાય સાથે. * ગચ્છાધિપતિ પદ, ટુમકુર, કર્ણાટક, આસો સુદ ૧, સંવત-૨૦૫૭, અનેક સંઘોએ તથા સમુદાય મળી.
* દક્ષિણદિવાકરની પદવી : સંવત ૨૦૬૦ ના અષાઢ સુદ બીજને રવિવાર, બેંગલોર આદિ ૧૮ સંઘોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ પ્રવેશ વખતે, હિરીયુરનાં ચાતુર્માસ પ્રવેશદિન.
સૌજન્ય : જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મંદિર 4th main road, Banglore તરફથી પૂજ્યપાદ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ
—પૂ. પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી મ.સા. પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ એટલે ગુણોનો ઘૂઘવતો મહાસાગર. આ મહાસાગરમાં મરજીવા બનીને ઊંડા ઊતરીએ તો અનેક ગુણરત્નો હાથમાં આવ્યા વગર ન રહે. અહીં આપણે એમના પાંચ વિશિષ્ટગુણોનો આસ્વાદ કરીએ.
૧. પરોપકારવૃત્તિ : સમસ્તવિશ્વ આજે દિન-પ્રતિદિન વધુને વધુ સ્વાર્થી બનતું જાય છે ત્યારે આ મહાપુરુષના લોહીના પ્રત્યેક બુંદમાં પરોપકારની વૃત્તિ વણાયેલી છે. નાનામાં નાના સાધુને કઈ વસ્તુની જરૂરિયાત હશે એનો ઉપયોગ તેઓશ્રીને સતત રહેતો હોય છે.
તેઓશ્રી ઘણીવાર કહેતા હોય છે.....આજના દીક્ષિત સાધુને પણ આપણે ગૌતમસ્વામીના રૂપમાં જોવાના છે. સાધુને જે વસ્તુ આપવી હોય તે ઉત્તમકક્ષાની આપવી. હલકી, વધારાની કે અદલાબદલી રૂપે પણ કોઈ વસ્તુ સાધુને આપીએ તો આપણને ઘોર લાભાંતરાય કર્મ બંધાય છે.”
એકવાર સ્વ. ગુરુદેવશ્રીએ પિંડવાડામાં એમને લખવા માટે નવી–સારી પેન આપી. સાથે કહ્યું : “આ પેન માત્ર તારે વાપરવાની.” એ વખતે પૂર્ણનમ્રતા સાથે પૂજ્યશ્રીએ કહ્યું :
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
“ગુરુદેવ! એવી રીતે આ પેન હું નહીં રાખી શકું. કોઈ માંગશે, કોઈને ગમશે તો હું આપી દઈશ.” આચાર્યભગવંતે સહર્ષ અનુમતિ આપી.
૨. આગમજ્ઞાતા : વર્તમાનકાળના તમામ આગમોના પૂજ્યશ્રી વિશિષ્ટજ્ઞાતા છે. વિશિષ્ટ એટલા માટે કે આગમોના માત્ર શબ્દાર્થ કે વાક્યાર્થ ન કરતાં છેક ઐદંપર્યાર્થ સુધી તેઓશ્રી પહોંચતા હોય છે. આનો અનુભવ પૂજ્યશ્રીની પાસે આગમગ્રંથોની વાચના લેનારા મહાત્માઓને ઘણીવાર થયો છે.
જિંદગીમાં ક્યારેય છાપું નહીં વાંચનારા આ મહાપુરુષ સાધુઓને દિવસમાં છ-છ કલાક સુધી આગમગ્રંથો
પ્રકરણગ્રંથો અને કર્મસાહિત્યમાં પાઠો આપતા હોય છે.
સમુદાયનો ભેદભાવ રાખ્યા વગર શ્રુતજ્ઞાનની આ ગંગાને તેઓ નિરંતર વહાવી રહ્યા છે. સંઘ અને સમુદાયની અનેકવિધ જવાબદારીઓથી ઘેરાયેલા હોવા છતાં નિરંતર સ્તોત્રપાઠ અને સમય મળે તો દિવસે, ન મળે તો રાત્રે જાગીને પણ ‘દશવૈકાલિક’, ‘આચારાંગ-સૂત્ર' આદિના પાઠ તેઓશ્રી કરતા હોય છે.
દીક્ષાના પ્રારંભકાળમાં ક્ષયોપશમ મંદ હોવા છતાં ગુરુકૃપાથી છેક શતાવધાન સુધી પહોંચી શક્યા, એટલું જ નહીં પ્રાકૃતવ્યાકરણ શીખ્યા વગર પ્રાકૃતભાષામાં અસ્ખલિતપણે સાધુ ભગવંતોને પોણોકલાક સુધી વાચના આપી શક્યા. વધારે શું લખીએ? શાસ્ત્રીય બાબતોમાં ગૂંચ પડે ત્યારે મુનિ જયઘોષવિજયજીની પણ સલાહ લેવી' આવું વાક્ય પોતાના પટ્ટકમાં લખીને સ્વ. પરમગુરુદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે એમની આગમજ્ઞતા-ગીતાર્થતા ઉપર મહોર મારી દીધી હતી.
૩. સંઘએકતા : સ્વ. બંને ગુરુભગવંતોના હૃદયમાં રમતી સંઘ એકતાના પૂજ્યશ્રી પ્રખર હિમાયતી છે. એમના હૃદયમાં સંઘ અને શાસન પ્રત્યે ભારોભાર આદરભાવ અને બહુમાનભાવ છે. વર્તમાનસંઘની દુર્દશા અને કફોડી સ્થિતિથી તેઓશ્રી અત્યંત વ્યથિત છે, અત્યંત ચિંતિત છે. એમની વાચના અને પ્રવચનો દરમિયાન આ વેદના પ્રગટ થયા વગર રહેતી નથી. પ્રાયઃ કરીને એમનું એકપણ પ્રવચન એવું નહીં હોય કે જેમાં સંઘ અને શાસનની એકતા, સમાધિ અને આદરભાવની વાત ન આવતી હોય. ચૌદ પૂર્વધરશ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી પણ સંઘની આજ્ઞા સામે જો ઝૂકી જતા હોય તો આપણે કોણ?
(૪) પ્રાયશ્ચિત્તદાતા :
આજ સુધીમાં હજારો
For Private & Personal Use Only
www.jainelibrary.org