________________
7
જૈન શ્રમણ
સમાજસુધારક, ઉગ્રવિહારી એમ અનેકવિધ પાસાં ધરાવે છે. શાસનના મહાન જ્યોતિર્ધર એવા આપશ્રીની ધર્મપ્રચાર અને પ્રસારની ઉદાત્ત ભાવનાના અનુસંધાનમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી શંકરદયાળ શર્માએ જાવરા મુકામે પૂ.આ. શ્રી જયંતસેન સૂરિ અભિનંદન ગ્રંથનું વિમોચન કરીને ‘રાષ્ટ્રસંત’ની માનદ્ પદવીથી વિભૂષિત કર્યા છે.
E ‘ભીનમાલ નગરોદ્ધારક' : પ.પૂ. આ. શ્રી વિજયતીર્થેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
સાગર નગરમાં બ્રાહ્મણ પરિવારમાં સં. ૧૯૪૮માં ‘નારાયણ’રૂપે જન્મ. પિતા નાથુરામજી. માતા લક્ષ્મીદેવી. પ્રારંભમાં યતિજીવનમાં અને ત્યારબાદ સં. ૧૯૬૫માં પૂ.આ. શ્રી વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી અને મુનિ શ્રી તીર્થેન્દ્રવિજયજી જાહેર થયા. સં. ૧૯૯૨માં આચાર્યપદ અપાયું. જિનમંદિરો, ગુરુમંદિરો, વાચનાલયોનાં નિર્માણકાર્યો માટે પ્રેરણા આપી પુરુષાર્થ કર્યો. વિદ્વાન, સંઘોના સલાહકાર, યોગી અને પ્રખર વક્તા હતા. હયાતીમાં સાચી ઓળખાણ ન થઈ પણ પછીથી કદર થઈ! ભીનમાલ શહેરને સુખી-સમૃદ્ધ બનાવવા સં. ૧૯૯૨ના કાર્તિક સુદ ૧૩-૧૪૧૫ના દિવસે આખું શહેર ખાલી કરાવી પછી વિધિપૂર્વક પુનઃ પ્રવેશ કરાવ્યો!
૬ ‘સિદ્ધગિરિયાત્રાના પરમ ઉપાસક' : પૂ. પં. હિંમતવિમલજી ગણિવર્ય
સદ્ધર્મોપદેષ્ટા, દીર્ઘ તપસ્વી, અનુયોગાચાર્ય, પૂ.પં.શ્રીનો જન્મ સં. ૧૯૦૩માં સિરોહીમાં હુકમચંદ અને દિવાળીબહેનના પુત્રરત્ન હીરાચંદ તરીકે. પૂજ્ય અમૃતવિમલજી મહારાજે સંવત ૧૯૨૫માં દીક્ષા આપી, જેથી હીરાચંદ હવે મુનિશ્રી હિંમતવિમલજી બન્યા. તેમણે આ મુનિની વિશેષ યોગ્યતા જાણી બીજા જ વર્ષથી સ્વતંત્ર ચાતુર્માસની આજ્ઞા આપી. દર વર્ષે, ચાતુર્માસ પૂર્ણ થયે તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરતા રહ્યા. આ ક્રમ ૮ વર્ષ ઉપરાંત ચાલ્યો. નવ્વાણું યાત્રા કુલ ૧૪ વાર કરી. ૧૦૮ વર્ષે સં. ૨૦૧૦માં અમદાવાદ ખાતે કાળધર્મ. [ ‘વ્યાખ્યાનવાચસ્પતિ', 'સચ્ચારિત્ર ચૂડામણિ'
• પૂ. આ.શ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજ
પૂ.પં. શ્રી મુક્તિવિમલજી ગણિના આ શિષ્યરત્નનો જન્મ સં. ૧૯૬૨માં અમદાવાદમાં, સં. ૧૯૮૨માં દીક્ષા, સં. ૨૦૨૦માં આચાર્યપદ. વિવિધ ધર્માનુષ્ઠાનો તથા ધર્મોઘોતનાં
Jain Education International
૩૬૯
વિશાળ કાર્યો સુસંપન્ન થયાં. સંવત ૨૦૧૮માં કાળધર્મ પામ્યા. – ‘સાહિત્યદિવાકર' :
પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ
અચલગચ્છના અણગારરૂપ, અચ્છા લેખક-સંશોધકવિદ્વાન વક્તા, પ્રતિભાસંપન્ન. આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાનની ભેટ સમા પૂ. આ.શ્રીનું વતન નવાવાસ-કચ્છમાં. જન્મ સં. ૨૦૧૦માં. માતા પ્રેમકુંવર. પિતા રતનશીભાઈ. સંવત ૨૦૨૬માં અચલગચ્છાધિપતિ પૂ. આ.શ્રી ગુણસાગરસૂરિજીના હસ્તે સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. સંસ્કૃત સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી છે. અઢાર વર્ષની ઉંમરે તો પરભવનું ભાથું' નામક લોકભોગ્ય પુસ્તકનું આલેખન-સંપાદન શરૂ કરવા કલમ ઉપાડી જે અવિરતરીતે ચાલુ રહી. પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડારોમાં રત રહીને તેની પ્રાપ્તિ-જાળવણી ગમે છે. ‘શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ (સચિત્ર-પૃ. ૧૦૦૦)એ આપશ્રીએ સંશોધન કરેલો સંપાદિત ગ્રંથ છે. સં. ૨૦૪૧માં શિખરજીતીર્થમાં અખિલ ભારતીય વિદ્વદ્ સંમેલનમાં વિદ્વાનોએ તેમને ‘સાહિત્યદિવાકર'નું બિરુદ અર્પણ કર્યું છે.
F ‘ભારતભૂષણ' : આ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મ.
વતન આબુ પાસે વાંડિયા વડગામ. જન્મ સં. ૧૯૨૦માં બ્રાહ્મણ પરિવારમાં, પિતા શ્રી દાનમલજીને ત્યાં બાળ ભલુ/ ભાઈચંદરૂપે. યતિજીવનની શિથિલતાઓ પ્રત્યે અણગમાને કારણે સં. ૧૯૩૮માં શ્રી કુશલચંદજી મહારાજના હસ્તે ‘ક્રિયા–ઉદ્ધાર’ કરે સંવેગી દીક્ષા લીધી. તે શ્રી ભ્રાતૃચંદ્રજી સંવેગમાર્ગે વળ્યા. પ્રૌઢ પાંડિત્યથી અનેક રજવાડાંઓમાં આદરપાત્ર બન્યા. શાસનોન્નતિમાં અનેક કાર્યોથી કચ્છના મહારાજા અને વિદ્ધમંડળે સં. ૧૯૪૨માં ‘ભારતભૂષણ’ બિરુદ અર્પણ કર્યું.
: ‘અનંત જીવપ્રતિપાલક', 'યોગલબ્ધિ રાજરાજેશ્વર', ‘જગદ્ગુરુ’, ‘સૂરિસમ્રાટ', ‘નેપાલરાજ્યગુરુ', ‘યુગપ્રધાન', ‘હિઝ હોલીનેસ' : પૂ.
આ. શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજ
જન્મ સં. ૧૯૪૫માં. મણાદર (સિરોહી)માં રાયકા પરિવારમાં, માતા વસુદેવી, પિતા ભીમતોલાજી. બાલપણનું નામ સગતોજી. સં. ૧૯૬૧માં ગુરુદેવ તીર્થવિજયજી મહારાજ પાસે દીક્ષા-‘શાંતિવિજય' બન્યા. સં. ૧૯૭૩, સં. ૧૯૮૮માં રાજસ્થાનમાં કેટલાક ઠેકાણે જીવહિંસા અટકાવી.
સં. ૧૯૮૯માં બામણવાડજી ખાતે પૂ.શ્રીને ‘અનંતજીવ
For Private & Personal Use Only
www.jainelibrary.org