________________
૩૬૮
પિતાનું નામ બાદરમલ, માતા સુંદરી. પછી જોધપુર રાજ્યના નાગોરમાં આવ્યા. સં. ૧૯૦૩ (સને ૧૮૪૭)માં યતિદીક્ષા લીધી, પરંતુ સં. ૧૯૩૦ (ઈ.સ. ૧૮૭૪)માં અજમેર મુકામે સંઘ સમક્ષ સંવેગી સાધુ-શ્રમણ બન્યા.
છે'
‘સુરતથી આગળ તાપી ઓળંગીને જવામાં પાપ ‘મૂકી તાપી તો થયા પાપી', મુંબઈ વિલાસી નગરી છે, જે સાધુ ત્યાં જાય તે ભ્રષ્ટ થયા વગર ન રહે તેવી–માન્યતાથી કોઈ જૈન સાધુ મુંબઈમાં પ્રવેશ નહોતા કરતા, પરંતુ ધર્મભાવનાને પોતાનું કર્તવ્ય સમજી મુંબઈના શ્રેષ્ઠીઓએ સં. ૧૯૪૭નું ચોમાસું મુંબઈમાં કરવા આગ્રહ કર્યો. પૂ. મોહનલાલજી મહારાજે આ પડકાર ઉઠાવી લીધો. સં. ૧૯૪૭માં ચૈત્ર સુદ છઠ્ઠના તેમના સામૈયામાં જૈનો ઉપરાંત હિંદુ અગ્રણીઓ, અંગ્રેજ અધિકારીઓ, વકીલો-ન્યાયાધીશો, પારસી, મુસ્લિમો વ. જોડાયા. બે વ્યક્તિઓને દીક્ષા દીધી! મુંબઈનો એ પ્રથમ દીક્ષામહોત્સવ ! મુંબઈ જેવા આ.રા. મહાનગરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ મુનિ!
F 'ક્રિયોદ્ધારક', 'શ્રી અભિધાન રાજેન્દ્રવિશ્વકોષ'ના કર્તા' : પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે તેમાં ૬૮મી પાટે શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી થયા છે.
આપશ્રીનો જન્મ સં. ૧૮૮૩માં ભરતપુરમાં. પિતા ઋષભદાસ, માતા કેસરબાઈ, પોતાનું નામ રત્નરાજ. ૨૧ વર્ષની ઉંમરે ઉદયપુરમાં યતિ શ્રી હેમવિજયજી મહારાજ પાસે શ્રી પ્રમોદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કરી રત્નવિજયજી નામ ધારણ કર્યું, પરંતુ સં. ૧૯૨૬માં જાવરા નગરમાં શ્રીપૂજ્યપદના સમસ્ત વૈભવનો ત્યાગ કર્યો અને ક્રિયોદ્ધારકપૂર્વક શ્રી ધનવિજયજી અને પ્રમોદરુચિજી સાથે સાધુપણું સ્વીકાર્યું.
વિશ્વકક્ષાના કોષકાર તરીકે પ્રતિષ્ઠા બક્ષનારું આપશ્રીનું ભગીરથકાર્ય છે—અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ'ની ૭ ભાગમાં, ૧૦,૫૬૬ પૃષ્ઠોમાં લગભગ ૬૦,૦૦૦ શબ્દોની વ્યાખ્યા આપી છે, જે જૈન આગમના રહસ્યોને ઉકેલવાની ગુરુચાવી જેવો છે. એમાં જે તે શબ્દસંબંધિત મતમતાંતર, ઇતિહાસ, વિચારો,
Jain Education International
વિશ્વ અજાયબી :
શાસ્ત્રોનું પ્રમાણ ઉપલબ્ધ છે. સંવત ૧૯૬૩માં ૮૦ વર્ષે રાજગઢ મુકામે સ્વર્ગવાસ થયો, તેઓ પરંતુ આપશ્રી પોતાનાં કાર્યોથી અમર છે.
: સાહિત્યવિશારદ', ‘વિધાભૂષણ' : પૂ. આચાર્યશ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
સં. ૧૯૪૪માં ‘દેવીચંદ'નો જન્મ. માતાપિતા ભોપાલના સરસ્વતી–ભગવાનદાસ. સંવત ૧૯૫૨માં દીક્ષા પ્રદાન થતાં ‘દીપવિજયજી મહારાજ' બન્યા. વિદ્યા, તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક અભ્યાસક્ષેત્રે આગળ વધ્યા. પંડિતવર્ગમાં પ્રિયપાત્ર બન્યા. સંવત ૧૯૭૬માં વિદ્વત્સમાજે ‘સાહિત્યવિશારદ’, ‘વિદ્યાભૂષણ’ જેવી વિશેષ પદવીઓ આપી. તેમણે ‘શ્રી અભિધાન રાજેન્દ્રકોષ'ના સંપાદનમાં પણ મદદ કરેલી. સં. ૧૯૯૩માં આહોરનગરમાં સ્વર્ગવાસ થયો.
( ‘રાષ્ટ્રસંત' : પૂ.આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી (‘મધુકર') મહારાજ
માત્ર ‘રાષ્ટ્રસંત’ના બિરુદને જ યાદ કરીએ તે કેમ ચાલે? શાસનના મહાન જ્યોતિર્ધર, તીર્થપ્રભાવક, વિદ્વર્ય......એવા પૂ. આચાર્યશ્રીનો જન્મ થરાદના પેપરાળ ગામમાં સ્વરૂપચંદ ધરુ અને પાર્વતીબાઈના પુત્ર પૂનમચંદરૂપે સં. ૧૯૯૩માં. સંવત ૨૦૧૦માં આ. શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સિયાણા (રાજ.)માં દીક્ષાગ્રહણ કરી અને મુનિશ્રી જયંતવિજયજી બન્યા અને સં. ૨૦૪૦માં આચાર્યપદથી અલંકૃત કરાયા. લેખન-સંશોધન-સંપાદનની અનોખી પ્રતિભા ધરાવતા મુનિશ્રીએ મધુકર' ઉપનામ પસંદ કરેલું.
વિવિધ પ્રકારની શાસનસેવા પછી સં. ૨૦૪૦માં ભાંડવપુર તીર્થમાં આચાર્ય પદવીથી અલંકૃત થયા. ગુજરાતીહિંદી-સંસ્કૃત-પ્રાકૃત ભાષા અને મેવાડી-મારવાડી-માળવી બોલીમાં પારંગત છે, ઉપરાંત અંગ્રેજી-તમિળ-કન્નડ-તેલુગુથી પણ પરિચિત છે!
અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃતના ઉત્તમોત્તમ ગ્રંથોના અનુશીલનકર્તા, જ્યોતિષ-ઇતિહાસમાં વિદ્વાન, અનેક સ્થાનોના આંતરકલહોના શમનકર્તા, આગમ સાહિત્યમાંનાં રહસ્યો– ગૂઢતાને સરળતાથી રજૂ કરનાર સાહિત્યકાર, ચિંતનાત્મક લખાણથી ઘડતર કરનાર, છંદોબદ્ધ રચનાઓ સહિતના કવિગીતકાર, સ્તવન–સજ્ઝાય અને ભક્તિગીતોની કેસેટના
પ્રસ્તુતકર્તા, પ્રવચન–પીયૂષની વર્ષા કરતા કથાકાર,
For Private & Personal Use Only
www.jainelibrary.org