________________
જૈન શ્રમણ
૨૩
છે પ્રભાવનાને જો આપણે વખાણતાં હોઈએ....અનુમોદના કરતાં હોઈએ તો, વર્તમાનકાળમાં એ શક્તિના વિકાસથી છે છે દૂર ન જઈએ. આવી શક્તિઓ અપૂર્વ સાધનાના બળથી પેદા કરવી જ જોઈએ. હા, આવી શક્તિ સ્વહિત માટે જ હું નહીં, પણ શાસનહિત માટે જ વપરાવી જોઈએ. આ માટે અગ્રણી જૈન શાસનપ્રેમી શ્રાવકો અને સાધુ-સાધ્વીજી હું શુ ભગવંતોએ કમર કસવા જેવી છે. હમણાં જપ-જાપનો પ્રભાવ વધતો જાય છે, પરંતુ સાધકોએ સ્વલ્પ ફળથી સંતોષ છે R ન પામતાં શાસ્ત્રોપદિષ્ટ ફળ સુધી નિર્ધારપૂર્વક પહોંચવું જોઈએ. હું જો, એમ કહેવામાં આવે કે આ કાળ ખરાબ છે, સિદ્ધિઓ થતી નથી, તો અન્ય ધર્મના અનુયાયીઓમાં અન્ય છે
સાધુ-સંતોમાં જે આજે પણ દેખાઈ રહ્યું છે તે કેવી રીતે દેખાય? માટે પરંપરાનાં અને સાધનાનાં અનુસંધાનો કરીને છે ણિ જૈન ધર્મ પર થયેલાં તમામ આક્રમણોને દૂર કરવાની જવાબદારી વર્તમાન શ્રમણોએ માથે લેવી જોઈએ, તો જૈન છે
શ્રમણોને વિશ્વની અજાયબી'રૂપે લોકો સ્વીકારશે...જૈન શાસનના ગૌરવથી ભાવિત અને પ્રભાવિત થઈને છે માં મોક્ષમાર્ગે આગળ વધશે.
• પ્રકાંડ વિદ્વતતા :- આ ગુણ પણ વિશ્વને હેરત પમાડે તેવી શક્તિ છે. આવા શ્રમણવિદ્વાનો છું છે. આજે થોડા-ઘણાં છે, પણ જે પ્રકાંડતા વિશ્વને મુગ્ધ કરવા માટે જોઈએ તેવી શક્તિઓ સુધી અમે પહોંચી શક્યા માં હોઈએ તેવું લાગતું નથી. હું સમસ્ત ભારતના અને પશ્ચિમના તમામ દાર્શનિક ગ્રંથો પર અધિકૃત રીતે લખીને સફળ થયેલા જૈન શ્રમણ- છે # વિદ્વાનો જણાતા નથી. વિકસતા વિજ્ઞાને ઊભી કરેલી સમસ્યાઓનું નિવારણ અને ઊભા કરેલા વિવાદોનું નિખાલસ છે પણ સમાધાન, એક શ્રમણ નહીં તો સમસ્ત શ્રમણોએ ભેગા થઈને પણ કરવું જોઈએ. છે મને તો ઊમળકો આવે છે કે જગતના કોઈપણ પ્રાચીન અને અપૂર્વ ગ્રંથો પર તે–તે પરંપરાને ન્યાય આપીને ૪ છે પણ તે પરંપરાને વીતરાગ–પરંપરા સાથે જોડવાનું અધિકૃત કાર્ય જૈન શ્રમણોએ જ કરવું જોઈએ. જ્યાં વ્યક્તિગત ણે પ્રયાસોથી થતું શક્ય ન લાગે ત્યાં કોઈ પણ જાતના સાંપ્રદાયિક કે ગચ્છીય ભેદોથી પર થઈને સહુનો સહકાર સંપાદન છું છે. કરીને પણ વિશ્વને જૈન શ્રમણોની અણમોલ અદ્વિતીય શક્તિનો પરિચય કરાવવો જ જોઈએ.
આ પ્રસ્તાવનામાં દરેક વસ્તુનો વિસ્તૃત નિર્દેશ કરવો શક્ય નથી, પણ જે શ્રમણો આતુર છે તેઓ આવા છું ઉન્મેષો કરી શકશે અને જરૂર આવી દિશામાં સફળતા પ્રાપ્ત કરશે. છે. જૈન શ્રમણસંસ્થા આખરે એક સંસ્થા છે. સંસ્થા તેની ધરી પર આધારિત હોય છે. સંસ્થાનો વિકાસ એક છે S નેતૃત્વથી થાય છે. વિશ્વની અજાયબીરૂપે પૂરબહારમાં પ્રગટાવવામાં જૈન શ્રમણ સંસ્થાની એક કમીના છે, તેમાં એક માં છે નેતત્વ નથી. એક નેતૃત્વનો અર્થ એ નથી કે એક વ્યક્તિ જ બધું કરે, પણ વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ જે કરે તે એક જ છે જ નિર્ણયથી કરે અને તે નિર્ણય ગજબની શક્તિ આપે છે. કેથોલિક ખ્રિસ્તી ધર્મના પોપ એક જ છે. પ્રમુખસ્વામી છે [ણે પોતાના સંપ્રદાયની એક જ મુખ્ય વ્યક્તિ છે. તેરાપંથમાં મહાપ્રશજીની વાત જ પ્રમાણભૂત થાય છે. વિશાળ છું શું સામર્થ્યશાળી મૂર્તિપૂજક સંઘની આ માટે દયનીય દશા છે. એમના શ્રમણોનું ધ્યાન હજીપણ એક નેતત્વની મહાનતા છે 8 અને ભવ્યતા પર ગયું નથી. આવા નેતા બનવાની જેઓ ક્ષમતા ધરાવે છે તેઓએ શાસનનાં સર્વનું હિત કેવી રીતે રે
જળવાય તે પર દૃષ્ટિ આપી નથી. પોતાની દૃષ્ટિથી એક વિશાળ સાધુ-સાધ્વીનો કે શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ થયો
એટલે જીવન કર્તવ્યની જાણે ઇતિશ્રી માની લીધી છે. એમણે એ ખ્યાલ કરવો જોઈએ કે જે પોતાની દૃષ્ટિની વિશાળતા હું છે તે ખરેખર વિશાળતા નથી, પૂર્ણતા નથી અને જે મહાન શક્તિઓ વિશ્વને જૈનધર્મથી પ્રભાવિત કરી શકે એમ છે છે છે તેવી ઘણી મહાન શક્તિઓ તેમના દાયરાની બહાર છે. OsagagagapagaQaqagaQaQaQaqagaQaqaga
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org