________________
૩૬૪
' 'સર્વ-ધર્મ-સમન્વયી' : પૂ.આ. શ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ બાળપણમાં જેમની મુખાકૃતિ જોઈને મુનિવર્ય શ્રી હંસવિજયજી બોલી ઉઠેલા કે—આ બાળક દીક્ષા લેશે' તે સુરેન્દ્ર ડાહ્યાભાઈ ગોરધનદાસ (શાહ) ભગત-માતા તારાબહેન. તેમના પરિવારમાંથી આઠેક દીક્ષાઓ થયેલી છે. સંવત ૨૦૦૦માં વરકાણાતીર્થે પૂ.આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજના હસ્તે પ્રવજ્યા લઈને મુનિશ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય મુનિ જનકવિજયજી તરીકે ઘોષિત થયા પછી આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના હસ્તે વડી દીક્ષા થવાથી તેમના શિષ્ય બન્યા. ગ્રામોદ્ધારનાં કાર્યો કરવા આપશ્રીએ આચાર્યપદનો ઇન્કાર કર્યો આમ છતાં પૂ.આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ તેમની યોગ્યતાને કારણે ત્રણ મુનિવરોને બહુમાનપૂર્વક વિશેષ પદ આપવાની જાહેરાત કરી જેમાં આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજીને ‘શ્રુતશીલવારિધિ’, મુનિશ્રી જનકવિજયજી ગણિને સર્વધર્મ સમન્વયી' અને મુનિશ્રી વલ્લભદત્તવિજયજીને આદર્શ ગુરુભક્ત'નું પદ આપ્યું. સને ૧૯૮૪માં વડોદરામાં પૂ.આ. શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી પ્રાપ્ત કરી. ખાસ કરીને પંજાબમાં સદાચાર, યુવાચેતના, વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન કર્યું. મુનિશ્રી નેમચંદજી સાથે ધ્યેય ઔર પ્રયોગ–એક પ્રશ્નોત્તરી' એ પુસ્તક હિંદીમાં અહિંસક સમાજરચના માટે છે. ઘડિયા પહાડ-ઈડર પર આપશ્રીનું સમાધિસ્થાન છે.
‘શ્રુતશીલવારિધિ' : પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી (માટે અગાઉનું લખાણ જુઓ.)
મૈં 'આદર્શ ગુરુભક્ત' : મુનિશ્રી વલ્લભદત્તવિજયજી
(માટે અગાઉનું લખાણ જુઓ.)
પુ. 'સૌરાષ્ટ્રકેસરી' : પૂ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ કાઠિયાવાડની ધીંગી ધરતીની તળપદી બોલીમાં જેમનું કલાકો સુધી સુમધુર વ્યાખ્યાન સાંભળતાં ન ધરાઈએ તે શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ તો રાજસ્થાનના ખેતાસરના ઓસવાલ જ્ઞાતિના શેઠ કુંદનમલજી અને ગૌરીબાઈને ત્યાં સં. ૧૯૭૮માં પુત્ર ધનરાજી નામે જન્મેલા
Jain Education International
વિશ્વ અજાયબી :
હતા. સંવત ૧૯૯૬માં શિરપુર-ખાનદેશ મુકામે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી ભુવનવિજયજી બન્યા, ઈ.સ.૧૯૭૯માં આચાર્યપદથી અલંકૃત થયેલા. ૧૭ ચાતુર્માસ તો સૌરાષ્ટ્રમાં જ કરેલા. ધ્રાંગધ્રામાં સૌરાષ્ટ્રકેસરી'નું બિરુદ અપાયું. સં. ૨૦૪૩માં સ્વર્ગવાસ થયો.
Û ‘વાગડ સમુદાયના આધ મહાત્મા' : પૂ. દાદા શ્રી પદ્મવિજયજી મહારાજ
ભરૂડિયા (કચ્છ-વાગડ)માં વિ.સં. ૧૮૬૬માં માતા રૂપાબાઈની કૂખે, માતા દેવશીભાઈના ઓસવાલ વંશી પરિવારમાં વિ.સં. ૧૮૬૬માં જન્મ. યતિ દીક્ષા સં. ૧૮૮૩, સંવેગી દીક્ષા સં. ૧૯૧૧, વડી દીક્ષા સં. ૧૯૨૮, ગુરુદેવ તપાગચ્છીય દાદા શ્રી મણિવિજયજી મહારાજ. સ્વર્ગવાસ સં. ૧૯૩૮. પલાંસ્વા (કચ્છ).
9 ‘કચ્છ-વાગડ દેશોદ્ધારક' : પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ
સંસારી નામ કાનજીભાઈ નાનજીભાઈ ચંદુરા. જન્મ વાગડના પલાંસ્વા ગામે વિ.સં. ૧૯૩૯માં. માતા નવલબાઈ. સંવત ૧૯૬૨માં દીક્ષાથી મુનિ કીર્તિવિજયજી નામે ઘોષિત. સંવત ૧૯૬૨માં વડી દીક્ષા વખતે કીર્તિવિજયજીને બદલે કનકવિજયજી નામ રખાયું.
દાદાગુરુ પૂ. શ્રી જીતવિજયજી દાદા ‘વાગડ દેશોદ્વારક' વિ.સં. ૧૯૭૮માં કાળધર્મ પામ્યા પછી પૂરાં ૪૦ વર્ષ સુધી પૂ.પં. શ્રી કનકવિજયજી મહારાજે વાગડ પરગણાની ધર્મરક્ષાવૃદ્ધિની વ્યાપક જવાબદારી સ્વીકારી. સં. ૧૯૮૯માં આચાર્યપદે બિરાજ્યા. સં. ૨૦૧૯માં ભચાઉમાં સમાધિભાવમાં કાળધર્મ
પામ્યા.
મૈં 'વાગડ દેશોદ્ધારક' : પૂ. શ્રી જીતવિજયજી મ. (માટે અગાઉનું લખાણ જુઓ.)
9 ‘સિદ્ધાંત મહોદધિ' : પૂ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
જન્મ વિ.સં. ૧૯૪૦માં નાંદિયાતીર્થમાં, વતન પિંડવાડા (જિ.શિરોહી), કર્મભૂમિ વ્યારા, દીક્ષા સં. ૧૯૪૭માં પાલિતાણામાં, સં. ૧૯૯૧માં આચાર્યપદ રાધનપુરમાં, સ્વર્ગવાસ સં. ૨૦૧૪માં ખંભાતમાં. મૂળનામ પ્રેમચંદ ભગવાનભાઈ, માતા કંકુબાઈ ગ્લાનમુનિઓની સેવા, શ્રુતસાધના, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, દીક્ષા-દાનવીર, વાત્સલ્ય,
For Private & Personal Use Only
www.jainelibrary.org